બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Why was Sisodia arrested in Delhi liquor scam know five big reasons

ખુલાસો / દિલ્હી દારુ કૌભાંડમાં કેમ થઈ સિસોદીયાની ધરપકડ, જાણો પાંચ મોટા કારણ, 'ખાસ માણસે' CBIને આપ્યાં પુરાવા

Kishor

Last Updated: 11:19 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનિષ સિસોદીયાની ધરપકડ મામલો પાંચ મોટા કારણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યા છે.

  • દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર મનિષ સિસોદીયાની ધરપકડ મામલો
  • દિલ્હી દારુ કૌભાંડમાં 8 કલાકની લાંબી પૂછપરછ બાદ ધરપકડ
  • આ પ્રકરણ સાથે સંકળાયેલ 5 મોટા કારણો 

સીબીઆઈએ દિલ્હી દારુ કૌભાંડમાં 8 કલાકની લાંબી પૂછપરછ બાદ દિલ્હીના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા મનિષ સિસોદીયાની ધરપકડ કરી લીધી છે. સીબીઆઈએ આજે સવારે 11 કલાકે તેમને પૂછપૂરછ માટે મુખ્યાલય બોલાવ્યાં હતા જ્યાં તેમની આઠ કલાક પૂછપરછ કરી હતી જે પછી સાંજના સમયે તેમની ધરપકડ કરી હતી. સીબીઆઇએ આ કેસમાં એક અમલદારનું નિવેદન નોંધ્યું હતું.

મનીષ સિસોદિયા વિરુદ્ધ ED એ નથી નોંધ્યો કોઈ કેસ: અધિકારીઓએ કરી દીધી સ્પષ્ટતા  | ed filed money laundering case against manish sisodia in connection with  delhi excise policy


આ પ્રકરણ સાથે સંકળાયેલ 5 મોટા કારણો 

  • સીબીઆઈના સૂત્રોનું માનવું છે કે મનીષ સિસોદિયા તપાસ એજન્સીના પ્રશ્નોના બરોબર જવાબ આપતા ન હતા. વધુમાં તપાસ ટીમ તેના જવાબથી સંતુષ્ટ નથી. જેમાં તે પૂછપરછમાં સહકાર ન આપતા હોવાથી તેની ધરપકડ કરવી પડી છે.
  • સમાચાર એજન્સીના અહેવાલ મુંબજ અધિકારીઓએ જણાવ્યું કે સીબીઆઈની તપાસ ટીમે એક્સાઈઝ નીતિના વિવિધ પાસાઓ પર સવાલો કર્યા હતા. વધુમાં તેને દિનેશ અરોરા અને અન્ય આરોપીઓ સાથેના સબંધ મામલે પૂછવામાં આવતા સિસોદિયા આના પર યોગ્ય જવાબ આપ્યા નથી.
  • સુત્રોનું માનીએ તો ગુનાહિત ષડયંત્ર અને પુરાવાનો નાશ કરવાના આરોપ બાદ સિસોદિયાની ધરપકડ કરાઈ છે. અધિકારીઓએ સિસોદિયાને પૂછ્યું કે એક્સાઇઝ પોલિસીની નકલો જાહેર થતાં પહેલાં વેપારીઓ સુધી કેવી રીતે પહોંચી શકી છે?
  • સિસોદિયાની ધરપકડમાં દિનેશ અરોરાએ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.દિનેશને સિસોદિયાના નજીકના માનવામાં આવી રહ્યા છે. પરંતુ ધરપકડ અને પૂછપરછ પછી, દિનેશ અરોરાઆ કેસમાં સરકારી ગવાહ બની ગયો. દિનેશ અરોરાના ખુલાસાઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હોવાનું પણ મનાઈ રહ્યું છે.
  • દિનેશ અરોરાએ સીબીઆઈને આપેલા નિવેદનમાં સિસોદિયા, વિજય નાયર અને આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓના નામ લીધા હતા.  જેમાં કેજરીવાલનો પણ ઉલ્લેખ કરાયો છે.
  • પુરાવા દર્શાવ્યા બાદ પણસિસોદિયાએ ઉદ્ધતાઈભર્યા જવાબો આપ્યા હતા.જેના કારણ છે કે તેની ધરપકડ કરવામાં આવી છે.એજન્સી સિસોદિયાને રિમાન્ડ પર લઈ શકે છે. સિસોદિયાને સીઆરપીસીની કલમ 41 હેઠળ 19 ફેબ્રુઆરીએ તપાસમાં જોડાવા માટે નોટિસ જારી કરવામાં આવી હતી.

શું છે દારુ કૌભાંડ 
આમ આદમી પાર્ટી (આપ)ની મહત્ત્વાકાંક્ષી દિલ્હી એક્સાઇઝ પોલિસીને 31 જુલાઇ 2022ના રોજ રદ કરવામાં આવી હતી. નવી નીતિને રદ કર્યા પછી, દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2020 પહેલા લાગુ કરવામાં આવેલી જૂની આબકારી વ્યવસ્થાને પાછી લાવવાનો નિર્ણય લીધો હતો. એક્સાઇઝ પોલિસી અમલમાં આવતાં જ ઇડી અને સીબીઆઇએ ડેપ્યુટી સીએમના ઘર સહિત દેશના વિવિધ સ્થળો પર અનેક સર્ચ હાથ ધર્યા હતા.22 જુલાઈ, 2022 ના રોજ, એલજી વી.કે. સક્સેનાએ નવી આબકારી નીતિના અમલીકરણમાં કથિત નિયમોના ઉલ્લંઘન અને પ્રક્રિયાગત ખામીઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. દિલ્હીના મુખ્ય સચિવના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે દારૂના પરવાનેદારોને અયોગ્ય લાભ આપવામાં આવે છે. એલજીએ દિલ્હીના મુખ્ય સચિવને કથિત ગેરરીતિઓમાં આબકારી વિભાગના અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવા નિર્દેશ આપ્યો હતો. તેમણે છૂટક દારૂના લાઇસન્સ માટેની બિડિંગ પ્રક્રિયામાં 'કાર્ટેલાઇઝેશન' ની પણ ફરિયાદ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ