બ્રેકિંગ ન્યુઝ
VTV / world biggest plasma therapy trials in maharashtra will save thousands life of covid 19 patients
Bhushita
Last Updated: 01:43 PM, 29 June 2020
ADVERTISEMENT
મહારાષ્ટ્ર સરકારે ફાળવ્યું 70 કરોડ રૂપિયાનું બજેટ
ADVERTISEMENT
મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં પહેલા પ્લાઝમા થેરાપી સફળ રહી હતી. બાદમાં મુંબઇમાં જ બીવાઇએલ નાયર હોસ્પિટલમાં પ્રયોગ કરાયો. અને સતત ટ્રાયલ સફળ રહ્યાં. મહારાષ્ટ્ર સરકારે પ્લાઝમા થેરાપી ટ્રાયલ માટે 70 કરોડનું બજેટ ફાળવ્યું છે. તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ 16.65 કરોડ રૂપિયા ફાળવ્યા છે. જેથી બીજા લોકોની સારવાર કરી શકાય.
ટ્રાયલ સમયે ફ્રીમાં થશે સારવાર
ટ્રાયલ સમયે જે દર્દીઓની પ્લાઝમા થેરાપી કરવામાં આવશે તેમને ફ્રીમાં ટ્રીટમેન્ટ આપવામાં આવશે. જાણકારીના આધારે મોટી સંખ્યામાં લોકોને પ્લાઝમા ડોનેટ કર્યા છે અને સાથે તેમને કોઈ નબળાઈ અનુભવાશે નહીં. આ ટ્રાયલના પરિણામોની મદદથી દેશમાં ગંભીર રીતે બીમાર કોરોનાના દર્દીની સારવારમાં મદદ મળશે.
બચી શકે છે હજારો જિંદગીઓ
ટ્રાયલના કો ઓર્ડિનોટર ડો. મોહમ્મદ ફૈઝલના આધારે આવનારા 6 મહિનામાં પ્લાઝમા થેરાપી રાજ્યના લગભગ 5 હજાર ગંભીર કોરોના રોગીનો જીવ બચાવી શકે છે. આ મોટા સ્તરના ટ્રાયલના પરિણામો ભારત જેવા દેશના માટે કોરોનાની સારવારમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે.
ભારતમાં પ્લાઝમા થેરાપીનો થયો છે ઉપયોગ
ઉલ્લેખનીય છે કે આ પહેલાં ભારતમાં પ્લાઝમા થેરાપીનો ઉપયોગ કોરોનાની સારવારમાં થઈ ચૂક્યો છે. મળતી માહિતી અનુસાર પ્લાઝમા થેરાપીના મોટા સ્તરે ઉપયોગ માટે ક્લીનિકલ ટ્રાયલની જરૂર હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.