વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે કોરોનાને લઈને એક ભયાનક આગાહી કરી છે.
કોરોનાના શાંત પાણીમાં કાંકરો ફેંક્યો WHO ચીફે
કહ્યું દુનિયામાં કાયમ રહેશે કોરોના
કોરોનાને નાબૂદ કરવો અશક્ય
આઠ મહિનામાં 1.70 લાખથી વધુના મોત
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસે કહ્યું છે કે, છેલ્લા આઠ સપ્તાહમાં કોવિડ-19ના કારણે 1.70 લાખ લોકોના મોત થયા છે. આ એવા આંકડા છે જેમના રિપોર્ટ સામે આવ્યા છે. આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હશે. તેમણે કહ્યું કે માનવો અને પ્રાણીઓ વચ્ચેથી આ કોવિડ -19 કોરોના વાયરસને નાબૂદ કરવો અશક્ય છે. એવું પણ બની શકે કે આપણે તેના ભયંકર પરિણામોને ઘટાડી શકીએ. લોકોના મોત ઘટાડી શકીએ, લોકોને સંક્રમિત થતા બચાવી શકીએ પરંતુ કોરોના કાયમી માટે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી બની રહેશે.
બીજી બીમારીઓ પર ધ્યાન જતું નથી
ઘેબ્રેયેસસે કહ્યું કે કોરોનાને ઓછો આંકવો એ ભૂલ હશે. સમગ્ર વિશ્વમાં આરોગ્ય પ્રણાલીઓ કોવિડ -19 સાથે સંઘર્ષ કરી રહી છે. તેના કારણે અન્ય મોટી બીમારીઓ પર ધ્યાન આપવું મુશ્કેલ બની રહ્યું છે. કારણ કે કોવિડને હજી પણ પ્રમુખતાથી લેવામાં આવી રહ્યો છે. કોવિ9-19 મહામારીના કારણે સમગ્ર વિશ્વનું આરોગ્ય તંત્ર કથળ્યું છે. મેડિકલ વર્કફોર્સની અછત સર્જાઈ છે.
કોરોનાને ઓછો આંકવો એ ભૂલ
ઘેબ્રેયેસસે કહ્યું કે મારો સંદેશ સ્પષ્ટ છે. કોરોનાવાયરસને ઓછો આંકવો એ એક મોટી ભૂલ હોઈ શકે છે. તે આપણને સતત આશ્ચર્યચકિત કરે છે. તે આપણને મારી નાખવાનો પ્રયાસ કરવાનું ચાલુ રાખશે. તેથી અમને વધુ તબીબી સાધનો અને તબીબી સ્ટાફની જરૂર છે. આ વાયરસ આપણા માણસો અને પ્રાણીઓમાં વસી ગયો છે. હવે તે ઘણી પેઢીઓથી સમાપ્ત થવાનો નથી.
આઠ મહિનામાં કોરોનાથી 1.70 લાખના મોત થયા
ડબલ્યુએચઓ ચીફે એવું પણ કહ્યું કે છેલ્લા આઠ મહિનાથી દુનિયામાં કોરોનાથી 1.70 લાખ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું કે આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે.