બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:47 AM, 15 June 2025
Israel-Iran War: ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, ભારતે તેના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધાં છે. શનિવારે, તેલ અવીવ અને તેહરાનમાં ભારતીય દૂતાવાસોએ 24 કલાકની ઇમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી અને ભારતીય નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.
ADVERTISEMENT
ADVISORY (As on 14 June 2025)
— India in Israel (@indemtel) June 14, 2025
*In view of the prevailing situation in the region, all Indian nationals in Israel are advised to stay vigilant and adhere to the safety protocols as advised by the Israeli authorities and home front command (https://t.co/033m9pwvDj).
*Please…
ઇઝરાયલમાં ભારતીય નાગરિકો માટે એડવાઈઝરી
ADVERTISEMENT
તેલ અવીવમાં સ્થિત ભારતીય દૂતાવાસે શનિવારે X પર એક પોસ્ટમાં જણાવ્યું કે, "અમે ભારતીય નાગરિકોની સુરક્ષા સહિત પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ. કોઈપણ કટોકટીની સ્થિતિમાં, કૃપા કરીને દૂતાવાસની 24x7 હેલ્પલાઇનનો સંપર્ક કરો:
ફોન:+972 54-7520711, +972 54-3278392
ADVERTISEMENT
ઇમેલ: [email protected]"
દૂતાવાસે વધુમાં જણાવ્યું કે તમામ ભારતીય નાગરિકોએ ઇઝરાયલી વહીવટીતંત્ર અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલા સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. શુક્રવારે જ્યારે ઇઝરાયલે ઈરાન વિરુદ્ધ "ઓપરેશન રાઇઝિંગ લાયન" ની જાહેરાત કરી ત્યારે પણ આવી જ એડવાઇઝરી જારી કરવામાં આવી હતી. ત્યારે દૂતાવાસે કહ્યું, "કૃપા કરીને સાવધાની રાખો, દેશની અંદર બિનજરૂરી મુસાફરી ટાળો અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહો."
ADVERTISEMENT

નોંધનીય છે કે ઇઝરાયલે શુક્રવારે ઈરાનના પરમાણુ, મિસાઇલ અને લશ્કરી માળખાને લક્ષ્ય બનાવીને હુમલા કર્યા હતા. જવાબમાં, ઈરાને ઇઝરાયલ સામે બદલો લીધો, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકો માર્યા ગયા અને ડઝનેક ઘાયલ થયા.
ADVERTISEMENT
ઈરાનમાં ભારતીય નાગરિકો માટે એડવાઇઝરી
તેહરાનમાં સ્થિત ભારતીય દૂતાવાસે પણ શુક્રવારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી સંપર્ક નંબરો શેર કર્યા હતા અને ભારતીય નાગરિકોને સતર્ક રહેવા, બિનજરૂરી અવરજવર ટાળવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલ સલામતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી.
ADVERTISEMENT
The emergency contact details of the Embassy:
— India in Iran (@India_in_Iran) June 13, 2025
+98 9128109115;
+98 9128109109 https://t.co/0ED6kugaFK
દૂતાવાસે X પર પોસ્ટ કર્યું, "ઇમરજન્સી સંપર્ક વિગતો:
ફોન: +98 9128109115, +98 9128109109." બીજી પોસ્ટમાં, દૂતાવાસે તમામ ભારતીય નાગરિકો અને ભારતીય મૂળના લોકોને સતર્ક રહેવા, બિનજરૂરી પ્રવૃત્તિઓ ટાળવા, દૂતાવાસના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને ફોલો કરવા અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સલામતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપી.
આ પણ વાંચો: તેહરાનનાં આકાશમાં ઇઝરાયેલી ફાઇટર જેટનો કબ્જો હશે, નેતન્યાહૂએ ઇરાનને ધમકાવ્યું
શુક્રવારે સવારે ઇઝરાયલે તેહરાન પર હુમલો કર્યો, જેમાં ઈરાનની પરમાણુ પ્રવૃત્તિઓને નિશાન બનાવવામાં આવી. જવાબમાં, ઈરાને મિસાઇલ હુમલા કર્યા, જેના કારણે ઇઝરાયલના ઘણા વિસ્તારોમાં નુકસાન થયું.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.