બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઘોર કળિયુગ! નિ:સંતાન દંપતીએ પરિચિતનું સંતાન મેળવવા ઊભી કરી વિચિત્ર કહાની, કિસ્સો ચકચાર
Last Updated: 08:10 AM, 8 December 2025
દહેગામ તાલુકાના વાસણા રાઠોડ રોડ નજીકથી શનિવારે સવારે ત્યજી દેવાયેલ હાલતમાં એક નવજાત બાળક મળ્યો હોવાની ઘટના સામે આવી છે. બાઈક પર જતા એક વ્યક્તિ લઘુશંકા કરવા ઝાડીઓ તરફ ગયા હતા. ત્યારે તેમને ગોદડામાંથી બાળક રડવાનો અવાજ સંભળાયો.
ADVERTISEMENT
બાળકને સારવાર અર્થે ખસેડાયું
અવાજ આવતા તેમણે નજીક જઈને ગોદડું ખોલ્યું તો અંદર જીવતું બાળક મળ્યું. તરત જ તેમણે બાળકને ઘરે લઈ જઈ પત્નીની મદદથી દહેગામ હોસ્પિટલ પહોંચાડ્યું. અહીં પ્રાથમિક સારવાર બાદ 108 મારફતે બાળકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે, જ્યાં બાળકને વધુ સારવાર આપવામાં આવી રહી છે.
ADVERTISEMENT

દહેગામ પોલીસે તપાસ શરૂ કરી
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાની જાણ તાત્કાલિક દહેગામ પોલીસને કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને કોણે બાળકને ત્યજી દીધો તેની દિશામાં તપાસ આગળ હાથ ધરવામાં આવી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સરખેજમાં યુવકની હત્યાનો બનાવ, સિગારેટ માગવા મુદ્દે વધેલો ઝઘડો જીવલેણ
16 વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યો
ADVERTISEMENT
ગાંધીનગરના દહેગામ પાસેથી બાળક મળવાના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. જેમાં બાળકને હોસ્પિટલ લાવનાર વ્યક્તિએ ખોટી સ્ટોરી ઉપજાવી હતી. 16 વર્ષની કિશોરીએ બાળકીને જન્મ આપ્યો હતો. નિ:સંતાન દંપતીએ ખેડાથી પરિચિતનું સંતાન મેળવવા આખી કહાની ઉભી કરી હતી. ત્યજી દીધેલી હાલતમાં બાળક મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.