બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / પાકિસ્તાનની આઝાદી પાછળ એક 'ગુજરાતી'નો મોટો હાથ, કાઠિયાવાડે બે દેશને આપ્યા સૌથી દિગ્ગજ નેતા, કહાની ઠક્કર પરિવારની
Independence Day: આઝાદીનો સૂર્ય ઉગવાનો બાકી હતો ત્યારે એક બાજુ ખાદી પહેરેલા એક સરળ સાધુ જેવા મહાન વ્યક્તિ મનોમન વિચારી રહ્યા હતા, તેમની આંખોમાં સત્ય અને અહિંસાના સંઘર્ષનું સર્જનાત્મક સ્વપ્ન હતું. બીજી બાજુ શાહી પોશાકમાં લપેટાયેલા એક નેતા, જેમના ચમકતા બૂટ અને સ્મિત ઘણું બધુ કહી રહ્યા હતા.
ADVERTISEMENT
લોકોનું જીવન એક મોટા અંધકારમાં ફસાયેલું હતું
ભારતનું આકાશ એ સમયે શાંત હતું. જ્યારે આકાશમાં તારાઓ ચમકતા હતા, ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ દેશમાં પ્રકાશનો ઉત્સવ આવશે. આ તે સમય હતો જ્યારે હજારો વર્ષોથી ભારતમાં ફેલાયેલા સમાજ અને સંસ્કૃતિના પ્રવાહને એક વિદેશી શાસન દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. બ્રિટિશરોએ દેશના દરેક ખૂણામાં પોતાનું શાસન સ્થાપિત કરી દીધું હતું. અંગ્રેજોના શાસન હેઠળ, લોકોનું જીવન એક મોટા અંધકારમાં ફસાયેલું હતું. જો કે વર્ષોથી અંદર એક આગ સળગી રહી હતી, જે એક દિવસ ભારતમાં સ્વતંત્રતા લાવવાની હતી. ગામના ગરીબ ખેડૂતથી લઈને શહેરના યુવાનો સુધી, દરેકના હૃદયમાં એક સ્વપ્ન હતું બસ "સ્વતંત્રતા".
ADVERTISEMENT
મહંમદઅલી ઝીણા કાયદે આઝમ કહેવાયા
આજથી બરોબર 79 વર્ષ પહેલા એક દેશનો ઉદય થયો હતો, આઝાદીનો સૂરજ ભારત પહેલા ત્યાં ઉગી ચૂક્યો હતો. એક વ્યક્તિ કે જેમણે મુસ્લિમ સમુદાયની સ્વતંત્રતા માટે એક અલગ દેશની કલ્પના કરી હતી. જે હવે હકીકતમાં પરિવર્તિત થઈ ચૂકી હતી. એ દેશ એટલે આજનું પાકિસ્તાન. જેમ ભારતની આઝાદી માટે સૌથી મોટો ફાળો ગાંધીજીનો હતો, એ રીતે ધર્મ આધારીત નવો દેશ બનાવવામાં સૌથી મોટો સિંહ ફાળો મહમ્મદ અલી ઝીણાનો હતો. મહાત્મા ગાંધી ભારતના રાષ્ટ્રપિતા અને મહંમદ અલી ઝીણા પાકિસ્તાનના કાયદે આઝમ કહેવાયા. જો કે બંન્નેના મૂળ પણ ગુજરાત સાથે જોડાયેલા છે.
ADVERTISEMENT
ગુજરાત કે પાકિસ્તાન ઝીણાનો જન્મ ક્યાં થયો?
ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના રોજ પોરબંદરમાં થયો હતો. બાળપણથી જ તેમનામાં કંઈક અલગ હતું. તેઓ હંમેશા વિચારતા હતા કે ભારતની વિવિધતા, તેની સંસ્કૃતિ અને ધર્મને એક કરી શકાય છે. તેઓ હંમેશા ઈચ્છતા હતા કે, લોકો એકબીજાનો આદર કરે અને સત્યના માર્ગ પર ચાલે. તેઓ માનતા હતા કે સ્વતંત્રતા ફક્ત દેશના સ્તરે જ નહીં, પણ આત્માના સ્તરે પણ હોવી જોઈએ, અને અહિંસા તેનો માર્ગ છે. ભારતના પૂર્વ વિદેશ મંત્રી જસવંત સિંહના પુસ્તક ‘જિન્નાઃ ઈન્ડિયા, પાર્ટીશન, ઈન્ડિપેન્ડન્સ’અનુસાર, ઝીણાનો જન્મ 25 ડિસેમ્બર 1876ના રોજ કરાચીમાં થયો હતો. નોંધનીય છે કે, પાકિસ્તાનના જનક ઝીણાના પૂર્વજ ગુજરાતના વતની હતા અને તેમનું વતન ગાંધીજીના વતનથી માત્ર 95 કિલોમિટર જ દૂર હતું.
ADVERTISEMENT

ઝીણાના પરિવારનું પૈતૃક મકાન પાનેલીમાં આવેલું
ADVERTISEMENT
મહંમદ અલી ઝીણાના પરિવારનું પૈતૃક મકાન રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોટી પાનેલી ગામમાં આવેલું છે. આ પાનેલી એટલે હર્ષદ મહેતાનું પણ જન્મ સ્થળ જેના વિશે આપણે ક્યારેક વિગતવાર ચર્ચા કરીશું. ઝીણાના પિતાનું નામ જેનાભાઈ ઠક્કર અને દાદાનું નામ પુંજાભાઈ ઠક્કર હતું. એવું કહેવામાં આવે છે કે, ઝીણાના પૂર્વજો સમૃદ્ધ વેપારી હતા અને તેઓ લોહાણા જ્ઞાતિના હતા. જ્યારે પુંજાભાઈએ માછલીનું વેચાણ શરૂ કર્યું, ત્યારે તેમના પરિવારને જ્ઞાતિમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. જે પછી ઝીણાના પરિવારે ઈસ્લામ ધર્મ સ્વીકારીને ખોજા મુસ્લિમ બની ગયા હતા.

ADVERTISEMENT
હાલ ઝીણાના મકાનમાં કોણ રહે છે?
એ સમયે એવો હતો કે માંસ કે માછલીનો વેપાર કરનાર હિંદુઓને તેમની જ્ઞાતિમાંથી હડધૂધ કરી દેવામા આવતા હતા. રાજનીતિના એક્સપર્ટ ડૉ. હરિ દેસાઈએ પણ ઝીણાના પૂર્વજોને હિંદુ ગણાવ્યા હતા. ઝીણાનું પાનેલીમાં જે મકાન આવેલું છે તે 108 વર્ષ જુનુ છે અને તે પૂંજાભાઈના મકાન તરીકે ઓળખાય છે. હાલ તે મકાનમાં પ્રવીણ ભાઈ પોપટભાઈ પોકીયા રહે છે. પ્રવીણભાઈના દાદાએ આ મકાન ખરીદ્યું હતું.
ગાંધીજીના પૂર્વજો કુતિયાણાના નિવાસી હતા
ગાંધીજીની વાત કરીએ તો આધુનિક યુગમાં પણ મહાત્મા ગાંધીજીને સમગ્ર વિશ્વના લોકો એક એવા વ્યક્તિ તરીકે યાદ કરે છે, જેમના થકી ભારતને આઝાદી મળી હતી. મહાત્મા ગાંધીજીનો જન્મ 2જી ઓક્ટોબર, 1869ના રોજ પોરબંદર ખાતે થયો હતો. ગાંધીજીના જન્મનું સ્થળ કીર્તિ મંદિર તરીખે ઓળખાય છે. હવે તેને મ્યુઝિયમમાં પરિવર્તીત કરી દેવામાં આવ્યું છે. ગાંધીજી વકીલ, રાજકારણી, સામાજિક કાર્યકર અને લેખક જે બ્રિટિશ શાસન સામે ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા બન્યા હતા. ભારતની આઝાદી પછી તેમને 'રાષ્ટ્રના પિતા'નું બિરુદ મળ્યું છે. અહીં એક વાત નોંધવા જેવી છે કે, ગાંધીજીનો જન્મ ભલે પોરબંદરમાં થયો હતો પરંતુ તેમના પૂર્વજો જૂનાગઢના કુતિયાણાના નિવાસી હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.