બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Women's Health: Iron deficiency, just follow these tips
Last Updated: 04:49 PM, 1 December 2023
ADVERTISEMENT
આયર્ન એક એવું રાસાયણિક તત્વ છે જે આપણાં શરીર માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. તે હિમોગ્લોબીનનો એક મહત્વપૂર્ણ ઘટક છે. તે લાલ રક્ત કોશિકાઓમાં જોવા મળતું પ્રોટીન છે, જે સમગ્ર શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે. દર મહિને મહિલાઓને પેરિયડ્સ આવે છે જેના લીધે તેમના શરીરમાં આયર્નનું સ્તર ઘટવા લાગે છે. આવી સ્થિતિમાં મહિલાને ખોવાયેલું આયર્ન મેળવવાં માટે વધુ પ્રમાણમાં આયર્નની જરૂર પડે છે. તે સિવાય પણ ગર્ભના વિકાસ માટે અને ગર્ભાવસ્થા વખતે મહિલાના શરીરમાં લોહી વધારવા માટે પણ આયર્નની જરૂર હોય છે. ડૉક્ટરના કહ્યા મુજબ 19-50 વર્ષની મહિલાઓને દરરોજ 18 મિલિગ્રામ આયર્નની જરૂર પડે છે, જ્યારે આ જ ઉંમરમાં પુરુષોમાં માત્ર 8 મિલિગ્રામ આયર્નની જરૂર પડે છે. નિષ્ણાતોનું એવું કહેવું છે કે આયર્નની ઉણપ ત્યારે જ થાય છે જ્યારે તમે ઓછી માત્રામાં આયર્નનું સેવન કરતાં હોય, અથવા જ્યારે તમારું શરીર આયર્નને સરખી રીતે શોષતું નથી.
ADVERTISEMENT
આયર્નની ઉણપને પુરી કરવા માટેનાં ઉપાય:
આયર્નથી ભરપૂર ખોરાક ખાઓ
શરીરમાં આયર્નની ઉણપને દૂર કરવા માટે આયર્નથી ભરપૂર ખોરાકનું સેવન કરવું જોઈએ. જેમ કે લીન પ્રોટીન, સીફૂડ, કઠોળ, દાળ, ટોફુ, પાલક, કેળાં, બ્રોકોલી, વગેરે.
ADVERTISEMENT
આયર્નથી ભરપૂર વસ્તીઓ અને વિટામિન C
આયર્નથી ભરપૂર વસ્તુઓનું સેવન જ્યારે વિટામિન C થી ભરપૂર વસ્તુ સાથે કરવામાં આવે, ત્યારે શરીરમાં આયર્નનું યોગ્ય શોષણ થઈ શકે છે.
આ વસ્તુઓનું ઓછું સેવન કરો
ચા-કોફી જેવી વસ્તુઓનું ઓછું સેવન કરો, આ વસ્તુઓ શરીરમાં આયર્નનું યોગ્ય શોષણ અટકાવે છે. આ વસ્તુઓની સાથે આયર્ન વાળી વસ્તુઓનું સેવન ના કરો.
ADVERTISEMENT
લોઢાંના વાસણોમાં રાંધો ખોરાક:
એવું માનવામાં આવે છે કે ખાટી વસ્તુને લોઢાંના વાસણમાં રાંધવાથી તમારા ભોજનમાં આયર્નની માત્રા વધે છે.
આયર્ન સપ્લીમેન્ટ્સ:
ઘણા કિસ્સાઓમાં મહિલાઓને આયર્ન સપ્લીમેન્ટ્સ લેવાનું કહેવામાં આવે છે, ખાસ કરીને ગર્ભાવસ્થા સમયે, અથવા જ્યારે શરીરમાં આયર્નની વધુ ઉણપ હોય. આયર્ન સપ્લીમેન્ટ્સ લેતા પહેલા ડોક્ટરનું માર્ગદર્શન જરૂરથી લેવું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.