બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / EPFO Claim: PF ક્લેમ અઠવાડિયા સુધી કેમ અટકી જાય છે? અધિકારીઓએ જણાવ્યું કારણ, સુધારાની માગ

photo-story

7 ફોટો ગેલેરી

ભરતીની માંગ / EPFO Claim: PF ક્લેમ અઠવાડિયા સુધી કેમ અટકી જાય છે? અધિકારીઓએ જણાવ્યું કારણ, સુધારાની માગ

Last Updated: 02:31 PM, 5 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

EPFOમાં IT એક્સપર્ટ અને કર્મચારીઓની ગંભીર અછતને કારણે સેવાઓ અટકી રહી છે અને ફીલ્ડ ઑફિસો પર દબાણ વધી રહ્યું છે. આથી અધિકારીઓએ સરકારને તાત્કાલિક ભરતી અને ડિજિટલ સિસ્ટમ મજબૂત કરવાની અપીલ કરી છે.

1/7

photoStories-logo

1. EPF ઑફિસર્સની વ્યથા

શું તમે ક્યારેય વિચાર્યું છે કે EPFO સાથે જોડાયેલા કામ અઠવાડિયા કે મહિનાઓ સુધી કેમ અટકી જાય છે? હવે આ સમસ્યાની મોટી અસલીયત સામે આવી છે. જેમાં EPFOની સેવાઓને વધુ સારી બનાવવા માટે હવે અધિકારીઓ પોતે જ સરકાર પાસે મોટી માંગ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. લોકોને મળતી સેવાઓ થઈ રહી છે પ્રભાવિત

EPF ઑફિસર્સ એસોસિએશને શ્રમ અને રોજગાર મંત્રાલયને લખેલા પત્રમાં કહ્યું છે કે, EPFOમાં ઝડપથી IT એક્સપર્ટ અને પ્રોફેશનલ કર્મચારીઓની ભરતી કરવામાં આવે. તેમનું કહેવું છે કે હાલની વ્યવસ્થામાં કર્મચારીઓની ગંભીર અછત છે જેના કારણે ડિજિટલ સિસ્ટમ અને લોકોને મળતી સેવાઓ પ્રભાવિત થઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. IT ટીમ વગર ચલાવવું મુશ્કેલ

એસોસિએશને કહ્યું કે, EPFO જેવા મોટા અને આધુનિક સંગઠનને મજબૂત IT ટીમ વગર ચલાવવું મુશ્કેલ છે. સૌથી મોટી ચિંતા એ છે કે EPFOના ઇન્ફર્મેશન સર્વિસિસ ડિવિઝન (ISD)માં છેલ્લા અનેક વર્ષોથી કોઈ નવી ભરતી થઈ નથી. આશ્ચર્યની વાત એ છે કે આ વિભાગમાં છેલ્લી સીધી ભરતી વર્ષ 2004માં થઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. IT વિભાગમાં ઓછા સંસાધનો

આ પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ISDના ઘણા જોઇન્ટ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર કાં તો નિવૃત્ત થઈ ગયા છે કે નોકરી છોડી ગયા છે પરંતુ તેમની જગ્યાએ નવા અધિકારીઓની નિમણૂક થઈ નથી. આ સિવાય છેલ્લા ત્રણ વર્ષથી EPFO પૂર્ણ-સમયના ચીફ ટેક્નોલોજી ઑફિસર (CTO)ની પણ નિમણૂક કરી શક્યું નથી. આવી સ્થિતિમાં સમગ્ર IT વિભાગ ખુબ લીમીટેડ સંસાધનો સાથે કામ કરી રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સૉફ્ટવેરની ક્વોલીટી

જેમાં અધિકારીઓનું કહેવું છે કે, સૉફ્ટવેર બનાવવા માટે બહારની એજન્સીઓની મદદ લેવી સારી વાત છે પરંતુ જો EPFOની અંદર પૂરતા એક્સપર્ટ નહીં હોય તો સૉફ્ટવેરની ક્વોલીટી યોગ્ય ચેકિંગ અને નિરીક્ષણ થઈ શકશે નહીં. આથી સિસ્ટમમાં મુશ્કેલીઓ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ફીલ્ડ ઑફિસો પર વધતું પ્રેશર

જ્યારે ક્લેમ અટકી જાય છે ત્યારે ફીલ્ડ ઑફિસોમાં કામ કરતા કર્મચારીઓ પર ફરિયાદોનું ભારે પ્રેશર આવે છે. તેમને ઑનલાઇન ફરિયાદ પોર્ટલ, સોશિયલ મીડિયા અને ઑફિસમાં આવતા લોકોની ફરિયાદો સંભાળવી પડે છે. આથી કામનો બોજ સતત વધી રહ્યો છે. આ સિવાય અધિકારીઓએ જણાવ્યું કે EPFOમાં કર્મચારીઓની સંખ્યા વધારવા પર પણ ધ્યાન આપવામાં આવ્યું નથી. છેલ્લે કામના બોજનું મૂલ્યાંકન 2016-17માં થયું હતું જ્યારે આજે પણ ઘણી કચેરીઓ 2008માં નક્કી કરેલા સ્ટાફના આધારે ચાલી રહી છે. જેમાં મુંબઈ, દિલ્હી, બેંગલુરુ અને ગુરુગ્રામ જેવા મોટા શહેરોની EPFO કચેરીઓ પર સૌથી વધુ પ્રેશર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ભરતી કરવાની માંગ

આથી એસોસિએશનનું કહેવું છે કે, જો સમયસર ટેકનીકલ એક્સપર્ટની ભરતી નહીં થાય, કર્મચારીઓની સંખ્યા નહીં વધે અને ડિજિટલ સિસ્ટમ મજબૂત નહીં બને તો આગામી સમયમાં EPFOની સેવાઓ પર વધુ અસર પડી શકે છે. આથી તેમને સરકારને ઝડપથી જરૂરી પગલાં લેવા અપીલ કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

IT experts employees shortage EPFO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ