બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / World Heart day 2023 Stress is a major cause of heart related problems.

સાવધાન / હ્રદય સંબધિત સમસ્યાઓનું મોટું કારણ છે સ્ટ્રેસ, જાણો કેવી રીતે તણાવથી સરળ રીતે બહાર આવી શકાય, 8 ટિપ્સ જીવનભર કામ લાગશે

Kishor

Last Updated: 08:49 AM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વસ્થ રહેવા માટે આપણે શારીરિક જ નહી પરંતુ માનસિક સ્વસ્થ રહેવું પણ જરૂરી છે. ત્યારે આજે વિશ્વ હાર્ટ ડે નિમિત્તે હૃદયને તંદુરસ્ત રાખવા આટલું કરો!

  • આજે વિશ્વ હાર્ટ ડે ની ઉજવણી કરાશે
  • ભાગદોળભર્યું જીવન અને ઝડપથી બદલાતી લાઈફસ્ટાઇલની હાર્ટ પર જોખમ
  • તણાવ હૃદય સાથે જોડાયેલી બીમારીઓનું એક

World Heart day 2023: ભાગદોળભર્યા જીવન અને ઝડપથી બદલાતી લાઈફસ્ટાઇલની અસર સ્વાસ્થ્ય પર જોવા મળે છે. હાલના સમયમાં કામનો બોજ સતત વધી રહ્યો છે એવામાં મેન્ટલ હેલ્થ સમસ્યાઓનો શિકાર થવાની ઘટનાઓ વધી રહી છે. હાલના દિવસોમાં સ્ટ્રેસ, ડિપ્રેસન અને એંગ્જાયટીના મામલામાં ખુબ જ વધારો જોવા માળી રહ્યો છે. સ્વસ્થ રહેવા માટે આપણે શારીરિક જ નહી પરંતુ માનસિક સ્વસ્થ રહેવું પણ જરૂરી છે. જો કે કામ અને અન્ય સમસ્યાઓને કારણે લોકો અવારનવાર સ્ટ્રેસનો શિકાર થઇ રહ્યા છે. જેની અસર આપણા શરીરમાં જોવા મળે છે.

હૃદયની બીમારી સામે ટેક્નોલોજીનો જંગઃ પાંચ વર્ષ પહેલાં હાર્ટ એટેકના ખતરાની  ચેતવણી મળશે | With the help of Technology know heart attack Symptoms before  5 years

29 સપ્ટેમ્બર એટલે વર્લ્ડ હાર્ટ ડે
આ સિવાય સ્ટ્રેસ આપણા હ્યદય પર પણ અસર પહોંચાડે છે. હ્યદય એ આપણા શરીરનું ખુબ જ મહત્વપૂર્ણ અંગ છે. એવામાં હ્યદય સાથે જોડાયેલી બીમારીઓ અંગે જાણકારી હોવી ખાસ જરૂરી છે. ત્યારે દર વર્ષે 29 સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. સ્ટ્રેસ હાર્ટ ડિસિઝનું એક મુખ્ય કારણ છે. એવામાં તણાવથી દિલને થતા નુકશાન અંગે જાણવા માટે આવો આપણે સિનયર સાઈકેટ્રીસ્ટ ડો જ્યોતિ કપૂર કેટલીક રોચક માહિતી મેળવીએ. 

શરીરમાં દેખાય આવા લક્ષણ તો સમજી જજો હૃદયની નસો થઈ રહી છે બ્લોક, હાર્ટ  એટેકનો વધી ગયો છે ખતરો Heart attack signs: these signs of blockage in  arteries do not ignore

સ્ટ્રેસના પ્રભાવ અંગે ડોક્ટર જ્યોતિ જણાવે છે કે તણાવ હૃદય સાથે જોડાયેલી બીમારીઓનું એક સૌથી મોટુ કારણ છે. લોકો આ વાતથી અજાણ રહે છે કે વધુ સ્ટ્રેસ તેમના હૃદયના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે. સ્ટ્રેસના કારણે હેલ્ધી હાર્ટ પણ બીમારીની ઝપેટમાં આવી જાય છે. સ્ટ્રેસ એક ભાવનાત્મક બોજ જ નહિ પરંતુ તે દિલની બીમારી માટે રિસ્ક ફેક્ટર છે. ક્યારેક આપણે વધુ ટ્રેસ લેવાને કારણે તેની નકારાત્મક અસર આપણા દિલ પર થાય છે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી

 સરળ શબ્દોમાં કહીએ તો સતત વરસાદને કારણે જેમ નુકસાન થાય છે તેવી જ રીતે સતત સ્ટ્રેસ  લેવાથી દિલ પર તેની માઠી અસર થવાનું શરૂ થઈ જાય છે. જેમકે બ્લડ પ્રેશર વધી જવું, સોજો આવી જવું, આવા સંજોગોમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. સ્ટ્રેસ મેનેજ કરવા માટે સૌથી પહેલા તણાવનું કારણ જાણવું જરૂરી છે. 

યુપીમાં ક્રિકેટ રમતાં રમતાં 32 વર્ષીય યુવાનનું મોત, નાની ઉંમરમાં  હાર્ટએટેકથી કેવી રીતે બચવું | 32 year old dies while playing cricket in UP  heart attack at a young age
હાર્ટના સ્વાસ્થ્ય માટે આટલું કરો!

  • સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રીવેનશનના જણાવ્યા પ્રમાણે સ્ટ્રેસ મેનેજ કરવા માટે હેલ્ધી ભોજન કરવું જોઈએ.
  • નિયમિત વ્યાયામ કરવું, પૂરતા પ્રમાણમાં ઊંઘ કરવી.
  • જો ચિંતા વધુ થતી હોય તો થોડો આરામ કરી લેવું.
  • કામને વહેંચી દેવું અને પ્રાથમિકતા નક્કી કરી લેવી.
  • યોગ એક્સપર્ટની સલાહ લઈને ઘરે જ નાના નાના યોગ કરવા.
  • અન્ય વ્યક્તિઓની વાત પર પ્રતિક્રિયા આપવા કરતા શાંત રહેવું.
  • વધુ પરફેક્ટ બનવાના ઓછા પ્રયાસ કરવા.
  • કોઈ એક જ ઘટનાને વારંવાર યાદ ન કરવી.
  • પોતાની નબળાઈઓ અંગે વધુ વિચારવાને બદલે તેને દૂર કરવાના પ્રયાસ કરવા.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ