ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / why-do-prices-of-products-end-with-9-99-999

NULL / જાણો વસ્તુઓની કિંમત 99 199 999 કેમ રાખવામાં આવે છે?

Published By: vtvAdmin

Last Updated: 06:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જ્યારે પણ તમે માર્કેટમાં કે મૉલમાં શૉપિંગ કરવા માટે જાઓ તો ત્યાં મૂકેલી વસ્તુઓની કિંમત કંઇક આવા પ્રકારની હોય છે. જેમ કે 99 299 499 અને 999 વગેરે. આ પ્રાઇઝ ટેગ જોઇને શું તમને મનમાં એવો પ્રશ્ન ઊઠ્યો છે કે મોટાભાગની વસ્તુઓની કિંમત 1 રૂપિયો જ ઓછી કેમ હોય છે? આજે અમે તમને જણાવીશું આ પ્રકારની કિંમત રાખવા પાછળનું કારણ...

ક્સપર્ટના જણાવ્યા અનુસાર તેની પાછળ 2 કારણો રહે છે. પહેલું કારણ છે સાઈકોલોજિકલ માર્કેટિંગ સ્ટ્રેટેજી. મનોવૈજ્ઞાનિક રીતે આ પ્રકારની પ્રાઈઝ ટેગ રાખવાથી ગ્રાહક એ વસ્તુ ખરીદવા માટે આકર્ષિત થાય છે. વસ્તુની કિંમત એક રૂપિયો ઓછી નક્કી કરવી એ સાઇકોલોજિકલ માર્કેટિંગનું સમજી વિચારેલી સ્ટ્રેટેજી હોય છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો એક મોલમાં તમે શોપિંગ કરી રહ્યા છો અને તમારે એક જીન્સ લેવું છે અને એની પર કિંમત લખી છે 499 તો એક વખત તો તમે એને 500 સમજીને જ ખરીદશો. પરંતુ એ વાત પણ સાચી છે કે ઘણા ગ્રાહક એવા પણ હોય છે કે જે માત્ર વસ્તુની આગળની કિંમત જ જોવે છે જેમ કે 499 લખેલા હોય છે. તો એ 400 રૂપિયા માનીને ખરીદે છે. પરંતુ તેમ છતાં એને રૂપિયા 499 જ આપવાના હોય છે. આ ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવાની રીત છે.

એક રૂપિયો ઓછો રાખવાનું બીજું કારણ. કોઇ પણ વસ્તુ પાછળ એક રૂપિયો ઓછી રાખવાથી સેલરનો જ ફાયદો થાય છે. તમે એક રૂપિયો વિચારીને છોડી દો છો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે આ એક રૂપિયા પાછળ સેલર કેટલો ફાયદો થાય છે. ઘણી વખત આપણે એવું વિચારીને એક રૂપિયો લેતા નથી કે આટલી મોટી જગ્યા પરથી સામાન ખરીદી રહ્યા છીએને એક રૂપિયા માટે કાઉન્ટર પર ઉભા રહીએ. એટલા માટે આપણે કાઉન્ટર પર રહેલા વ્યક્તિને કહી દઈએ છીએ કે તમે રાખી. તો ક્યારેક કાઉન્ટર વાળો વ્યક્તિ 1 રૂપિયાની જગ્યાએ કોઈ સામાન્ય ચોકલેટ આપે છે. જેમાં પણ વેપારીને જ ફાયદો થાય છે. 100 ચોકલેટની બેગ 30 થી 40 રૂપિયાની આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ