બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Politics / CR Patil's daughter may contest Lok Sabha elections from this seat of Maharashtra
Priyakant
Last Updated: 03:13 PM, 9 March 2024
Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈ દરેક રાજકીય પક્ષો કવાયતમાં લાગી ગયા છે. મહત્વનું છે કે, 2022ની લોકસભા ચૂંટણીમાં મહાયુતિના ઉમેદવારોમાં મહિલા શક્તિ જોવા મળી શકે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે, મહારાષ્ટ્રમાં મિશન 45 ચલાવી રહેલી ભાજપ વધુ મહિલાઓને ટિકિટ આપી શકે છે. મહાયુતિના ઘટક પક્ષો વચ્ચે બેઠકોની વહેંચણીની ચર્ચા વચ્ચે કેટલીક મહિલા ઉમેદવારોના નામ પણ ચર્ચામાં આવ્યા છે. આમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલની પુત્રી ધરતીનું નામ પણ સામેલ છે. સીઆર પાટીલ ગુજરાતમાં નવસારી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમની પુત્રી ધરતી મહારાષ્ટ્રની ધુલે લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. કોન્સ્ટેબલની નોકરી છોડીને રાજકારણમાં પ્રવેશેલા સીઆર પાટીલ 2019માં ગુજરાતની નવસારી લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાયા હતા. તેઓ 6.89 લાખ મતોથી જીત્યા હતા.
ADVERTISEMENT
જાણો કઈ બેઠક પરથી લડી શકે ચૂંટણી ?
સીઆર પાટીલ મૂળ મહારાષ્ટ્રના જલગાંવના છે. તેમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે. ધરતી તેની મોટી પુત્રી ભાવિની સાથે મહારાષ્ટ્રના રાજકારણમાં સક્રિય છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ ધરતી દેવરે લોકસભા ચૂંટણીમાં ધુલે બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. તે ભાજપના ઉમેદવાર બની શકે છે. ધુલે લોકસભા બેઠક છેલ્લી ત્રણ ટર્મથી ભાજપ પાસે છે. ડો.સુભા ભામરે અહીંથી સતત બે વખત જીત્યા છે. ધરતી દેવરે જિલ્લા પંચાયત સમિતિની ચૂંટણી જીતીને ચર્ચામાં આવી હતી. આ પછી તે ધુલે જિલ્લા પરિષદના પ્રમુખ બન્યા. જો આમ થશે તો 18મી લોકસભામાં દીકરી ધરતી પણ પિતાની સાથે સંસદમાં પહોંચી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં આ વખતે ભાજપ 35 સીટો પર ચૂંટણી લડવાની તૈયારી કરીને વધુ મહિલાઓને તક આપી શકે છે.
ADVERTISEMENT
આ તરફ બીડ લોકસભા સીટ પરથી ફરી એકવાર પ્રીતમ મુંડેનું નામ ફાઈનલ માનવામાં આવી રહ્યું છે. આ સાથે તેમની બહેન પંકજા મુંડેને પણ ટિકિટ મળવાની આશા છે. આ વખતે અમરાવતી બેઠક પરથી અપક્ષ સાંસદ નવનીત રાણા ભાજપના ઉમેદવાર બની શકે છે. આ સિવાય હીના ગાવિતને નંદુરબારથી તક મળી શકે છે. અશોક ચવ્હાણની ભત્રીજી મીનલ ખટગાંવકર નાંદેડ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે, જ્યારે સ્મિતા વાઘલને જલગાંવ સીટથી તક મળી શકે છે. ફરી એકવાર પૂનમ મહાજનને પણ ભાજપ તરફથી ટિકિટ મળે તેવી શક્યતા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT