ICC ODI વર્લ્ડ કપમાં ભારત કઈ ટીમ સાથે ક્રિકેટના મેદાનમાં ઉતરશે?
અક્ષર પટેલને એશિયા કપ દરમિયાન ઈજા થઈ હતી
ICC ODI વર્લ્ડ કપમાં ભારત કઈ ટીમ સાથે ક્રિકેટના મેદાનમાં ઉતરશે તે બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. વર્લ્ડ કપ માટે 28 સપ્ટેમ્બર ભારતીય ટીમની ફાઈનલ જાહેરાત કરવામાં આવશે.
ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી વન ડે વર્લ્ડ કપ રમવામાં આવશે. ઓલરાઉન્ડર અક્ષર પટેલને એશિયા કપ દરમિયાન ઈજા થઈ હતી. ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે ભારતીય ટીમમાં આર.અશ્વિનની પસંદગી કરવામાં આવતા લોકો હેરાન રહી ગયા છે. ICC ODI વર્લ્ડ કપમાં અક્ષર પટેલની જગ્યાએ આર.અશ્વિનને સ્થાન આપવામાં આવી શકે છે.
ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ પહેલા વર્લ્ડ કપ ટીમમાં ફેરફારનો ઈશારો આપ્યો છે. રાહુલ દ્રવિડે જણાવ્યું છે કે, “હું એવું નહીં કહું કે, આ તેના (અશ્વિન) માટે ટ્રાયલ છે. આર.અશ્વિન કેવું રમે છે, તેની જાણકારી છે. આર.અશ્વિન પાસે આ ફોર્મેટમાં રમવાની તક છે, અમે તેને માત્ર 2-3 મેચ રમવાની તક આપવા માંગીએ છીએ.
રાહુલ દ્રવિડનો ખુલાસો
વર્લ્ડ કપ માટે ભારતી ટીમમાં આર.અશ્વિનના સ્થાન બાબતે રાહુલ દ્રવિડ મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. કોચ રાહુલ દ્રવિડ જણાવે છે કે, ‘જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય અને અશ્વિન જેવો ખેલાડી છે, તો અમે કોના પર વિશ્વાસ કરી શકીએ. આર.અશ્વિને ઘણા સમયથી 50 ઓવરની મેચ રમી નથી. તેથી તેની પાસે આ ખુદને ચકાસવાની તક છે.’ રાહુલ દ્રવિડના આ નિવેદન પરથી સ્પષ્ટરૂપે જણાઈ રહ્યું છે કે, વર્લ્ડ કપ માટેની ટીમમાં આર.અશ્વિનને સ્થાન આપવામાં આવી શકે છે.
આઠમાં નંબરે બેટીંગ
રાહુલ દ્રવિડે વધુમાં જણાવ્યું છે કે, ‘અશ્વિન જેવો ખેલાડી તમને અનુભવ આપે છે. આઠમાં નંબરે બેટીંગ કરવાથી તેનું યોગદાન આપવાની ક્ષમતા જાણી શકાશે. એક એવો ખેલાડી જેને તક આપવાનું હંમેશા વિચાર્યું છે, જે અમારી યોજનાનો એક નિશ્ચિતપણે ભાગ છે.’