બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / PM મોદી અને શી જિનપિંગની દોસ્તી અમેરિકાને ભારે પડશે! વિદેશ મંત્રાલયે આપી જાણકારી

બેઠક / PM મોદી અને શી જિનપિંગની દોસ્તી અમેરિકાને ભારે પડશે! વિદેશ મંત્રાલયે આપી જાણકારી

Maulik Patel

Last Updated: 09:21 PM, 31 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે તિયાનજિનમાં મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ. બંને નેતાઓએ આતંકવાદ, વેપાર, સીમા શાંતિ અને ભવિષ્યના સહકાર સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તિયાનજિનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભારતના વિદેશ મંત્રાલય અનુસાર, આ બેઠક સંવેદનશીલ અને સફળ રહી હતી.

વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે આતંકવાદ વિરુદ્ધ લડાઈ, સીમા પર શાંતિ જાળવવી, અને પરસ્પર વિશ્વાસ વધારવા જેવા મુદ્દાઓ પર મહત્વપૂર્ણ સમજૂતીઓ થઈ છે. તેમણે જણાવ્યું કે ભારત અને ચીન બંનેએ સહમતી દર્શાવી છે કે મતભેદો હોઈ શકે, પણ તેને વિવાદમાં ન ફેરવવા જોઈએ.

પીએમ મોદીએ ચીની રાષ્ટ્રપતિ જિનપિંગને BRICS સમિટ માટે આમંત્રણ આપ્યું છે, જે આગામી વર્ષ 2026માં ભારત દ્વારા આયોજિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ જિનપિંગે આ આમંત્રણ માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો અને BRICS અધ્યક્ષતા માટે ચીન તરફથી સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું.

વિદેશ સચિવે જણાવ્યા મુજબ, બંને નેતાઓએ ભારત અને ચીન વચ્ચેના વેપાર અંગે પણ ચર્ચા કરી. બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર ઘાટો ઘટાડવા અને બંને દિશાઓમાં વેપાર અને રોકાણને વધુ સરળ બનાવવા પર ભાર મૂક્યો. વિશ્વ અર્થતંત્રમાં બંને દેશોની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું પણ માન્યતા મળી.

Vtv App Promotion 2

આ બેઠકની વિશેષ વાત એ રહી કે આ એક વર્ષથી પણ ઓછી અવધિમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચેની બીજી મુલાકાત હતી. અગાઉ, બંને નેતાઓની બેઠક કઝાનમાં ઓક્ટોબર મહિનામાં થઈ હતી, જ્યાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાના મુદ્દે ચર્ચા થઈ હતી અને કેટલાક સ્પષ્ટ લક્ષ્યો પણ નક્કી કરવામાં આવ્યા હતા. વિદેશ સચિવ મિસ્રીએ વધુમાં જણાવ્યું કે પીએમ મોદીની રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ આવતીકાલે દ્વિપક્ષીય બેઠક યોજાશે.

વધુમાં વાંચો: ચીનમાં PM મોદીની માલદીવના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત, વડાપ્રધાને કહી આ મોટી વાત

આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો, રોકાણ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. પીએમ મોદી શિખર સમ્મેલનના મુખ્ય સત્રને પણ સંબોધન કરશે, જેમાં તેઓ SCO (શાંઘાઈ સહકાર સંગઠન) હેઠળ ક્ષેત્રીય સહકારને પ્રોત્સાહન આપવા ભારતના દૃષ્ટિકોણને ઉજાગર કરશે. સમારંભ બાદ પીએમ મોદી ભારત માટે રવાના થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bilateral Meeting Counter-Terrorism Cooperation India-China Relations
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ