ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / without loosing chat you can change your whatsapp number

વોટ્સએપ / ચેટ ગુમાવ્યા વગર બદલી શકશો વોટ્સએપ નંબર, જાણો આ છે સરળ રીત

Published By: Nikul

Last Updated: 04:28 PM, 8 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે તમારો વોટ્સએપ નંબર બદલવા માંગો છો પણ ચેટ ડિલીટ થઈ જવાની બીકે આવું નથી કરી શકી રહ્યાં તો હવે હેરાન થવાની જરુર નથી. આજે તમે જાણશો ચેટ ગુમાવ્યા વગર વોટ્સએપ નંબર બદલવાની સરળ રીત.

ADVERTISEMENT

  • સરળતાથી બદલો વોટ્સએપ રજિસ્ટર્ડ નંબર
  • ચેટ ગુમાવ્યા વગર બદલી શકાશે વોટ્સએપ નંબર
  • કોન્ટેક્ટ્સને ઓટોમેટીકલી મળશે માહિતી

 

નંબર બદલ્યો હોવાની માહિતી તમારા કોન્ટેક્ટને મળશે
વોટ્સએપ તેનાં યુઝર્સની સુવિધા માટે જરુરી તમાર ફિચર્સ ઓફર કરે છે. જેમાંથી એક છે ચેન્જ નંબર ફિચર. જેની મદદથી ચેટ ગુમાવ્યા વગર વોટ્સએપ નંબરને સરળતાથી બદલી શકાય છે. આ ફિચરની વધુ એક ખાસ બાબત છે કે યૂઝર્સ પોતાનો કોન્ટેક્ટ નંબર બદલાયો હોવાની માહિતી ઓટોમેટીકલી તેના કોન્ટેક્ટને આપી દે છે. તો જાણીએ ચેટ ગુમાવ્યા વગર કેવી રીતે સરળતાથી વોટ્સએપ નંબર બદલી શકાય છે.


જુનો નંબર વોટ્સએપ પર રજિસ્ટર્ડ હોવો જરુરી
વોટ્સએપ નંબર બદલવાની પ્રોસેસ શરુ કર્યા પહેલા ફોનમાં એક નંબર વાળુ સીમ લગાવી લો અને એ સુનિશ્ચિત કરી લો કે તે નંબર પર ફોન અને એસએમએસ રિસીવ થઈ રહ્યાં હોય. એ બાબતનું ધ્યાન જરુર રાખો કે તમારો જુનો નંબર હજુ પણ વોટ્સએપ પર રજિસ્ટર્ડ છે કે નહીં. તમે વોટ્સએપ પર પોતાના રજિસ્ટર્ડ નંબરને વોટ્સએપ સેટિંગ્સ મેન્યૂમાં પ્રોફાઇલ પર ટેપ કરીને જોઈ શકશો.

આ સ્ટેપ્સને ફોલો કરો.
- ફોનમાં વોટ્સએપ ઓપન કરો 
- જો તમે આઈફોન યૂઝર છો તો સેટિંગ્સમાં જાઓ.
- જો આપ એન્ડ્રોઇડ યૂઝર છો તો એપમાં ઉપર આપવામાં આવેલ ત્રણ ડોટ પર ટચ કરો
- હવે, એકાઉન્ટ ઓપ્શન પર ટેપ કરીને ચેન્જ નંબરમાં જાઓ
- ત્યાં તમને એક સ્ક્રીન જોવા મળશે જેને કન્ફર્મ કરવાનું રહેશે કે તમે નવા નંબર પર કોલ અને એસએમએસ રિસીવ કરી શકો છો.
- જેને કન્ફર્મ કર્યાં બાદ નેક્સ્ટ બટન પર ટેપ કરો
- હવે તમારા જુના અને નવા નંબરને એન્ટર કરો
- નેક્સ્ટ પર ટેપ કરીને વોટ્સએપ નંબર ચેન્જ કરવાનાં ફાઇનલ સ્ટેપર આવો.
- હવે વોટ્સએપ આપને પુછશે કે શું તમે નંબર ચેન્જ થવાની જાણકારી તમારા કોન્ટેક્ટને આપવા માંગો છો.
- જ્યાં તમને All contacts, Contacts i have chat with કે Custom numbersનું ઓપ્શન મળશે. તમારા નંબર ચેન્જ કરવાની માહિતી વોટ્સએપ ગ્રૂપને ઓટોમેટીકલી પહોંચી જશે.
- હવે ડન પર ટેપ કરી દો.


નવા નંબરથી ચેટીંગ શરુ કરી શકશો
છેલ્લે વોટ્સએપ તમને નવો ફોન નંબર રજિસ્ટર કરવા માટે કહેશે. નંબર રજિસ્ટર કરવા માટે તમારી પાસે એસએમએસથી 6 અંકનો એક કોડ કે ફોન કોલ આવશે. રજિસ્ટર થયા બાદ તમે પહેલાની જેમ તમારા નવા નંબરથી ચેટીંગ શરુ કરી શકશો. તમે તમારા નંબરની સાથે ફોનને પણ ચેન્જ કરી રહ્યાં છો તો તમને ગૂગલ ડ્રાઇવ કે આઈક્લાઉડ થી ચેટનું બેકઅપ લેવુ પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Add Contacts Social Media WhatsApp change number વોટ્સએપ સોશિયલ મીડિયા WhatsApp

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ