બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / 5 વર્ષના લગ્નેત્તર પ્રેમ સંબંધનો કરુણ અંજામ, પત્નીનું મોત, પતિએ કર્યો ખૌફનાક કાંડ
Last Updated: 08:39 AM, 8 December 2025
રાજકોટ શહેરમાં પ્રેમલગ્નનું એક વધુ દિલ દ્હોળી નાખનાર પરિણતિ સામે આવી છે. થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. એક જ મહિનામાં પત્નીના હત્યાનો આ બીજો બનાવ સામે આવતા શહેરમાં સુરક્ષા મુદ્દે પણ ચર્ચાઓ ઉઠી છે.
ADVERTISEMENT

સારવાર દરમ્યાન મહિલાનું મોત નિપજ્યું
ADVERTISEMENT
પ્રાપ્ત વિગતો મુજબ, 27 વર્ષની નીલેશ્વરી છેલ્લા ચાર દિવસથી પોતાના મિત્રના ઘરે રહેતી હતી. ગુરુવારના રોજ તેનો પતિ, યોગેશ બોરીચા, ત્યાં પહોંચી ગયો હતો. ત્યાં કોઈ વાતચીત અથવા કલહ બાદ યોગેશે છરીના ઘા મારી તેની હત્યા કરી દીધી. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલી નીલેશ્વરીએ સારવાર દરમિયાન જ દમ તોડી દીધો.

ADVERTISEMENT
આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરાયા
યોગેશ અને નીલેશ્વરીની ઓળખ સોશિયલ મીડિયા મારફતે થઈ હતી અને બંનેએ ચારથી પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કરી લેવાયા છે અને આરોપી યોગેશ બોરીચાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઘોર કળિયુગ! નિ:સંતાન દંપતીએ પરિચિતનું સંતાન મેળવવા ઊભી કરી વિચિત્ર કહાની, કિસ્સો ચકચાર
આ ઘટના પછી વિસ્તારના રહેવાસીઓ સહિત સમગ્ર શહેરમાં મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે. હત્યાના વધી રહેલા બનાવો સામે પોલીસને વધુ સક્રિય બનવાની માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.