ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ધામખડીમાં શાળાએ જતી વિદ્યાર્થીનીને બેફામ ટ્રકચાલકે કચડી મારી, ઘટનાસ્થળે જ મોત

દુઃખદ / સુરતના ધામખડીમાં શાળાએ જતી વિદ્યાર્થીનીને બેફામ ટ્રકચાલકે કચડી મારી, ઘટનાસ્થળે જ મોત

Published By: Vishal Khamar

Last Updated: 09:03 AM, 10 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ટ્રક ચાલકો બેફામ બન્યા છે. શાળાએ જતી વિદ્યાર્થીનીનાં એક્ટિવાને ટક્કર મારતા વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT

સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં ટ્રક ચાલકોની બેફામ ડ્રાઇવિંગ ફરી એકવાર જાનલેવા બની છે. ધામખડી વિસ્તારમાં શાળાએ જતી વિદ્યાર્થિનીની એક્ટિવાને ઝડપી ગતિએ દોડી આવેલા ટ્રક ચાલકે ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં વિદ્યાર્થિની રિયા પટેલનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું છે.

ટ્રક ચાલકના કારણે વિદ્યાર્થીનીએ જીવ ગુમાવ્યો

મૃત વિદ્યાર્થિનીનો રહેવાનો વિસ્તાર ડોલવણ તાલુકાના બેહડા રાયપુરી ગામનો હોવાનું જાણવા મળ્યું છે. ધો. 11 માં ભણતી રિયા નિત્યક્રમ મુજબ શાળાએ જતી હતી. પરંતુ બેફામ ટ્રક ચાલકના કારણે વિદ્યાર્થીનીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

સ્થાનિકોમાં રોષ

ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. લોકોનું કહેવું છે કે ક્ષેત્રમાં મોટા વાહનચાલકો નિયમોનો ભંગ કરીને દોડાદોડ ચલાવે છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. સ્થાનિક લોકોએ ટ્રાફિક નિયંત્રણ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં મોટા પાયે IT દરોડા, એકસાથે 19 સ્થળોએ 150થી વધુ અધિકારીઓએ તવાઇ બોલાવી

પોલીસ ઘટના સ્થળે પહોંચી

ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસએ જણાવ્યું કે દોષીત સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કરાશે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surat Accident Surat News Student Death

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ