ઝરમર-ઝરમર વરસતા વરસાદ વચ્ચે ભીની માટીમાંથી મીઠી સુગંધ આવતી હોય છે. કાળઝાળ ગરમી બાદ જ્યારે વરસાદી વાતાવરણ આવે ત્યારે ખુશીનો માહેલ સર્જાય છે.
આવા ભીના ભીના વાતાવરણમાં આમાન્ય રીતે આપણને ઘણી ઇચ્છાઓ થાય છે. જેમ કે વરસાદમાં ભીંજાવુ ગરમા-ગરમ ભજીયા ખાવા વગેરે... એવી જ રીતે વરસાદી વાતાવરણમાં છોકરીઓને પણ ઘણી ઇચ્છાઓ થતી હોય છે.
કાળઝાળ ગરમી બાદ આવેલા વરસાદ જોતાની સાથે જ છોકરીઓની પહેલી ઇચ્છા હોય છે નહાવાની ત્યારબાદ પુરૂષોની જેમ જ સ્ત્રીઓને પણ ભીના મોસમમાં પકોડા ખાવાની ઇચ્છા થાય છે.
આ ઉપરાંત છોકરીઓ હંમેશા ઇચ્છતી હોય છે કે આવા વાતાવરણમાં તે બાઇક ઉપર ફરવા જાય. છોકરીઓને વરસતો વરસાદ જોવાની પણ ઘણા ઇચ્છાઓ થતી હોય છે.
વરસાદી વાતાવરણમાં છોકરીઓની સૌથી વધારે ઇચ્છા હોય છે પોતાના પાર્ટનર સાથે વરસાદમાં ભીંજાવાની પાર્ટનર ફરવાની અને પ્રેમભરી વાતો કરવાની.