ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / માલદીવ સરકાર પર ભારત મહેરબાન, એક નિર્ણયથી પાકિસ્તાનને લાગશે મરચા

વર્લ્ડ / માલદીવ સરકાર પર ભારત મહેરબાન, એક નિર્ણયથી પાકિસ્તાનને લાગશે મરચા

Published By: Pravin Joshi

Last Updated: 12:07 AM, 19 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલદીવ સરકારની વિનંતી પર SBI એ માલદીવના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ US$ 50 મિલિયનના સરકારી ટ્રેઝરી બિલને બીજા વર્ષ માટે સ્વીકાર્યું છે.

ADVERTISEMENT

ભારતે માલદીવને એક મોટો રાહતનો સહારો આપ્યો છે. માલદીવ સરકારના વિનંતી બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ માલદીવના નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલ 5 કરોડ અમેરિકી ડોલરનું ટ્રેઝરી બિલ એક વર્ષ માટે વધારી દીધો છે. આ જાહેરાત ગુરુવારે ભારતીય ઉચ્ચાયોગે કરી હતી. ભારત સરકારે માર્ચ 2019 થી SBI મારફતે આવા અનેક ટ્રેઝરી બિલોમાં સહાય પૂરી પાડી છે અને તેને દર વર્ષે બિનવ્યાજ આધાર પર રિન્યુ કરવામાં આવે છે. આ વખતે પણ 18 સપ્ટેમ્બર 2025 ની ડેડલાઇન પહેલાં જ તેનો સમયગાળો વધારવામાં આવ્યો છે.

MALDIVES-2

ભારતીય પ્રતિનિધિઓની બેઠક

માલદીવના નાણાં મંત્રી મૂસા જમિરએ બુધવારે ભારતના ઉચ્ચાયુક્ત જી. બાલાસુબ્રમણ્યન, જ્વોઇન્ટ સેક્રેટરી સુજા કે. મેનન અને વિદેશ મંત્રાલયના અન્ય અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ભારત-માલદીવ વેપાર સંબંધો મજબૂત કરવાની ચર્ચા થઈ.

વિકાસ પ્રોજેક્ટ પર પણ ચર્ચા

માલદીવના નાણાં મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણય ભારતના સતત વિશ્વાસ અને સહાયનો પુરાવો છે. સાથે જ વિકાસ પ્રોજેક્ટ પોર્ટફોલિયો પર પણ ચર્ચા થઈ, જેનો ખર્ચ ભારત દ્વારા આપવામાં આવેલા લોન આસિસ્ટન્સ (LOC) હેઠળ થશે.

વધુ વાંચો: લો બોલો! બેબી ડાયપરમાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યો ભારતીય કીડો, 1.58 લાખ કરોડના અનાજને ખતરો

તણાવ પછી સુધરતા સંબંધો

ગૌરતલબ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જુલાઈ 2025 ના રોજ માલદીવના 60મા સ્વતંત્રતા દિવસ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. ત્યારબાદથી બંને દેશો વચ્ચે તણાવ ઘટીને દ્વિપક્ષીય સંબંધોમાં નવા પાનાં ખૂલ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India IndiaMaldivesRelation TreasuryBill

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ