બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોલીસે ફરિયાદ ન લેતા મહિલાએ કર્યો આપઘાતનો પ્રયાસ, મામલો પ્રેમ પ્રકરણનો!
Last Updated: 05:02 PM, 6 February 2026
બોટાદના રાણપુર પોલીસ સ્ટેશન બહાર મહિલા દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યો હતો.મહિલાએ દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ સ્ટેશન બહારથી મહિલાએ વીડિયો બનાવ્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પ્રેમી તથા તેના માતા-પિતાના ત્રાસ અંગે ફરિયાદ કરવા મહિલા આવી હતી. પોલીસે ફરિયાદ ન લેતા મહિલાએ આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT

પોલીસે ફરિયાદ ન લેતા મહિલાએ પગલું ભર્યું
ADVERTISEMENT
મહિલા શિવરાજ નામના યુવક સાથે ભાગી ગઈ હતી. બાદમાં મૈત્રી કરાર થયો હતો. પ્રેમી શિવરાજ પોલીસ સ્ટેશને નિવેદન માટે લાવીને ફરાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. શિવરાજ વિરૂદ્ધ ફરિયાદ લખવાની માંગ છતાં પોલીસે ફરિયાદ ન લીધી હતી. તેમજ મહિલાએ પ્રેમી શિવરાજ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચોઃ ઉમરગામની સરીગામ GIDCમાં ગેસ લીકેજ બાદ ફાયર ટીમ ઘટનાસ્થળે, બે કામદારો હોસ્પિટલાઇઝ
ADVERTISEMENT
મહિલાએ શું કહ્યુ.
મહિલાએ જણાવ્યુ હતું કે, અમે એક અઠવાડિયા પહેલા ભાગી ગયા હતા. જે બાદ શિવરાજના માતા-પિતાએ મારપીટ કરી હતી. શિવરાજે મારી જોડે મૈત્રી કરાર કર્યા હતા. જે બાદ મારી જોડે લગ્ન કર્યા અને જ્યાં પહેલા લગ્ન કર્યા હતા ત્યાં પહેલા છૂટાછેડા કરાયા. અને પછી મને ભગાડીને લઈ ગયો હતો. જે બાદ એના મિત્રના ઘરે મને રાખી હતી 1- દિવસ અમે ત્યાં હતા. પછી શિવરાજે એમ કીધું કે નિવેદન આપવા આવવાનું છે. જે બાદ રાણપુર પોલીસ ચોકી નિવેદન આપવા આવ્યા હતા. એની પહેલા મારપીટ કરી ત્યારે કોઈ પોલીસવાળાએ મારો કેસ લખ્યો ન હતો. અને સમજોતો લખ્યો હતો. અત્યારે મે વાત કરી ત્યારે પોલીસવાળાએ એમ કીધુ કે સમજોતાની વાત થઈ હતી. એટલે કેસ કે કંઈ લખાયું ન હોય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.