બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / એક એવી યુવતી જે ગર્લફ્રેન્ડ બનવાના રૂપિયા લે છે, બદલામાં આપે છે આ સર્વિસ, 2 જ મહિનામાં લાખો કમાઇ લીધા
6 ફોટો ગેલેરી
Last Updated: 10:12 AM, 25 March 2025
1/6
ઓસ્ટ્રેલિયામાં ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ ભાડે રાખવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે અને આ માટે ડેટિંગ એપ્સનો ભારે ઉપયોગ થઈ રહ્યો છે. આ સિવાય કેટલીક વેબસાઇટ્સ દ્વારા પરિવારના સભ્યો પણ ભાડે લઈ શકાય છે. એવામાં એક ખાસ કિસ્સો સામે આવ્યો છે જ્યાં બ્રિસ્બેનની 21 વર્ષીય રૂબી જેડ પૈસાના બદલામાં કમ્પેનિયનશિપ આપે છે. (Photos: Instagram@Ruby Jade)
2/6
તે પોતાને એક "પ્રોફેશનલ ગર્લફ્રેન્ડ" ગણાવે છે, જેનાથી તેને ઘણી બધી કમાણી થાય છે. તાજેતરના મહિનાઓમાં, રૂબી જેડે વિવિધ સોશિયલ ગેધરિંગ માટે લોકોને કંપની આપીને એક અનોખું બિઝનેસ મોડેલ બનાવ્યું છે. પાર્ટીઓમાં હાજરી આપવાની હોય, ટ્રિપ્સ હોય, કે ખાસ પ્રસંગોએ ગ્રાહકો સાથે જવાનું હોય કે પછી ફક્ત ડિનર માટે બહાર જવાનું હોય, તે પોતાની શરતો પર હાજરી આપે છે. (Photos: Instagram@Ruby Jade)
3/6
અહેવાલ મુજબ, માત્ર 2 મહિનામાં, રૂબીને તેની સર્વિસિસ માટે આશરે 3 લાખ રૂપિયાની ગિફ્ટ મળી છે. રૂબીની પોતાની સર્વિસિસથી વિવિધ ગ્રાહકોને આકર્ષિત કર્યા છે. ઉદાહરણ તરીકે, તેણે એક ડિનર ડેટ માટે 1.4 લાખ રૂપિયા સુધી ચાર્જ કર્યો. તેને ઇન્ટરનેશનલ ટ્રિપ્સ પર પણ લઈ જવામાં આવી છે; એક કસ્ટમર તેને સિંગાપોર લઈ ગયો હતો. (Photos: Instagram@Ruby Jade)
4/6
ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ્સ જેવી ભવ્ય મુસાફરી ઉપરાંત, એક ગ્રાહકે તેને પ્લેસ્ટેશન 5 પણ ગિફ્ટમાં આપ્યું. બીજો એક કિસ્સો એક ચાઇનીઝ કસ્ટમરનો છે જે તેની સાથે લેંગ્વેજ કોચિંગ સેશન માટે દર અઠવાડિયે 5,000 રૂપિયા ચૂકવે છે. જ્યારે કોઈ છોકરી ભાડા પર કોઈની ગર્લફ્રેન્ડ બને છે, ત્યારે એવું માનવામાં આવે છે કે તે ખોટી પ્રવૃત્તિઓમાં પણ સામેલ હશે. (Photos: Instagram@Ruby Jade)
5/6
એવામાં રૂબી સ્પષ્ટપણે કહે છે કે તેની સર્વિસિસ ફક્ત કમ્પેનિયનશિપ સુધી જ મર્યાદિત છે. તે ક્લાયન્ટ સાથે સ્પષ્ટ રીતે ઇન્ટિમેટ નથી થતી. તે ક્લિયર બાઉન્ડ્રી સેટ કરે છે. તેની સર્વિસમાં ક્યારેક હાથ પકડવાનો અથવા રીવિલીંગ કપડાં પહેરવાનો સમાવેશ થાય છે. તે એ વાતની ખાતરી કરે છે કે તેની સર્વિસિસ પરસ્પર રીતે સંમત શરતો પર કંપની આપવા સુધી જ સીમિત રહે. (Photos: Instagram@Ruby Jade)
6/6
ઓસ્ટ્રેલિયામાં પાર્ટનરને "ભાડે" રાખવાની પ્રથા નવી નથી. વિશ્વભરમાં, આવા પ્લેટફોર્મ લોકોને તેમની પસંદગીઓના આધારે સાથી પસંદ કરવાની મંજૂરી આપે છે. રૂબીની વાર્તા દર્શાવે છે કે કેવી રીતે ડિજિટલ પ્લેટફોર્મ સોશિયલ ઇન્ટરેક્શનને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે અને પર્સનલ રિલેશનશિપના ક્ષેત્રમાં નવી વ્યવસાયિક તકો ઊભી કરી રહ્યા છે. (Photos: Instagram@Ruby Jade)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ