બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Double century hitter Glenn Maxwell fears this Indian bowler, says he is the toughest to play against

World Cup 2023 / ડબલ સેન્ચુરી ફટકારનાર ગ્લેન મેક્સવેલને ભારતના આ બોલરથી લાગે ડર, કહ્યું તેની સામે રમવું સૌથી અઘરું

Megha

Last Updated: 01:21 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્લેન મેક્સવેલે કહ્યું કે, 'મોહમ્મદ શમીનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે. તેનો બોલ જે રીતે સ્વિંગ કરે છે, તેને રમવું ખૂબ મુશ્કેલ છે. કોઈપણ બોલિંગ કરી શકે છે પરંતુ શમીની જેમ નહીં.'

  • ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે શમીને લઈને નિવેદન આપ્યું 
  • મોહમ્મદ શમીનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે
  • ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ કપ 2023ની સર્વશ્રેષ્ઠ બોલિંગ લાઇનઅપ છે

ઓસ્ટ્રેલિયા અને ભારત બંને વર્લ્ડ કપ 2023 માટે ક્વોલિફાય થઈ ગયા છે. ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે માત્ર 4 મેચમાં પોતાના ઘાતક પ્રદર્શનથી વિરોધી બેટ્સમેનોને ચોંકાવી દીધા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે શમીને લઈને નિવેદન આપ્યું છે. 

મેક્સવેલે અસંભવ જણાતી જીતને શક્ય બનાવી હતી
અફઘાનિસ્તાન સામેની લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલે અસંભવ જણાતી જીતને શક્ય બનાવી હતી. તેણે એકલા હાથે ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડી અને સેમીફાઈનલની ટિકિટ મેળવી હતી. આ મેચમાં 292 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના 7 બેટ્સમેન 91 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા. મેક્સવેલે 128 બોલમાં અણનમ બેવડી સદી ફટકારીને 201 રન બનાવ્યા હતા. જેમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. 

શું મેક્સવેલ શમીથી ડરે છે?
ગ્લેન મેક્સવેલે તાજેતરમાં એક પોડકાસ્ટમાં કહ્યું, 'મોહમ્મદ શમીનો સામનો કરવો ખૂબ જ મુશ્કેલ છે. તેનો બોલ જે રીતે સ્વિંગ કરે છે, તેને રમવું ખૂબ મુશ્કેલ છે. કોઈપણ બોલિંગ કરી શકે છે પરંતુ શમીની જેમ નહીં. ટીમ ઈન્ડિયાના બોલરોના વખાણ કરતા મેક્સવેલે કહ્યું, 'ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ કપ 2023ની સર્વશ્રેષ્ઠ બોલિંગ લાઇનઅપ છે. સિરાજ, શમી, બુમરાહ નવા બોલ સાથે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

શમી ઘાતક ફોર્મમાં છે
મોહમ્મદ શમી સામે સૌથી મોટા બેટ્સમેન પણ તેના બોલનો સામનો કરતી વખતે ચિંતિત થઈ જાય છે. તેણે અત્યાર સુધી માત્ર 4 મેચ રમી છે જેમાં તે 16 બેટ્સમેનોનો શિકાર કરવામાં સફળ રહ્યો છે. તેણે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા સામે પણ 5-5 વિકેટ લીધી છે. ઈંગ્લેન્ડ સામે પણ 4 બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જો સેમિફાઇનલમાં પણ તેનું પ્રદર્શન ચાલુ રહેશે તો ભારતને ફાઇનલમાં પહોંચતા કોઇ રોકી શકશે નહીં.
=

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ