બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:20 PM, 14 June 2025
Israel PM Benjamin Netanyahu: ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ શનિવારે (14 જૂન, 2025) ઈરાનને ધમકી આપી છે. નેતન્યાહૂએ એક વિડીયો નિવેદન જારી કરીને કહ્યું છે કે ઇઝરાયલી વાયુસેનાના લડાકુ વિમાનો ટૂંક સમયમાં તેહરાનના આકાશમાં ઉડતા જોવા મળશે. તેમણે ઈરાનને ચેતવણી આપી છે કે ઇઝરાયલ આયાતુલ્લા શાસનના દરેક ઠેકાણા અને દરેક લક્ષ્ય પર હુમલો કરશે.
ADVERTISEMENT
ઇરાનનો પરમાણુ કાર્યક્રમને નુકસાન પહોંચાડ્યું
નેતન્યાહૂએ કહ્યું, "ઇઝરાયલે ઈરાનના પરમાણુ કાર્યક્રમને ખરેખર નુકસાન પહોંચાડ્યું છે. ઈરાની અધિકારીઓ ગમે તેટલા વિપરીત દાવા કરે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને ઘણું નુકસાન થયું છે." ઇઝરાયલે ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકોને પણ નિશાન બનાવ્યા
ADVERTISEMENT
તમામ વરિષ્ઠ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા
પ્રધાન નેતન્યાહૂએ તેમના નિવેદનમાં કહ્યું, "છેલ્લા બે દિવસમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં, અમે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે સંકળાયેલા વરિષ્ઠ વૈજ્ઞાનિકોની ટીમને પણ નિશાન બનાવી છે. તેઓ ઈરાનના પરમાણુ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા હતા."
ADVERTISEMENT
આ પણ વાંચો : અમેરિકાનાં બે સાંસદોને ઘરમાં ઘુસીને ગોળીઓ ધરબી દેવાઇ, પોલીસ અધિકારી બની આવ્યો હતો હત્યારો
ઇરાન સેંકડો વર્ષ પાછળ ધકેલાઇ ગયું
ADVERTISEMENT
નેતન્યાહૂએ દાવો કર્યો, "ઇઝરાયલના હવાઈ હુમલાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને ઘણા વર્ષો પાછળ ધકેલી દીધો છે." તેમણે એમ પણ કહ્યું, "સૌથી મોટો ખતરો બેલિસ્ટિક મિસાઇલો છે અને ઈરાન આ બેલિસ્ટિક મિસાઇલોનો ઉપયોગ કરીને ઇઝરાયલનો નાશ કરવા માંગે છે. પરંતુ ઇઝરાયલ હવે આવા તમામ શસ્ત્રો બનાવવાની ઇરાનની ક્ષમતાને સંપૂર્ણપણે નષ્ટ કરી રહ્યું છે."
આગામી દિવસોમાં ઇરાનમાં જોરદાર હુમલા થશે
ADVERTISEMENT
નેતન્યાહુએ ઈરાનને ચેતવણી આપી હતી કે, ઇઝરાયલ દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા હુમલાઓ કંઈ નથી. આગામી દિવસોમાં, ઇઝરાયલી સેના એક મજબૂત અભિયાનના ભાગ રૂપે ઇરાન પર હુમલો કરશે.
ઇરાનથી ઇઝરાયેલનું અંતર માત્ર 90 મિનિટ છે
ADVERTISEMENT
પ્રધાનમંત્રીએ કહ્યું, "ઇઝરાયલ હવે 90મી મિનિટમાં છે અને ઇરાનની પરમાણુ કાર્યક્રમ ટીમો ઝડપી ગતિએ પરમાણુ શસ્ત્રો બનાવવા માટે દોડી રહી છે. મેં સાંભળ્યું છે કે કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે આપણે (ઇઝરાયલે) આ હુમલાથી કંઈ પ્રાપ્ત કર્યું નથી, તો તેઓ ખોટા છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.