બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / World Cup 2023 Attacking Bangladesh and Shakib Al Hasan, Sri Lanka's Angelo Mathews said, 'So low

ક્રિકેટ / બાંગ્લાદેશ અને શાકિબ અલ હસન પર કટાક્ષ કરતાં શ્રીલંકાના Angelo Mathews કહ્યું, 'આટલી હદે નીચતા....'

Megha

Last Updated: 08:27 AM, 7 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુઝને સમયસર ક્રિઝ પર ન પહોંચવાને કારણે આઉટ આપવામાં આવ્યો હતો, જેના પર મેથ્યુઝે કહ્યું કે, મેં ક્યારેય કોઈ ટીમને આટલી હદે નીચતા કરતા નથી જોઈ

  • શ્રીલંકાના એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ કરવામાં આવ્યો
  • એન્જેલો મેથ્યુઝે બાંગ્લાદેશ અને શાકિબ અલ હસનની ટીકા કરી
  • કહ્યું મેં ક્યારેય કોઈ ટીમને આટલી હદે નીચતા કરતા નથી જોઈ 

ICC ODI વર્લ્ડ કપ 2023 ની 38મી મેચ શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી અને બાંગ્લાદેશે ત્રણ વિકેટથી આ મેચ જીતી લીધી હતી. આ મેચ હાર્યા બાદ શ્રીલંકા ચાલુ ટુર્નામેન્ટમાં સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે. જો કે, આ મેચ શ્રીલંકાના ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુસના આઉટ થવાના કારણે સમાચારોમાં રહી છે. 

એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ કરવામાં આવ્યો
શ્રીલંકાના બેટ્સમેન એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ કરવામાં આવ્યો એટલે કે સમયસર ક્રિઝ પર ન પહોંચવાને કારણે આઉટ આપવામાં આવ્યો હતો, જેના કારણે હોબાળો થયો હતો. મેચ બાદ મેથ્યુઝે બાંગ્લાદેશની ટીમ અને ટીમના કેપ્ટન શાકિબ અલ હસન પર આકરા પ્રહાર કર્યા હતા.

મેં ક્યારેય કોઈ ટીમને આટલી હદે નીચતા કરતા નથી જોઈ 
એન્જેલો મેથ્યુઝે કહ્યું હતું કે"હું 15 વર્ષથી રમી રહ્યો છું, મેં ક્યારેય કોઈ ટીમને આ સ્તરે જતી જોઈ નથી. તે શાકિબ અલ હસન અને બાંગ્લાદેશ માટે શરમજનક બાબત હતી, જો તેઓ આવું ક્રિકેટ રમવા માંગતા હોય તો તેમાં કંઇક ખોટું છે. માત્ર અપમાનજનક છે. આજ સુધી મને શાકિબ માટે ઘણું માન હતું, પરંતુ આ કિસ્સા બાદ એ માન તેને ગુમાવી દીધું છે, બાંગ્લાદેશ હતું તેથી આવું થયું, મને નથી લાગતું કે અન્ય કોઈ ટીમે આવું કર્યું હશે."

સમય પૂરો થાય તે પહેલા જ તૈયાર હતો
આગળ એન્જેલો મેથ્યુઝે કહ્યું કે "મારી પાસે ક્રિઝ પર પહોંચવા અને મારી જાતને તૈયાર કરવા માટે બે મિનિટનો સમય હતો, જે મેં કર્યું." મેથ્યુસ સમયસર ક્રિઝ પર પહોંચી ગયો હતો. પરંતુ આ પછી તેના હેલ્મેટનો પટ્ટો તૂટી ગયો. આ વિશે એમને કહ્યું કે 'મારું હેલ્મેટ તૂટી ગયા પછી પણ મારી પાસે હજુ પાંચ સેકન્ડ બાકી હતી.અમે તેના પુરાવાના વિડીયો જલ્દી જ તમને બતાવશું"

અમારું સન્માન કરશે તો અમે તેમનું સન્માન કરીશું
બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ બાદ ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા ન હતા. એન્જેલો મેથ્યુઝે આ અંગે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે ખેલાડીઓએ હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેઓ માનતા હતા કે વિપક્ષી ટીમ તેમની અપીલ પાછી ખેંચવાનો ઇનકાર કરીને તેમનું અને રમતની ભાવનાનું સન્માન કરતી નથી. એન્જેલો મેથ્યુઝે કહ્યું કે જો તેઓ અમારું સન્માન કરશે તો અમે તેમનું સન્માન કરીશું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ