ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાની સૌથી કરૂણ કથા, લંડનથી IVF કરાવવા આવ્યું હતું કપલ, અનાથ ભ્રૂણનું શુ થશે?

માનવતા / એર ઇન્ડિયા પ્લેન દુર્ઘટનાની સૌથી કરૂણ કથા, લંડનથી IVF કરાવવા આવ્યું હતું કપલ, અનાથ ભ્રૂણનું શુ થશે?

Published By: Maulik Patel

Last Updated: 09:59 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

12 જૂન 2025ના અમદાવાદ વિમાન દુર્ઘટનામાં એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશમાં ૨૪૧ લોકોના મોત થયા, જેમાં લંડનનું એક દંપતી પણ હતું, જે IVF દ્વારા માતા-પિતા બનવાનું સપનું જોતું હતું. તેમનું ફ્રોઝન ભ્રૂણ હવે અમદાવાદના IVF કેન્દ્રમાં સુરક્ષિત છે.

ADVERTISEMENT

12 જૂન 2025નો તે કાળો દિવસ ભારત અને બ્રિટન માટે ક્યારેય ભૂલી નહી શકાય. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાંથી લંડન જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ AI-171, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (રજિસ્ટ્રેશન VT-ANB) ટેકઓફ માત્ર 32 સેકંડ પછી મેઘાણીનગર વિસ્તારમાં BJ મેડિકલ કોલેજના હોસ્ટેલમાં ક્રેશ થઈ ગઈ. આ હાદસામાં 230 મુસાફરો અને12 ક્રૂ મેમ્બર્સ કુલ મળીને 241 લોકોનું મૃત્યું થયું હતું. જ્યારે ફક્ત એક મુસાફર, સીટ 11A પર બેઠેલા એક વ્યક્તિ, ચમત્કારિક રીતે બચી ગયા.

plane crash1

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે ટેકઓફ પછી બંને એન્જિનના ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ RUNથી CUTOFF પોઝિશનમાં ખસી ગયા, જેનાથી થ્રસ્ટ ગુમાવી દેવામાં આવ્યું. આ વિશ્વની સૌથી વધુ મારક વિમાન દુર્ઘટનાઓ માંથી એક છે, જેમાં ભારતીય અને બ્રિટિશ નાગરિકોનું મોટું નુકસાન થયું. આ હાથસા વચ્ચે એક વાર્તા એવી છે જે માનવતા, આશા અને કાયદાની સીમાઓને પડકારે છે. લંડનના એક યુગલ, તેઓ માતા-પિતા બનવાના સપના પૂરા કરવા ભારત આવ્યા હતા. સાત વર્ષના લગ્નજીવન પછી પણ સંતાનલાભ ન થયો હોવાથી, તેઓએ IVF (ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન) પ્રક્રિયાની તરફ ધ્યાન આપ્યું.

ivf-2

વિદેશમાં આ સારવારની ખર્ચાળી હોવાથી, તેઓ અમદાવાદના એક પ્રતિષ્ઠિત IVF ક્લિનિકમાં આવ્યા. અમેરિકા અને ભારત વચ્ચે વારંવાર મુલાકાતો પછી, અનેક તપાસ, ઈન્જેક્શન અને સર્જરીઓ પછી, ડૉક્ટરોએ તેમના ભ્રુણને સફળતાપૂર્વક તૈયાર કરીને લિક્વિડ નાઇટ્રોજનમાં ફ્રીઝ કરી દીધું. જુલાઈમાં ભ્રુણ ટ્રાન્સફરની તારીખ નક્કી થઈ હતી. પરંતુ ભાગ્યે તેમને એ ક્ષણ માણવા પણ ન આપી કારણ કે વિમાન ક્રેશમાં તેમનું અવસાન થયું, અને તેમનો સપનું અધૂરૂ રહી ગયું.

IVF

એક મીડિયા એજેંસીના અહેવાલ મુજબ, આ દંપતી વારંવાર ભારત-અમેરિકા વચ્ચે IVF માટે આવતા હતા. હવે તેમનું ફ્રોઝન ભ્રુણ અમદાવાદના IVF કેન્દ્રમાં સુરક્ષિત છે, પરંતુ તેનું ભવિષ્ય અનિશ્ચિત છે. IVF નિષ્ણાતો કહે છે કે આવા કેસ અત્યંત દુર્લભ છે. ભારતીય કાયદા અનુસાર, "અનાથ ભ્રુણ"ને ડોનેટ કરી શકાય નહીં, અને મરણોત્તર સરોગસી પૂર્ણપણે પ્રતિબંધિત છે. જો કે, દંપતી બ્રિટિશ નાગરિક હોવાથી, એક કાનૂની માર્ગ ખુલ્લો છે.

vtv app promotion

રાષ્ટ્રીય સહાયક પ્રજનન ટેક્નોલોજી (ART) અને સરોગસી બોર્ડની મંજૂરીથી ભ્રુણને વિદેશ મોકલી શકાય, જ્યાં માતા-પિતાના પરિવારજનો સરોગસીનો વિકલ્પ પસંદ કરી શકે. વર્તમાન ART કાયદા પ્રમાણે, ભ્રુણને 10 વર્ષ સુધી સુરક્ષિત રાખી શકાય, અને વિશેષ મંજૂરીથી આ સમય 20 વર્ષ સુધી વધારી શકાય. હાલમાં, ક્લિનિક દંપતીના પરિવારજનોના સંપર્કમાં છે, અને તેઓ કાનૂની સલાહ લઈ રહ્યા છે. આ વાર્તા માત્ર એક વિમાન ક્રેશની નથી, પરંતુ માનવતા, વિજ્ઞાન અને ભાગ્યની સીમાઓની પણ છે. એક એવું ભ્રુણ, જેના માતા-પિતા હવે નથી, પરંતુ તે હજુ પણ ઠંડા લિક્વિડ નાઇટ્રોજનમાં જીવંત છે, તેના જન્મની રાહ જુએ છે.

આ પણ વાંચો: બેંગ્લોર સાથે નહી રમે વિરાટ કોહલી? ઓક્શન પહેલા કોન્ટ્રાક્ટ સાઇન કરવાનો કર્યો ઇન્કાર

શું તે કોઈ બીજા માતા-પિતાના પરિવારમાં જન્મ લેશે? કે નિરંતર અધૂરી આશાનું પ્રતીક બની રહેશે? આ પ્રશ્નોના જવાબ સમય આપશે, પરંતુ આ વાર્તા IVF કાયદાઓ અને માનવ અધિકારો પર નવી ચર્ચા શરૂ કરી દીધી છે. વિમાન ક્રેશની તપાસ હજુ ચાલુ છે, જેમાં બોઇંગ અને GE એન્જિન્સના નિષ્ણાતો સામેલ છે. એર ઇન્ડિયાએ તમામ પીડિત પરિવારોને વળતર અને સમર્થનની ખાતરી આપી છે, પરંતુ આ દંપતીની વાર્તા સૌને વિચારવા મજબૂર કરે છે કે જીવનની આશા કેટલી કથાવસ્તુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ART Regulations IVF Couple Frozen Embryo air india crash ahmedabad

Published by

Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ