ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વિશ્વ / અન્ય જિલ્લા / અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા, ગોળી મારી મોતને ઘાટ ઉતારાઈ

ગુજરાત / અમેરિકામાં વધુ એક ગુજરાતી મહિલાની હત્યા, ગોળી મારી મોતને ઘાટ ઉતારાઈ

Published By: Nidhi Panchal

Last Updated: 11:45 PM, 25 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં વસતા ગુજરાતી પરિવારોની સુરક્ષાને લઈને ફરી ચિંતા ઊભી કરનાર ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામની મેઘના પટેલની ગોળી મારી હત્યા થતાં વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ADVERTISEMENT

અમેરિકામાં વસતા પ્રવાસી ગુજરાતીઓની સુરક્ષાને લઈને ફરી એકવાર ચિંતાજનક ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની મૂળ વતની મેઘના પટેલની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સ દ્વારા કરાયેલા આ હુમલાને લઈને અમેરિકામાં વસતા ભારતીય પરિવારોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે.

america

પરિવાર સાથે લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી

મળતી માહિતી મુજબ, મેઘના પટેલ પોતાના પરિવાર સાથે લાંબા સમયથી અમેરિકામાં સ્થાયી થયા હતા. તેઓ ત્યાં પરિવાર સાથે સામાન્ય જીવન જીવતા હતા, ત્યારે અચાનક બનેલી આ દુઃખદ ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. પ્રાથમિક માહિતી અનુસાર, કોઈ અજાણ્યા શખ્સે તેમની પર ગોળીબાર કર્યો હતો, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

ક્યા કારણોસર હત્યા કરવામાં આવી તે હજી નથી સ્પષ્ટ

હુમલાખોરે કયા કારણોસર ગોળીબાર કર્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે અને આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જોકે, ઘટનાના કારણો હજુ રહસ્યમય બન્યા છે.

મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામમાં પહોંચતા

આ ઘટનાના સમાચાર મહેસાણા જિલ્લાના જંત્રાલ ગામમાં પહોંચતા જ સમગ્ર ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. ગામલોકો અને સગાસંબંધીઓએ આ ઘટનાને લઈને ભારે દુઃખ વ્યક્ત કર્યું છે. ઘણા લોકોનું કહેવું છે કે મેઘના પટેલ ખૂબ જ સરળ અને પરિવારપ્રેમી સ્વભાવ ધરાવતા હતા. અચાનક થયેલી તેમની હત્યાએ સૌને આઘાતમાં મૂકી દીધા છે.

આ પણ વાંચો : સંકટ ખુબ મોટું છે! નિર્મલા સીતારમણે કહ્યું કે સરકારનું હાલમાં '3 Fs' પર ફોક્સ, આ ફોર્મ્યુલા શું છે જાણો

ગુજરાતી પરિવારો સાથે બનતી ગુનાહિત ઘટનાઓમાં વધારો

છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો સાથે બનતી ગુનાહિત ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ઘટનાએ ફરી એકવાર વિદેશમાં વસતા ગુજરાતીઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા કર્યા છે. પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Woman Murdered America Crime News Mehsana News

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ