બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup Final: Virat Kohli creates history in World Cup, breaks records of legends including Ricky Ponting, Sangakkara

World Cup 2023 / વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રિકી પોન્ટિંગ, સંગાકારા સહિતના દિગ્ગજોના રેકોર્ડ તોડી નાખ્યા

Pravin Joshi

Last Updated: 05:03 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડ કપમાં ઐતિહાસિક સિદ્ધિ નોંધાવીને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

  • વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ઈતિહાસ રચ્યો
  • ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો 
  • કોહલી ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને પહોંચ્યો 


ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ઈતિહાસ રચ્યો છે. વર્લ્ડ કપમાં ઐતિહાસિક સિદ્ધિ નોંધાવીને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખથી વધુ દર્શકો વચ્ચે એક ખૂબ જ ખાસ અને મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે.

 

વિરાટ કોહલીએ વર્લ્ડ કપમાં ઈતિહાસ રચ્યો હતો

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં 3 રન બનાવીને એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ફાઈનલ મેચમાં 3 રન બનાવીને વિરાટ કોહલી ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપમાં પોતાના કુલ 1767 રન પૂરા કરી લીધા છે. આ કરીને વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો છે અને ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને પહોંચી ગયો છે. ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ભારતના મહાન બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર ટોપ પર છે.

 

સચિન તેંડુલકરનો સર્વોચ્ચ સ્કોર 2278 રન છે

સચિન તેંડુલકરે ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ 2278 રન બનાવ્યા છે. હાલમાં આ યાદીમાં વિરાટ કોહલી 1767 રન સાથે ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ 1743 રન સાથે ત્રીજા સ્થાને છે. ચોથા નંબર પર ભારતીય કેપ્ટન રોહિત શર્મા હાજર છે. રોહિત શર્માએ વનડે વર્લ્ડ કપના ઈતિહાસમાં 1575 રન બનાવ્યા છે.

ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

1. સચિન તેંડુલકર (ભારત) – 2278 રન

2. વિરાટ કોહલી (ભારત) – 1767 રન

3. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) - 1743 રન

4. રોહિત શર્મા (ભારત) - 1575 રન

5. કુમાર સંગાકારા (શ્રીલંકા) - 1532 રન

ICC ફાઇનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન

  • વિરાટ કોહલી (ભારત) 321*
  • કુમાર સંગાકારા (શ્રીલંકા) 320
  • મહેલા જયવર્દને (શ્રીલંકા) 270
  • એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા) 262
  • રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) 247
  • કેન વિલિયમસન (ન્યુઝીલેન્ડ) 227
  • વિવ રિચર્ડ્સ (વેસ્ટ ઈન્ડિઝ) 176
  • ગૌતમ ગંભીર (IND) 172

વર્લ્ડ કપમાં સતત પાંચ વખત 50+ રન બનાવનાર બેટ્સમેન

2015, સ્ટીવન સ્મિથ (5)
2019, વિરાટ કોહલી (5)
2023, વિરાટ કોહલી (5)

આ પહેલા વિરાટ કોહલી વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો હતો. આ સિવાય કોહલી રિકી પોન્ટિંગને પાછળ છોડીને વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન પણ બન્યો છે. પોન્ટિંગે 37 મેચમાં 1775 રન બનાવ્યા હતા. તે જ સમયે, વિશ્વ કપના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન સચિન તેંડુલકર છે. તેંડુલકરે વર્લ્ડ કપમાં 2278 રન બનાવ્યા હતા. વર્લ્ડકપ ફાઈનલની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી રોહિત શર્માએ 47 રન જ્યારે ગીલે 4 રન બનાવ્યા હતા. આ સિવાય શ્રેયસ અય્યર પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર 4 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. બીજી તરફ જો આપણે 2023 વર્લ્ડ કપ ફાઈનલની વાત કરીએ તો તે મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ 125 રનથી હરાવ્યું હતું. આ વખતે જોવાનું એ રહેશે કે ભારતીય ટીમ 20 વર્ષ બાદ તે હારનો બદલો લેવામાં સક્ષમ છે કે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ