બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / Politics / Will two election commissioners announce Lok Sabha elections?

Lok Sabha Election 2024 / હાલ ઇલેક્શન કમિશનમાં છે માત્ર 2 જ સભ્યો, તો શું બે ચૂંટણી કમિશનરો કરશે લોકસભા ચૂંટણીનું એલાન? જાણો કાયદો

Priyakant

Last Updated: 03:52 PM, 9 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: આદર્શ આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા ઓછી, આવી સ્થિતિમાં માત્ર બે સભ્યોના ચૂંટણી પંચે જ લોકસભાની ચૂંટણી કરાવવાની રહેશે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા હવે ચૂંટણીની તારીખોને લઈ અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, 18મી લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે ત્યારે ત્રણ સભ્યોના ચૂંટણી પંચમાં માત્ર બે સભ્યો જ બચ્યા છે. હાલમાં પંચમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અરુણ ગોયલ જ છે. ત્રીજા ચૂંટણી કમિશનર અનૂપ પાંડે 15 ફેબ્રુઆરીએ નિવૃત્ત થયા હતા. જો કે સરકારે ત્રીજા કમિશનરની નિમણૂક માટે પ્રક્રિયા શરૂ કરી દીધી છે, પરંતુ આદર્શ આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં આ નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં માત્ર બે સભ્યોના ચૂંટણી પંચે જલોકસભાની ચૂંટણી કરાવવાની રહેશે. 

જાણો હવે શું થશે ? 
જો આમ થાય છે તો 2024ની લોકસભાની ચૂંટણી 1996 પછી આવી પ્રથમ ચૂંટણી હશે જ્યારે માત્ર બે ચૂંટણી કમિશનર મતદાનની તારીખો જાહેર કરશે અને ચૂંટણીઓનું સંચાલન પણ કરશે. આ પહેલા વર્ષ 1950 રચાયેલ ભારતીય ચૂંટણી પંચ, 1990માં ત્રણ સભ્યોનું કમિશન બન્યું અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ આઠ વખત લોકસભાની ચૂંટણીઓ યોજાઈ છે.2024ની ચૂંટણી નવમી ચૂંટણી હશે.

શું કહે છે નિયમો ? 
નિયમો અનુસાર જો સરકાર ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા ત્રીજા ચૂંટણી કમિશનરની નિમણૂક ન કરે તો આદર્શ આચાર સંહિતા લાગુ થયા બાદ આ માટે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની પરવાનગી લેવી પડશે. નિષ્ણાતો માને છે કે, કાયદામાં ત્રણ સભ્યોના ચૂંટણી પંચની જોગવાઈ હોવા છતાં ચૂંટણી કરાવવા માટે ત્રણ સભ્યો હોવા જોઈએ તે જરૂરી નથી. અગાઉ 1999 અને 2009માં બે વખત લોકસભાની ચૂંટણી દરમિયાન ત્રણ સભ્યોના પંચમાં એક સભ્યનો ઘટાડો થયો હતો. ચૂંટણી કમિશનરોની નિવૃત્તિને કારણે આવું બન્યું છે. જોકે આ વર્ષનો મામલો થોડો અલગ છે કારણ કે 1999 અને 2009ના કિસ્સામાં સભ્યની નિવૃત્તિ ચૂંટણીના મધ્યમાં થઈ હતી જ્યારે આ વખતે અનુપ પાંડે 15 ફેબ્રુઆરીએ જ નિવૃત્ત થયા હતા. 

વધુ વાંચો: પિતા ગુજરાત, તો પુત્રી લડી શકે છે મહારાષ્ટ્રથી ચૂંટણી! ભાજપ ખેલા હોબેના મૂડમાં, જાણો કોણ છે ધરતી દેવરે?

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009ની લોકસભા ચૂંટણી દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર એન ગોપાલસ્વામી નિવૃત્ત થઈ ગયા હતા. તેમણે 2 માર્ચ 2009ના રોજ ચૂંટણીની તારીખોની જાહેરાત કરી અને પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ 20 એપ્રિલ 2009ના રોજ નિવૃત્ત થયા. તેમના પછી નવીન ચાવલાએ સીઈસીનું પદ સંભાળ્યું. તે સમયે પંચમાં માત્ર બે સભ્યો નવીન ચાવલા અને એસવાય કુરેશી બાકી હતા અને તેમણે જ સમગ્ર ચૂંટણીનું સંચાલન કર્યું હતું. એ જ રીતે 1999માં 13મી લોકસભાની ચૂંટણી વખતે એમએસ ગિલ મુખ્ય ચૂંટણી કમિશનર હતા. તેમની સાથે ચૂંટણી કમિશનર જીવીજી કૃષ્ણમૂર્તિ અને જેએમ લિંગદોહ પણ હતા. છેલ્લા તબક્કાના મતદાનના ત્રણ દિવસ પહેલા કૃષ્ણમૂર્તિ નિવૃત્ત થયા હતા. જે બાદ બે સભ્યોના કમિશને બાકીની કામગીરી પૂર્ણ કરી હતી.1950 થી 1989 સુધી ચૂંટણી પંચ માત્ર એક જ સભ્ય હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ