બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / why women do not wear gold jewelry on their feet know religious and scientific reasons

જાણવા જેવું / મહિલા કેમ પગમાં નથી પહેરતી સોનાના ઘરેણાં? ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે જવાબદાર

Manisha Jogi

Last Updated: 08:30 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓને સોના ચાંદીના દાગીના ખૂબ જ પ્રિય હોય છે. મહિલાઓ પગમાં સોનાના આભૂષણ શા માટે પહેરતી નથી, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • મહિલાઓને સોના ચાંદીના દાગીના ખૂબ જ પ્રિય હોય છે
  • મહિલાઓ પગમાં સોનાના આભૂષણ શા માટે પહેરતી નથી?
  • ધાર્મિક સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે જવાબદાર

મહિલાઓને સોના ચાંદીના દાગીના ખૂબ જ પ્રિય હોય છે. દાગીનાથી મહિલાની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. સનાતન ધર્મ અનુસાર સોના અને ચાંદી લક્ષ્મી માતા સાથે જોડાયેલ છે. મહિલાઓ પગમાં સોનાના આભૂષણ શા માટે પહેરતી નથી, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કમરથી નીચે સોનાના આભૂષણ ના પહેરવા જોઈએ. પગમાં પાયલ અને વિછીંયા હંમેશા ચાંદીના જ પહેરવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને સોનાની ધાતુ પ્રિય છે અને લક્ષ્મી માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. મહિલાઓ પગમાં સોનાની પાયલ અથવા વિછીંયા પહેરે તો લક્ષ્મી માતાનું અપમાન માનવામાં આવે છે અને નારાજ થઈ જાય છે. 

વધુ વાંચો: હાથમાં દોરી-ધાગો બાંધનારા એલર્ટ! 99% લોકો કરે છે એક જ ભૂલ અને ભોગવે છે પરિણામ

સોનાનું પ્રતીક
સોનુ ગુરુ ગ્રહનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણોસર મહિલાઓ પગમાં સોનાની વસ્તુ પહેરે તો લક્ષ્મી માતાની સાથે સાથે ભગવાન વિષ્ણુના પ્રકોપનો પણ સામનો કરવો પડે છે. મહિલાઓ પગમાં સોનાની પાયલ પહેરે તો વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. 

વૈજ્ઞાનિક કારણ
ધાર્મિક માન્યતા અનુસાર સોનુ ગરમ ધાતુ માનવામાં આવે છે. પગમાં સોનુ પહેરવામાં આવે તો તેનાથી ગરમી વધે છે. આ કારણોસર શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે કમરથી નીચે સોનાની વસ્તુઓ ના પહેરવી જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ