બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / With Janhvi Kapoor, her saree became the talk of the town, people said 'looks like a firecracker'

મનોરંજન / જાહ્નવી કપૂર સાથે તેની સાડી બની ચર્ચાનો વિષય, દિવાળી લુક જોઇને લોકોએ કહ્યું 'ફટાકડી લાગે છે'

Megha

Last Updated: 03:41 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડની અભિનેત્રી જાહ્નવી કપૂર ઘણીવાર ચાહકોને પોતાની આકર્ષક સ્ટાઇલથી દિવાના બનાવી દે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તે સમાચારમાં છે અને આ વખતે તેનું કારણ છે તેની સાડી.

  • જાહ્નવી કપૂર ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે 
  • જાહ્નવી ચાહકોને પોતાની આકર્ષક સ્ટાઇલથી દિવાના બનાવી દે છે
  • આ વખતે તેની સાથે તેની સાડીની કિંમત પણ ચર્ચામાં છે

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાની સુંદરતા, બોલ્ડનેસ અને ક્યૂટ સ્ટાઇલથી ચાહકોનું દિલ જીતી લે છે.જ્હાન્વી કપૂર માત્ર વેસ્ટર્ન કપડામાં જ નહીં પણ દેશી અવતારમાં પણ ખુબ જ સુંદર લાગે છે. ચાહકોને જ્હાન્વીની દરેક સ્ટાઈલ ગમે છે અને અવારનવાર તેના ફોટા અને વીડિયો વાયરલ થાય છે.આવી સ્થિતિમાં ફરી એકવાર જ્હાન્વી સમાચારમાં છે અને આ વખતે તેની સાથે તેની સાડીની કિંમત પણ ચર્ચામાં છે. 

જ્હાન્વીની સાડીની કિંમત કેટલી છે
ચાહકોને જ્હાન્વી કપૂરની પર્પલ સાડીના ફોટા ખૂબ પસંદ આવ્યા છે.જ્હાન્વી એથનિક લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. એક રિપોર્ટ અનુસાર, આ સાડીની કિંમત 95 હજાર રૂપિયા છે, જેને ફેશન ડિઝાઇનર અર્પિતા મહેતાએ ડિઝાઇન કરી છે. ચાહકોની સાથે સાથે ઘણા સેલેબ્સે પણ જ્હાન્વીના આ ફોટોઝને લાઈક અને કોમેન્ટ કરી.  
 

જ્હાન્વીના આગામી પ્રોજેક્ટ્સ...
જ્હાનવી કપૂરના કરિયરની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ બવાલમાં જોવા મળી હતી. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું હતું, જેને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.જ્હાન્વી કપૂર ટૂંક સમયમાં 'મિસ્ટર એન્ડ મિસિસ માહી'માં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હાન્વી ક્રિકેટ રમતી જોવા મળશે. આ સિવાય તે જુનિયર એનટીઆર સાથે તેલુગુ ફિલ્મ દેવરા અને હિન્દી ફિલ્મ 'ઉલજ'માં પણ જોવા મળશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ