ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO: હવામાં હજારો ફૂટ ઊંચાઈએ પ્લેનની ફ્લેપ તૂટી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

વિશ્વ / VIDEO: હવામાં હજારો ફૂટ ઊંચાઈએ પ્લેનની ફ્લેપ તૂટી, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

Published By: Pravin Joshi

Last Updated: 10:35 PM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ડેલ્ટા એરલાઇન ફ્લાઇટ 1893 નો ફ્લૅપ ફ્લાઇટ દરમિયાન તૂટી ગયો, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો. વિમાનમાં 62 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બરો હતા.

ADVERTISEMENT

ટેક્સાસમાં ઓર્લાન્ડોથી ઓસ્ટિન જવા નીકળેલી ડેલ્ટા એરલાઇનની ફ્લાઇટમાં એક ખતરનાક બનાવ બન્યો હતો. હવામાં જ વિમાનના ડાબા પાંખનો ફ્લૅપ અચાનક તૂટી નીચે લટકી ગયો, જેના કારણે મુસાફરોમાં ચિંતા અને ભયનું વાતાવરણ સર્જાયું હતું. વિમાનમાં કુલ 62 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. ઘટના દરમિયાન ઘણા મુસાફરોને લાગ્યું કે કદાચ વિમાન ક્રેશ થઈ જશે. એક મહિલા મુસાફરે જણાવ્યું કે બારીમાંથી તૂંટેલો ફ્લૅપ દેખાતા જ તેણી ગભરાઈ ગઈ હતી. તેણીએ કહ્યું કે, મને ડર હતો કે આ ભાગ પાછળ અથડાઈને મોટો અકસ્માત સર્જી શકે.

આ ઘટનાનો વીડિયો પ્લેનમાં બેઠેલા જ એક મુસાફરે રેકોર્ડ કર્યો હતો. વીડિયો સોશિયલ મીડિયામાં ચોમેર ફેલાતા એરલાઇન કંપનીને પણ સત્તાવાર નિવેદન આપવું પડ્યું. ડેલ્ટા એરલાઇન તરફથી જણાવાયું કે મુસાફરોની સુરક્ષા કંપની માટે પ્રથમ પ્રાથમિકતા છે અને થયેલી અસુવિધા બદલ માફી માંગવામાં આવે છે.

સદભાગ્યે પાઇલટની કુશળતા કારણે વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું અને કોઈ મુસાફર કે ક્રૂ સભ્યને ઇજા પહોંચી નથી. લેન્ડિંગ બાદ વિમાનને તરત જ મેન્ટેનન્સ વિભાગમાં મોકલવામાં આવ્યું છે. આ ઘટનાની તપાસ અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને શરૂ કરી છે. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે એરલાઇન તરફથી સહકાર આપવામાં આવી રહ્યો છે.

વધુ વાંચો : ભારતનું સમર્થન કરવાની સજા! ટેરિફનો વિરોધ કરનારા જોન બોલ્ટનના ઘરે FBIની રેડ

હવાઈ મુસાફરીમાં આવી ઘટનાઓ દુર્લભ છે, પરંતુ વારંવાર ઉઠતા ટેક્નિકલ ખામીના બનાવોને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુરક્ષા અંગે નવા સવાલો ઊભા થયા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Delta Air Lines plane in Texas Delta Air Lines plane World News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ