બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / Women's cricket India defeated England, recorded the biggest win in test cricket history

ક્રિકેટ / ભારતની મહિલા ક્રિકેટ ટીમે લહેરાવ્યો પરચમ: ટેસ્ટના ઈતિહાસની સૌથી મોટી જીત, બની ગયો વર્લ્ડરેકૉર્ડ

Megha

Last Updated: 03:05 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

479 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 27.3 ઓવરમાં 131 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. મહિલા ટેસ્ટ ઈતિહાસમાં કોઈપણ ટીમની આ સૌથી મોટી જીત છે.

  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડને મોટા અંતરથી હરાવ્યું 
  • મહિલા ટેસ્ટ ઈતિહાસમાં કોઈપણ ટીમની આ સૌથી મોટી જીત છે
  • દીપ્તિએ બેટિંગમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો

IND vs ENG Women's Test Match : ભારતીય મહિલા ક્રીકટ ટીમે નવી મુંબઈના ડીવાઇ પાટિલ સ્પોર્ટ્સ એકેડમીમાં રમવામાં આવેલ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 347 રનના વિશાળ અંતરથી હરાવી દીધું હતું. આ મહિલા ટેસ્ટ ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. 479 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 27.3 ઓવરમાં 131 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. 

ભારતે તેની પ્રથમ ઇનિંગમાં તમામ વિકેટ ગુમાવ્યા બાદ 428 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી દીપ્તિ શર્મા, શુભા સતીશ, યસ્તિકા ભાટિયા અને જેમિમાહ રોડ્રિગ્ઝે અડધી સદી ફટકારી હતી. જવાબમાં ઈંગ્લિશ ટીમ માત્ર 35.3 ઓવર રમીને 136 રનમાં સમેટાઈ ગઈ હતી. મજબૂત લીડ મેળવી ચૂકેલી ટીમ ઈન્ડિયાએ 186/6ના સ્કોર પર બીજી ઇનિંગ પૂરી કરી હતી.  મેચની ચોથી ઈનિંગમાં ઈંગ્લેન્ડની ટીમ સસ્તામાં આઉટ થઈ ગઈ હતી.

દીપ્તિએ બેટિંગમાં પોતાનો સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવ્યો હતો
દીપ્તિ એ પ્રથમ દાવમાં 113 બોલમાં 67 રન બનાવ્યા. આ દરમિયાન તેણે સ્નેહ રાણા સાથે 92 રનની ભાગીદારી પણ કરી હતી. આ ઇનિંગમાં તેણે 10 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી. દીપ્તિની ટેસ્ટ કારકિર્દીમાં આ ત્રીજી અડધી સદી હતી. આ સાથે આ તેની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ હતી. બીજી ઇનિંગમાં તે 18 બોલમાં 20 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

દિપ્તીએ મેચમાં કુલ 9 વિકેટ લીધી
બેટથી શાનદાર પ્રદર્શન કરનાર દીપ્તિએ ઈંગ્લેન્ડની પ્રથમ ઈનિંગ દરમિયાન 5 વિકેટ લીધી હતી. તે ઈંગ્લેન્ડ સામે બીજી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ભારતીય મહિલા બોલર બની ગઈ છે. સાથે જ બીજા દાવમાં 4 વિકેટ ઝડપી હતી. દીપ્તિ ટેસ્ટ ઇનિંગ્સમાં અડધી સદી સાથે 5 વિકેટ લેનારી બીજી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. આવી સિદ્ધિ મેળવનાર તે માત્ર બીજી ભારતીય બની હતી. દિપ્તી શર્માને તેના ઓલરાઉન્ડર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો. 

ભારતીય ટીમે આ રેકોર્ડ બનાવ્યા છે 
એકમાત્ર ટેસ્ટના પ્રથમ દિવસે ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 410 રન બનાવ્યા હતા. મહિલા ટેસ્ટ મેચના એક જ દિવસમાં 400થી વધુ રન બનાવનારી ભારત ઇતિહાસમાં બીજી ટીમ બની છે. આ પહેલા ઈંગ્લેન્ડે પણ એકવાર આવું કર્યું હતું. ભારતે પ્રથમ દાવમાં 428 રન બનાવ્યા હતા. ટેસ્ટ ઈતિહાસમાં ભારતીય મહિલા ટીમનો આ બીજો સર્વોચ્ચ સ્કોર હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ