બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:58 AM, 12 October 2025
શનિવારે રાત્રે પાકિસ્તાન પર અફઘાન સેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા પછી હવે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ એક કડક નિવેદન આપ્યું છે. નકવીએ અફઘાનિસ્તાનની સખત શબ્દોમાં ટીકા કરતા કહ્યું કે આ દેશ 'આગ અને લોહીનો ખેલ' રમી રહ્યો છે અને આની પાછળ ભારત જેવા હરીફ દેશોનો હાથ હોવાનો ઇશારો પણ કર્યો.
ADVERTISEMENT
મોહસીન નકવીએ અફઘાન સેના દ્વારા પાકિસ્તાની પ્રદેશ પર કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વિના ગોળીબારની ઘટનાની સખત નિંદા કરી. તેમણે કહ્યું કે અફઘાન સેના દ્વારા નાગરિક વસ્તી પર કરવામાં આવેલી કાર્યવાહી આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. નકવીએ કહ્યું કે પાકિસ્તાનની બહાદુર સેનાએ સાબિત કરી દીધું છે કે કોઈપણ પ્રકારની ઉશ્કેરણી સહન નહીં કરવામાં આવે અને આના જવાબમાં તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરી છે. તેમણે આગળ કહ્યું, 'પાકિસ્તાની સેના સતર્ક છે અને અફઘાનિસ્તાનની દરેક ઇંટનો પથ્થરથી જવાબ આપવામાં આવી રહ્યો છે."
More Afghan forces along with ammunition are matching towards #DurandLine .
— Praveen Kumar (@RigidDemocracy) October 11, 2025
Afghan forces attack #Pakistan army check post at Pakistan Afghanistan #border.
Some news is coming where Pakistani forces are retreating.
Every #India supports #Afghanistan pic.twitter.com/Xz2Wi9BD6E
ADVERTISEMENT
મોહસીન નકવીએ કહ્યું કે અફઘાનિસ્તાનને પણ એવો જ જવાબ આપવામાં આવશે, જેવો ભારતને આપવામાં આવ્યો હતો, જેથી પાકિસ્તાન તરફ ખરાબ નજરથી જોવાની હિંમત ન કરે. તેમણે પાકિસ્તાનના લોકોને ખાતરી આપી કે તેઓ પોતાના સશસ્ત્ર દળોની સાથે 'લોખંડની દિવાલની જેમ' ઉભા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે અફઘાન સેનાએ શનિવારે ભારતીય સમય મુજબ રાત્રે 9:23 વાગ્યે પાકિસ્તાની સરહદ પરના સાત અલગ-અલગ વિસ્તારોમાં એક સાથે હુમલા કર્યા. અફઘાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલો 210 ખાલિદ બિન વાલિદ બ્રિગેડ અને 205 અલ-બદ્ર કોર્પ્સે મળીને કર્યો. હુમલા દરમિયાન તેમણે આર્ટીલરી અને ટેન્ક જેવા ભારે શસ્ત્રોનો ઉપયોગ કર્યો. અફઘાન સેનાનો દાવો છે કે આ હુમલામાં 12 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને પાંચને પકડી લેવામાં આવ્યા. આ સિવાય તેમણે અનેક હથિયારો પણ જપ્ત કર્યા અને એક મૃત સૈનિકના મૃતદેહને તેમના કેમ્પમાં લઈ ગયા.
આ પણ વાંચો: પાકિસ્તાન સામે યુદ્ધનું એલાન? અફઘાન સેનાનું બોર્ડરના અનેક વિસ્તારોમાં તાબડતોડ ફાયરિંગ
ADVERTISEMENT
પાકિસ્તાની સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી. બંને પક્ષો વચ્ચે ગોળીબાર અને અથડામણ લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી અને આ રાતે લગભગ 1 વાગે ત્યારે અટક્યું જયારે અફઘાન રક્ષા મંત્રાલયે યુદ્ધવિરામની જાહેરાત કરી. પાકિસ્તાની મીડિયાએ આ સંઘર્ષમાં અફઘાન ચોકીઓને થયેલા નુકસાન અને પાકિસ્તાની બાજુના મૃતકો અને ઘાયલ સૈનિકોના અલગ-અલગ આંકડા રજૂ કર્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.