મોદી સરકારે 27 વર્ષથી અટવાયેલું મહિલા અનામત બીલને ક્લિયર કરી દીધું છે. આ બિલ સંસદના પાંચ દિવસના વિશેષ સત્રમાં રજૂ થવાનું છે, 2010માં આ બિલને પસાર કરાવવાનો સંયુક્ત પ્રયાસ થયો હતો
કેન્દ્રીય કેબિનેટે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે
આ બિલ સંસદના પાંચ દિવસના વિશેષ સત્રમાં રજૂ થવાનું છે
કોંગ્રેસ-ભાજપ જેવા મોટાપક્ષો હંમેશા બિલની તરફેણમાં રહ્યા છે
કેન્દ્રીય કેબિનેટે સોમવારે સાંજે મહિલા અનામત બિલને મંજૂરી આપી દીધી છે. હવે આ બિલ સંસદના પાંચ દિવસના વિશેષ સત્રમાં રજૂ થવાનું છે. આ બિલ લગભગ 27 વર્ષથી પેન્ડિંગ છે. ડેટા દર્શાવે છે કે લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે ઘણી રાજ્યોની વિધાનસભાઓમાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. મહિલા અનામત બિલ પસાર થતાં આ પ્રતિનિધિત્વ વધશે.
VIDEO | “Women should get reservation (in the Parliament) as there has been an active fight for equal rights for women in the country,” says AAP leader Sushil Gupta. pic.twitter.com/OPvlwovHxD
2010માં આ બિલને પસાર કરાવવાનો સંયુક્ત પ્રયાસ થયો હતો
મહિલા અનામત બિલને સંસદ દ્વારા પસાર કરાવવાનો છેલ્લો સંયુક્ત પ્રયાસ 2010માં યુપીએ સરકાર દરમિયાન થયો હતો, લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાના પગલાનો વિરોધ કરનારા કેટલાક સાંસદોને માર્શલો દ્વારા હાંકી કાઢવાની વચ્ચે રાજ્યસભાએ બિલ પસાર કર્યું હતું, પરંતુ તે લોકસભામાં અટકી ગયો. નીચલા ગૃહે તે પસાર કર્યું ન હતું.
કોંગ્રેસ-ભાજપ હંમેશા બિલની તરફેણમાં રહ્યા છે
મોટાપક્ષો, ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસે હંમેશા આ બિલને સમર્થન આપ્યું છે, જ્યારે અન્ય નાના પક્ષો મહિલાઓ માટે 33 ટકા અનામતની અંદર પણ પછાત વર્ગમાંથી મહિલાઓને અનામત આપવાની માંગ સાથે તેનો વિરોધ કરતા રહ્યા છે. હાલમાં લોકસભામાં 78 મહિલા સાંસદ છે, જે કુલ 543ની સંખ્યાના 15 ટકાથી પણ ઓછી છે. ગયા ડિસેમ્બરમાં સરકાર દ્વારા સંસદ સાથે શેર કરવામાં આવેલા ડેટા અનુસાર રાજ્યસભામાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ લગભગ 14 ટકા છે.
VIDEO | “Our party and our leader Mamata Banerjee has been raising this demand (for women’s reservation in Parliament) for over 20 years. Even without the bill, she has sent more that 33 per cent women to the Parliament,” says TMC leader Kakoli Ghosh Dastidar. pic.twitter.com/FUHRTs7FLX
મહિલા અનામત બિલમાં શું જોગવાઈ
મહિલા અનામત બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભામાં 33 ટકા એટલે કે એક તૃતિયાંશ સીટો મહિલાઓ માટે અનામત રાખવાનો પ્રસ્તાવ છે. આ બિલમાં એસસી, એસટી અને એંગ્લો-ઇન્ડિયન્સ માટે 33 ટકા ક્વોટાની અંદર સબ-રિઝર્વેશનનો પણ પ્રસ્તાવ છે. બિલમાં દરખાસ્ત કરવામાં આવી છે કે દરેક સામાન્ય ચૂંટણી પછી અનામત બેઠકો ફેરવવી જોઈએ. અનામત બેઠકો રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના જુદા જુદા મતવિસ્તારોમાં રોટેશન દ્વારા ફાળવી શકાય છે. આ સુધારા કાયદાના અમલના 15 વર્ષ બાદ મહિલાઓ માટે બેઠકોની અનામતનો અંત આવશે.
બીલ 27 વર્ષથી પેન્ડિંગ
લગભગ 27 વર્ષથી પેન્ડિંગ મહિલા અનામત બિલ હવે સંસદના ટેબલ પર આવશે. લોકસભામાં મહિલા સાંસદોની સંખ્યા 15 ટકાથી ઓછી છે, જ્યારે રાજ્ય વિધાનસભામાં તેમનું પ્રતિનિધિત્વ 10 ટકાથી ઓછું છે. આ મુદ્દે છેલ્લું પગલું 2010માં ભર્યું હતું, જ્યારે રાજ્યસભાએ હોબાળા વચ્ચે ખરડો પસાર કર્યો હતો અને માર્શલોએ કેટલાક સાંસદોને હાંકી કાઢ્યા હતા, જેમણે મહિલાઓ માટેના 33 ટકા ક્વોટાનો વિરોધ કર્યો હતો. જો કે લોકસભા દ્વારા બિલ પાસ ન થઇ શકવાના કારણે તેને રદ્દ કરી દેવામાં આવ્યું હતું.
મહિલા આરક્ષણ બિલનો ઈતિહાસ
યુપીએ શાસન દરમિયાન 2008 અને 2010માં નિષ્ફળ પ્રયાસો પહેલા પણ આ મુદ્દાનો એક ચકાચક ઈતિહાસ રહ્યો છે, કારણ કે 1996, 1998 અને 1999માં સમાન બિલ રજૂ કરવામાં આવ્યા હતા.ગીતા મુખર્જીની અધ્યક્ષતાવાળી સંયુક્ત સંસદીય સમિતિએ 1996ના બિલની તપાસ કરી હતી અને સાત ભલામણો કરી હતી.આમાંથી પાંચનો 2008ના બિલમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં એંગ્લો ઈન્ડિયન્સ માટે 15-વર્ષનો આરક્ષણ સમયગાળો અને પેટા આરક્ષણનો સમાવેશ થાય છે.
SP, RJD અને JDU એ 2008ના બિલનો જોરદાર વિરોધ કર્યો હતો. SP, RJD અને JD(U) એ તેનો સખત વિરોધ કર્યો હતો.આ પક્ષોએ બિલમાં ઓબીસી મહિલાઓ માટે આડી અનામતની પણ માંગ કરી હતી.સંસદમાં થયેલા હોબાળા બાદ, 2008ના બિલને સંસદની કાયદા અને ન્યાયની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું, પરંતુ સમિતિ સર્વસંમતિ સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.
ઓબીસી મહિલાઓ માટે આરક્ષણના મુદ્દા પર, સમિતિએ કહ્યું કે "હાલમાં બિલ પસાર થવાના સમયે, સરકાર દ્વારા કોઈપણ વિલંબ કર્યા વિના યોગ્ય સમયે અન્ય તમામ મુદ્દાઓ પર વિચારણા કરવામાં આવી શકે છે."જણાવી દઈએ કે મહિલા આરક્ષણ બિલ પાસ કરવા માટે સરકારને સંસદના દરેક ગૃહમાં બે તૃતિયાંશ બહુમતની જરૂર પડશે.
જુની સંસદથી નવી સંસદ સુધી હાથમાં બંધારણની કોપી લઈને પગપાળા જશે પીએમ મોદી
નવી સંસદમાં કાર્યવાહી શરૂ થવાનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. બપોરે 1.15 વાગ્યે લોકસભાની અને 2.15 કલાકે રાજ્યસભાની બેઠક મળશે. સંસદના વિશેષ સત્રના બીજા દિવસે મંગળવારે નવા સંસદ ભવનમાં લોકસભા અને રાજ્યસભા કામ કરશે. સોમવારે, બંને ગૃહોએ 'બંધારણ સભાથી અત્યાર સુધીની 75 વર્ષની સંસદીય યાત્રા - સિદ્ધિઓ, અનુભવો, યાદો અને પાઠ' વિષય પર ચર્ચા કરી હતી. આ ચર્ચા પૂર્ણ થવા પર રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જાહેરાત કરી હતી કે, આગામી બેઠક નવા સંસદ ભવનમાં થશે. બિરલાએ સોમવારે ગૃહ મુલતવી રાખ્યું હતું અને જાહેરાત કરી હતી કે ગૃહની આગામી બેઠક મંગળવારે બપોરે 1.15 વાગ્યે શરૂ થશે.