બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / ઉમરગામની સરીગામ GIDCમાં ગેસ લીકેજ બાદ ફાયર ટીમ ઘટનાસ્થળે, બે કામદારો હોસ્પિટલાઇઝ

દુર્ઘટના / ઉમરગામની સરીગામ GIDCમાં ગેસ લીકેજ બાદ ફાયર ટીમ ઘટનાસ્થળે, બે કામદારો હોસ્પિટલાઇઝ

Vishal Khamar

Last Updated: 02:09 PM, 6 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલ જીઆઈડીસીમાં સિનેક્સ મેટકેમ કેમિલ કંપનીમાં ગેસ લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલી સરીગામ GIDC વિસ્તારમાં આવેલી સિનેક્સ મેટકેમ (Sinex Metchem) કેમિકલ કંપનીમાં આજે ગેસ લીકેજની ગંભીર ઘટના સામે આવી છે. ગેસ લીકેજ થતાની સાથે જ કંપની પરિસરમાં ભારે ધડાકો થયો હોવાની માહિતી મળી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાના પગલે કામદારો અને સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી, જ્યારે તાત્કાલિક તંત્ર દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

દુર્ઘટનામાં 3 થી વધુ કામદારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ ઘટનાની જાણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફાયર બ્રિગ્રેડને થતા તે પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

આ પણ વાંચોઃ ''નોટિસ અપાઇ છે'', સેવન્થ ડે સ્કૂલમાં મારામારી મુદ્દે શિક્ષણમંત્રીનું મોટું નિવેદન

સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

કંપનીમાં ગેસ લીકેજ થતા ગેસ આસપાસના વિસ્તારમાં ઝડપથી ફેલાઈ જવા પામ્યો હતો. જેના કારણે ત્યાં હાજર કામદારો તેમજ ફેક્ટરીમાં કામ કરતા લોકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો ઉભી થવા પામી હતી. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gas leakage in factory Valsad , Valsad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ