ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / ગુજરાતમાં વધ્યો ઠંડીનો ચમકારો, એકસાથે 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે
Last Updated: 09:11 AM, 10 December 2025
ADVERTISEMENT
ગુજરાતમાં શિયાળાની ઠંડી ફરી સક્રિય બની છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં મંગળવારની સવાર ઠંડી પવન સાથે ધુમ્મસ ભરેલી રહી હતી.
ADVERTISEMENT
12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના કુલ 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. કચ્છ જિલ્લામાં નલિયાએ સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન સાથે ટોચ નોંધાવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન જોવા મળ્યું. ઉત્તર ગુજરાતના ડીસામાં 13.8 ડિગ્રી અને મધ્ય ગુજરાતના વડોદરામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું.
ADVERTISEMENT

સૌરાષ્ટ્રમાં પણ ઠંડીમાં વધારો નોંધાયો
ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં પણ ઠંડીમાં વધારો નોંધાયો છે. ભૂજમાં 14.2 ડિગ્રી, અમરેલીમાં 13.9 ડિગ્રી, રાજકોટમાં 13.8 ડિગ્રી અને જુનાગઢ જિલ્લાના કેશોદમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું.
આ પણ વાંચોઃ સુરતના ધામખડીમાં શાળાએ જતી વિદ્યાર્થીનીને બેફામ ટ્રકચાલકે કચડી મારી, ઘટનાસ્થળે જ મોત
ADVERTISEMENT
હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી બે થી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ઠંડી યથાવત્ રહેશે અને ઉત્તરથી આવતા પવનના વેગને કારણે રાત્રીના તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. લોકોને વહેલી સવાર અને રાત્રિના સમયમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
ફ્રી ટ્રેડ ડીલ / 20 ઓકટોબરથી આ દેશ સાથે ભારતનો મુક્ત વેપાર કરાર બનશે અમલી
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ફ્રી ટ્રેડ ડીલ / 20 ઓકટોબરથી આ દેશ સાથે ભારતનો મુક્ત વેપાર કરાર બનશે અમલી
ADVERTISEMENT