બ્રેકિંગ ન્યુઝ
ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારને આગામી 48 કલાકમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. વોશિંગ્ટનમાં બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, કેટલાક મતભેદોને ઉકેલવા માટે ભારતીય વેપાર પ્રતિનિધિઓ વોશિંગ્ટનમાં રહેશે. અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ટેરિફ લગાવવામાં આવે તે પહેલાં ટ્રેડ ડીલ થવાની સંભાવના છે.
ADVERTISEMENT
કરાર અંગેના મતભેદો ઉકેલી શકાય
ભારતના વેપાર પ્રતિનિધિ વોશિંગ્ટનમાં થોડા વધુ દિવસો રોકાશે જેથી બંને દેશો વચ્ચે કરાર અંગેના મતભેદો ઉકેલી શકાય. બંને દેશો 9 જુલાઈ પહેલા ટ્રેડ ડીલ કરવા માંગે છે, કારણ કે તે પછી અમેરિકન રાષ્ટ્રપતિ ભારતથી અમેરિકા આવતા માલ પર ઊંચો ટેરિફ લગાવવાનું શરુ કરશે. નોંધનીય છે કે, ભારત કૃષિ ક્ષેત્રમાં તેની શરતો પર અડગ છે.
ADVERTISEMENT

વધુ વાંચો : 65 લોકોને લઈ જતી ફેરી પલટી, બે લોકોના મોત, મૃત્યુઆંક વધવાની શક્યતા
ADVERTISEMENT
તો ટ્રેડ ડીલમાં સમસ્યા આવી શકે
ભારત માટે સૌથી મોટો મુદ્દો અમેરિકાના ટેરિફના નિયમનો છે. હાલમાં, ભારત એવા કરારો પર હસ્તાક્ષર કરવા તૈયાર નથી જેમાં ટેરિફ સંબંધિત સમસ્યાનો ઉકેલ ન આવે. એક્સપર્ટનું માનવું છે કે, હાઈ એમ્લોઈમેન્ટ ગુડ્સ પર ટેરિફ ઘટાડા વગર 2030 સુધીમાં બંને દેશો વચ્ચેના વેપારને 500 અબજ યુએસ ડોલર સુધી લઈ જવાના લક્ષ્યને પ્રાપ્ત કરવું મુશ્કેલ છે.
ADVERTISEMENT
અમેરિકા અને ભારતની વેપાર કરાર અંગે શું માંગણીઓ છે?
અમેરિકા વેપાર કરાર અંગે ભારત પાસેથી ઘણી માંગણીઓ કરી રહ્યું છે. જેમાં તે ભારતના ડેરી ક્ષેત્ર અને કૃષિમાં તેની ભાગીદારી વધારવા માંગે છે. બીજી તરફ, ભારત જૂતા, કપડાં અને ચામડા જેવા માલ પર ટેરિફમાં છૂટ માટે દબાણ કરી રહ્યું છે. આ રીતે, બંને દેશો હાલમાં પોતપોતાના મુદ્દાઓ પર વધુ ધ્યાન આપી રહ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.