મહિલા અનામત બિલ બાબતે તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી મહિલા અનામત બિલ કાયદો બની જશે. જે માટે જનગણના અને પરિસીમનનું કામ કરવામાં આવશે.
મહિલા અનામત બિલ બાબતે તમામ લોકોમાં ખુશી જોવા મળી
રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી મહિલા અનામત બિલ કાયદો બની જશે
બિલ પસાર થયા પછી બંને સદન અનિશ્ચિતકાળ માટે સ્થગિત
મહિલા અનામત બિલ બાબતે તમામ લોકોમાં ખુશી જોવા મળી રહી છે. લોકસભામાં મહિલા અનામત બિલ પસાર થયા પછી રાજ્યસભામાં પણ સર્વસંમતિથી આ પસાર કરવામાં આવ્યું છે. આ બિલના સમર્થનમાં 214 વોટ નાખવામાં આવ્યા. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી મહિલા અનામત બિલ કાયદો બની જશે. તે પહેલા જનગણના અને પરિસીમનનું કામ કરવામાં આવશે. ઉચ્ચ સદનમાં આ બિલ પસાર થયા પછી બંને સદન અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યા છે. નિષ્ણાંતો અનુસાર મહિલા અનામત બિલે હજુ ઘણું લાંબુ અંતર કાપવાનું છે. ભારતની 69 કરોડ મહિલાઓને આશા છે કે, હવે રાજનીતિમાં પણ મહિલાઓની ભાગીદારીમાં વધારો થશે.
લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓને હોરિઝન્ટલ અને વર્ટિકલ અનામત આપવામાં વશે, જે SC-ST કેટેગરી પર લાગુ થશે. ભારતમાં 95 કરોડ રજિસ્ટર્ડ મતદાતા છે, જેમાંથી અડધી સંખ્યા મહિલાઓને છે. મહિલાઓ સંસદમાં 15 ટકા અને રાજ્ય વિધાનસભામાં 10 ટકા ભાગીદારી ધરાવે છે. રાજ્યસભા અને રાજ્ય વિધાન પરિષદમાં મહિલાઓ માટે 33 ટકા અનામત લાગુ નહીં થાય.
Had the honor of meeting our dynamic women MPs who are absolutely thrilled at the passage of the Nari Shakti Vandan Adhiniyam.
It is gladdening to see the torchbearers of change come together to celebrate the very legislation they have championed.
2024ની ચૂંટણી પછી જનગણના થશે
કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે રાજ્યસભામાં જમાવ્યું છે કે, યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા પછી સંવિધાન (128મું સંશોધન) બિલ, 2023 લાગુ કરવામાં આવશે. જનગણનામાં સામાજિક અને આર્થિક માપદંડો સાથે સંબંધિત ડેટા એકત્ર કરવાનો રહે છે, તેથી કર્મચારીઓ માટે જનગણનાનું કામ કરવું તે સરળ નથી. સરકાર મહિલા અનામત બિલ લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે. મહિલાઓને કઈ સીટ મળશે, તે પરિસીમન આયોગ નક્કી કરશે. વર્ષ 2021માં કોરોના મહામારીને કારણે જનગણના થઈ શકી નથી. વર્ષ 2024ની ચૂંટણી પછી જનગણના કરવામાં આવશે.
રાજ્યસભામાં અનામત આપવી સંભવ નથી
નાણામંત્રી નિર્મલા સીતારમણ જણાવે છે કે, આ બિલ મહિલાઓને લોકસભામાં સીટ માટે અનામતની જોગવાઈ કરે છે. કેટલાક સભ્યો પાસેથી જાણવા મળ્યું છે કે, મહિલાઓને રાજ્યસભામાં પણ અનામત આપવી જોઈએ. અપ્રત્યક્ષ ચૂંટણી પ્રક્રિયા અને જે પ્રકારે પ્રાથમિકતા આપવામાં આવે છે, તે પ્રકારે કોઈપણ પ્રકારની અનામત આપવી સંભવ નહીં બને.
મહિલા અનામત બિલ ક્યારે લાગુ થશે
રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે કે, ‘આ બિલ ક્યારે લાગુ કરવામાં આવશે, તેના વિશે પણ જણાવો, નહીંતર તે માત્ર એક બિલ બનીને રહી જશે. સરકાર વર્ષ 2024ની લોકસભા ચૂંટણીથી આ બિલ લાગુ કરી શકે છે.’ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું હતું કે, ‘આગામી 2024ની ચૂંટણીમાં આ અનામત લાગુ નહીં કરવામાં આવે. આગામી સરકાર ચૂંટણી પછી લોકસભા અને રાજ્ય વિધાનસભામાં મહિલાઓ માટે અનામતની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે જનગણના અને પરિસીમન કરવામાં આવશે.’
મહિલા અનામત બિલ કઈ પ્રક્રિયામાંથી પસાર થશે?
મહિલા અનામત બિલમાં લોકસભા અને રાજ્ય વિધાનસભા તથા દિલ્હીની વિધાનસભામાં મહિલાઓ માટે ત્રીજા ભાગની સીટ અનામત રાખવામાં આવે છે. જે લોકસભા અને રાજ્ય વિધાનસભામાં SC-ST માટે અનામત સીટ પર પણ લાગુ થશે.
જનગણના પછી અનામત લાગુ થશે. જનગણનાના આધાર પર મહિલાઓ માટે સીટ આરક્ષિત કરવા માટે પરિસીમન કરવામાં આવશે. 15 વર્ષ માટે અનામત પ્રદાન કરવામાં આવશે.
સંસદ દ્વારા બનાવેલ કાયદામાં જણાવવામાં આવ્યું છે કે, તમામ પરિસીમન પછી મહિલાઓ માટે અનામત સીટનું રોટેશન કરવામાં આવશે. અનામત લાગુ કરતા પહેલા જનગણનાની સાથે સાથે પરિસીમન પણ કરવાનું રહેશે.
પરિસીમન પ્રક્રિયા શું છે?
સુપ્રીમકોર્ટના રિટાયર્ડ જજ પરિસીમન આયોગનું નેતૃત્ત્વ કરે છે, જે જનગણનાના આંકડાનું એનેલિસિસ કરે છે. આંકડાના આધાર પર નવી લોકસભા ક્ષેત્રનું સીમાંકન કરવામાં આવશે. એકવાર પરિસીમન અધિનિયમ લાગુ થયા પછી કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતામાં પરિસીમન આયોગનું ગઠન કરે છે.
આ આયોગના દેશ કાયદાકીય રીતે બાધ્યરૂપી છે. સંસદ પણ આયોગ દ્વારા જાહેર કરેલ આદેશમાં સૂચન આપી શકતી નથી. મુખ્ય ચૂંટણી આયોગનું સભ્ય શામેલ થાય છે. આ પ્રક્રિયા કોઈ રાજ્ય માટે હોય તો રાજ્યના ચૂંટણી આયોગનો પણ એક સભ્ય હોય છે.
આ આયોગ એક અસ્થાયી ગઠન છે, જેમાં કોઈપણ સ્થાયી કર્મચારી હોતો નથી. આ કારણોસર લાંબા સમય સુધી ચાલતી આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ચૂંટણી આયોગના કર્મચારીઓની મદદ લેવામાં આવે છે. તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત માટે જનગણના ડેટા એકત્ર કરવામાં આવે છે અને નવી સીમાઓનું સીમાંકન કરવામાં આવે છે. આયોગ જનસંખ્યા ડેટા, નિર્વાચન ક્ષેત્ર, સીટની સંખ્યાની તપાસ કરવામાં આવે છે. તમામ હિતધારકો સાથે બેઠક કરીને સરકારને રજૂઆત કરે છે.
સામાન્ય જનતાની પ્રતિક્રિયા મેળવવા માટે આ રિપોર્ટ ભારતના રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવે છે અને ફીડબેકનું એનેલિસિસ કરવામાં આવે છે. અંતિમ રિપોર્ટ પ્રકાશિત કરતા પહેલા યોગ્ય ફેરફાર કરવામાં આવી શકે છે. અંતિમ રિપોર્ટ પ્રકાશિત થયા પછી કોઈ ફેરફાર કરવામાં નહીં આવે. લોકસભા અને સંબંધિત વિધાનસભા સમક્ષ આદેશ રજૂ કરવામાં આવે છે, પરંતુ કોઈપણ સંશોધનની મંજૂરી નથી.
આ બિલનું મહત્ત્વ
સરકારી સૂત્રો અનુસાર વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી. ત્યારપછી વસ્તીમાં 30 ટકા વધારો થયો છે. જે માટે લોકસભાની સીટ તે જ રેશિયોમાં વદશે. હાલમાં લોકસભાની 543 સીટમાં 210 સીટ વધશે, જેથી કુલ 753 સીટ થઈ શકે છે. ચૂંટણી આયોગના સૂત્રો અનુસાર સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર લોકસભા અને વિધાનસભાની કુલ સીટમાંથી 33 ટકા સીટ મહિલાઓ માટે આરક્ષિત કરવા માટે ત્રિપલ ટેસ્ટ જરૂરી છે. જે માટે કુલ સંખ્યામાં મહિલાઓની ભાગીદારીનો સર્વે કરવામાં આવશે, જે માત્ર જનગણના પરથી જ જાણી શકાશે. વર્ષ 2024ની ચૂંટણી પછી જનગણનાનું કામ શરૂ થઈ શકે છે. જેમાં બે વર્ષનો સમય લાગશે. ત્યારપછી પરિસીમન પ્રક્રિયામાં સમય લાગી શકે છે.