બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Will there be a drastic change in the rules of admission to class-1

BIG NEWS / ધોરણ-1માં પ્રવેશના નિયમમાં આવશે ધરખમ ફેરફાર?, આવતીકાલે શિક્ષણ વિભાગની બેઠકમાં લેવાઈ શકે આ મોટા નિર્ણય

Mahadev Dave

Last Updated: 12:09 AM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની વયના નિયમને લઇ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં નિયમ રાખવો કે બદલો તે અંગે આવતીકાલે મળનારી શિક્ષણ વિભાગની બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે.

  • ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની વયન નિયમ
  • નિયમ રાખવો કે બદલવો તે અંગે કરાશે નિર્ણય
  • આવતીકાલે મળનારી શિક્ષણ વિભાગની બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય

આવતીકાલે શિક્ષણ વિભાગની મહત્વની બેઠક યોજાશે. જેમાં નવી શિક્ષણ નીતિ મુજબ ધોરણ 1માં એવા જ વિદ્યાર્થીને એડમિશન આપવામાં આવશે જેની ઉંમર 1 જૂન 2023ના રોજ ઓછામાં ઓછી 6 વર્ષની હોય. તેવું જણાવાયું છે ત્યારે ધોરણ-1માં પ્રવેશ માટે 6 વર્ષની વયના આ નિયમની અમલવારીને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. 6 વર્ષની વયનો નિયમ રાખવો કે બદલવો તે અંગે નિર્ણય કરવામાં આવી શકે છે. જેમાં બે મહિનાની છૂટછાટ આપવી કે બાળ વાટિકા શરૂ કરવી તે અંગે પણ નિર્ણય કરવામાં આવશે.
 
બે મહિનાની છૂટછાટ આપવી કે બાળ વાળિકા શરૂ કરવી તે અંગે નિર્ણય કરાશે


શેક્ષણિક વર્ષના પ્રારંભમાં પ્રવેશથી વંચિત રહેનાર બાળકોને બાળ વાટિકામાં અભ્યાસ કરાવાશે. મહત્વનું છે કે નવી શિક્ષણ નીતિની અમલવારીને પગલે ગુજરાત રાજ્યમાં અંદાજિત 3 લાખ બાળકો પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ છે. જે ને લઈને બાળકો ઓછા થતા ધોરણ-1ના શિક્ષકો પણ ફાઝલ થઈ શકે છે. આથી શિક્ષકો અને બાળકોનું હિત જળવાય તે અંગે સરકાર વચગાળાનો રસ્તો કાઢી શકે છે.જે અંગે આવતીકાલે મળનારી શિક્ષણ વિભાગની બેઠકમાં નવો નિર્ણય લેવાઈ તો નવાઈ નહિ!

શુ છે નવી શિક્ષણ નીતિ?

ભારતમાં 34 વર્ષના લાંબાગાળા બાદ આખરે નવી શિક્ષણ નીતિ આવી છે. નવી નીતિ મુજબ 2023-24થી ધોરણ 1માં 6 વર્ષ પૂર્ણ થયા હશે તેને જ પ્રવેશ મળશે.  4 વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ જુનિયર કે.જીમાં એડમિશન મળશે. તો સિનિયર કે.જી માટે 5 વર્ષની ઉંમર જરૂરી છે. 20-21, 21-22, 22-23માં 5 વર્ષ પૂર્ણ કર્યા હશે તેમને પ્રવેશ મળશે. વધુમાં પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાસહાયકોની બદલી માટેના નિયમોમાં ફેરફાર કર્યા છે. જેમાં નવા નિયમ અનુસાર, હવે ધોરણ 1થી 8 સળંગ એકમ નહીં ગણાય. ધો. 1થી 5 અને ધો. 6થી 8માં અલગ-અલગ સિનિયોરિટી ગણાશે. જેને લઇને પ્રાથમિક શિક્ષકોની જિલ્લાફેર બદલીમાં સરળતા રહેશે. આ ઉપરાંત અનેક નિયમો બદલાયા છે.

વધુમાં 6થી 9 વર્ષના બાળકો માટે મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પર ફોકસ રહેશે. વધુમાં ત્રીજા ધોરણ સુધીના બાળકોનો પાયો મજબૂત બને તેના પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાશે. વધુમાં 5મા ધોરણ સુધી બાળકોને ભાષા અને ગણિત સાથે સામાન્ય જ્ઞાન તેના તેમજ ધો 6-8 સુધી મલ્ટી ડિસીપ્લીનરી કોર્સ અને ધોરણ-9 થી 12 સુધીના બાળકો માટે મસ્ટી ડિસીપ્લીનરી કોર્સ હશે. તે જ રીતે ધોરણ 9-12માં પ્રોજેક્ટ એન્ડ લર્નિંગ પર ભાર રહેશે. જેને લઈને બાળક 12માં ધોરણ સુધી પહોંચે ત્યાં તેમનામાં અનેરી સ્કિલ મળે જે રોજગારમાં ઉપયોગી બને.

સંકળાયેલા મુદ્દાઓ

ધોરણ-1 પ્રવેશના નિયમ મોટા નિર્ણય શિક્ષણ વિભાગ admission to class-1
Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ