બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સરખેજમાં યુવકની હત્યાનો બનાવ, સિગારેટ માગવા મુદ્દે વધેલો ઝઘડો જીવલેણ

ક્રાઈમ / સરખેજમાં યુવકની હત્યાનો બનાવ, સિગારેટ માગવા મુદ્દે વધેલો ઝઘડો જીવલેણ

Vishal Khamar

Last Updated: 07:44 AM, 8 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સરખેજમાં નજીવી બાબતે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમં યુવકની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ગઈ રાતે એક યુવકની છરીના ઘા મારી કરાઈ હત્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ફતેહવાડી વિસ્તારમાં અહદ ક્લબ નજીક બનેલી આ ઘટનાને લઈ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, રોનક પાન હાઉસ ખાતે સિગારેટ માંગવાની બાબતે ઝઘડો થયો હતો. ઝઘડો એટલો વધ્યો કે જાવીદ નામના યુવક પર શાહરુખ ઉર્ફે લીકેજ નામના શખ્સે છરીથી હુમલો કર્યો હતો. હુમલો એટલો ગંભીર હતો કે જાવીદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

vtv app promotion

આરોપીની શોધખોળ શરૂ કરી

હત્યાની જાણ મળતા જ સરખેજ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને ઘટના સ્થળનું પંચનામું કરી તપાસ શરૂ કરી છે. પોલીસએ હત્યાનો ગુનો નોંધી આરોપી શાહરુખ ઉર્ફે લીકેજની ધરપકડ માટે શોધખોળ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચોઃ જંબુસરના દરિયામાં ભરતીનું પાણી વધતાં સેકન્ડમાં ઊંધી વળી ગઈ બોટ, માલિકનું મોત, 23 મજૂરો બચાવાયા

સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

પોલીસ સૂત્રો જણાવે છે કે હત્યાનું કારણ સામાન્ય ઝઘડો હોવા છતાં ઘટના ગંભીર સ્વરૂપ ધારણ કરી છે. આસપાસના સી.સી.ટી.વી. ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે આરોપીની ઝડપી ધરપકડ માટે વિશેષ ટીમ કાર્યરત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Murder of a Youth Ahmedabad Ahmedabad News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ