ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Will Poonam Pandey become the brand ambassador of cervical cancer awareness

સ્પષ્ટતા / પૂનમ પાંડેને લઇ વધુ એક દાવો: બનશે સર્વાઇકલ કેન્સરની જાગૃતિ માટેની બ્રાન્ડ એમ્બેસડર! જાણો શું છે સત્ય?

Published By: Vaidehi

Last Updated: 07:15 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં અધિકારીએ પૂનમ પાંડેનાં સર્વાઈકલ કેન્સર જાગૃતતાની બ્રાંડ એંબેસેડર બનશે કે નહીં તે અંગે માહિતી આપી છે.

ADVERTISEMENT

  • પૂનમ પાંડેએ પોતાના નિધનની અફવા ઊડાવી હતી
  • સર્વાઈકલ કેન્સર અંગે જાગૃતતા આપવાનો ઉદેશ્ય હતો
  • તેવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છેે

પૂનમ પાંડેનું નામ છેલ્લાં થોડા દિવસોથી ચર્ચાનો વિષય બન્યું છે કારણકે હાલમાં પૂનમ પાંડેએ સર્વાઈકલ કેન્સરને લીધે પોતાની મોત થયા હોવાની અફવાઓ ફેલાવી હતી અને એક દિવસ બાદ જાહેર કર્યું કે તેમણે સર્વાઈકલ કેન્સર અંગે જાગરૂતતા ફેલાવવા માટે આવું કર્યું હતું. તેવામાં હવે સવાલો ઊઠી રહ્યાં છે કે શું પૂનમ પાંડેને સર્વાઈકલ કેન્સર જાગૃતતા માટેની બ્રાંડ એંબેસેડર બનાવવામાં આવશે?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કરી સ્પષ્ટતા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે પૂનમ પાંડેને લઈને એક નિવેદન જાહેર કર્યું છે જેમાં સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે પૂનમ પાંડેને સર્વાઈકલ કેન્સર જાગૃતતાની બ્રાંડ એંબેસેડર નથી બનાવાઈ રહ્યું. અધિકારીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું જ્યારે પૂનમ પાંડેનાં રાષ્ટ્રીય અભિયાનનાં ચહેરા બનવાની સંભાવનાઓ સામે આવી અને તેમની ટીમ મંત્રાલયનાં અધિકારીઓ સાથે વાતચીત કરવા લાગી હતી.

વધુ વાંચો: VIDEO : માણસ-રોબોટ વચ્ચે સેક્સ ! શાહિદ કપૂરની ફિલ્મના સીન પર કાતર, અતિ કામુક કપાયો

પોતાના મૃત્યુની અફવા ઊડાવી હતી
2 ફેબ્રુઆરીનાં રોજ ઈંસ્ટાગ્રામ પર માહિતી સામે આવી કે એક્ટર-મોડલ પૂનમ પાંડેનું નિધન થયું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવામાં આવી હતી કે સર્વાઇકલ કેન્સરને કારણે તેનું મૃત્યુ થયું છે અને તેના મેનેજરે પણ આ વાતની પુષ્ટિ કરી હતી. જો કે એ બાદ પૂનમ પાંડેના અંતિમ સંસ્કાર વિશે કોઈ સમાચાર સામે આવ્યા નહતા અને ઘણા લોકો કહી રહ્યા હતા કે આ એક પબ્લિસિટી સ્ટંટ છે. જે બાદ 3 ફેબ્રુઆરીનાં પૂનમ પાંડેનો વીડિયો સામે આવ્યો જેમાં તેણે કહ્યું કે- 'હું જીવિત છું..સર્વાઇકલ કેન્સરને કારણે મારુ મૃત્યુ નથી થયું. દુર્ભાગ્યપૂર્ણ હું આ વાત એ મહિલાઓ માટે નથી કહી શકતી જેમને કેન્સરને કારણે એમનો જીવ ગુમાવ્યો છે. આ એટલા માટે નહોતું કારણ કે તે મહિલાઓ કંઈ કરી શકતી ન હતી પરંતુ એટલા માટે હતું કારણ કે એમને શું કરવું તેની કોઈ જાણ નહોતી.' 

સંકળાયેલા મુદ્દાઓ

Brand Ambassador Poonam Pandey cervical cancer પૂનમ પાંડે બ્રાંડ એમ્બેસેડર સર્વાઈકલ કેન્સર poonam pandey

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ