બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Who pays the loan if the borrower dies? Know what are the rules regarding loan recovery

તમારા કામનું / જો લોન લેનાર વ્યક્તિની મૃત્યુ થઈ જાય તો કોણ કરે છે તેની ચુકવણી? જાણો શું છે લોન રિકરવી અંગેના નિયમો

Megha

Last Updated: 03:18 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોન લેનાર વ્યક્તિની મૃત્યુ થવાના સંજોગોમાં લોનની બાકીની રકમ તેના ઉત્તરાધિકારી એ ચૂકવવાની રહેશે કે શું? તેને લઈને કોઈ નિયમ છે કે નહીં? તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • લોન પણ વિવિધ પ્રકારની હોય છે જેમ કે પર્સનલ લોન, કાર લોન, હોમ લોન
  • મૃત્યુ પછી લોનની ચુકવણી અંગે દરેક પ્રકારની લોનના અલગ-અલગ નિયમો
  • હોમ લોન રિકવરી અંગેના નિયમો શું? 
  • પર્સનલ લોન રિકવરી અંગેના નિયમો શું?

આપણે દરેકે જોયું હશે અને ઘણા લોકો એ કર્યું પણ હશે કે જ્યારે પણ પૈસાની જરૂર હોય છે આવી સ્થિતિમાં મહત્વપૂર્ણ કામો કરાવવા માટે લોકો બેંકમાંથી લોનનો સહારો લે છે. જણાવી દઈએ કે લોન પણ વિવિધ પ્રકારની હોય છે જેમ કે પર્સનલ લોન, કાર લોન, હોમ લોન વગેરે. દરેક ગ્રાહકો તેમની જરૂરિયાત મુજબ અલગ અલગ લોન છે અને એ લોન લીધા પછી દર મહિને હપ્તા ભરીને તેને ચુકવણી કરે છે. પણ ઘણી વખત એવું બને છે કે લોન લેનાર વ્યક્તિનું કમનસીબે મૃત્યુ થાય છે. પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે લોન લેનાર વ્યક્તિનું મૃત્યુ થયા પછી લોનની રકમ બાકી રહે છે તેની કોણ ચુકવણી કરે છે? લોન લેનાર વ્યક્તિની મૃત્યુ થવાના સંજોગોમાં લોનની ચુકવણી કોણ કરશે તેના પર અનેક સવાલો ઉભા થાય છે. લોનની બાકીની રકમ તેના ઉત્તરાધિકારી એ ચૂકવવાની રહેશે કે શું? , તેને લઈને કોઈ નિયમ છે કે નહીં? આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

તમને જણાવી દઈએ કે લોન લેનારની મૃત્યુ પછી લોનની ચુકવણી અંગે દરેક પ્રકારની લોનના અલગ-અલગ નિયમો હોય છે. હોમ લોન રિકવરી અંગે અલગ નિયમો છે અને પર્સનલ લોન રિકવરીના પણ અલગ નિયમો છે. 

હોમ લોન રિકવરી અંગેના નિયમો
જો કોઈ વ્યક્તિ હોમ લોન લે છે અને એ લોનનમાં બદલામાં તેના ઘરના કાગળને બદલે ગીરવે મૂકે છે. અને જો હોમ લોન લીધા પછી એ વ્યક્તિની મૃત્યુ થઈ જાય છે તો આવી પરીસ્થિતિમાં તેના દ્વારા લીધેલ લોનની ચુકવણીની જવાબદારી તેના સહ-લોન લેનાર અથવા તો વ્યક્તિના ઉત્તરાધિકારીએ આ લોનની ચુકવણી કરવી પડે છે. 

જણાવી દઈએ કે આ ચુકવણી અંતર્ગત તેમને અનેક વિકલ્પો પણ આપવામાં આવે છે.

આ વિકલ્પોમાં એમને બેંકમાં ગીરવે મુકેલ મિલકત વહેંચીને લોન ચૂકવવાનું પણ કહેવામાં આવે છે અને જો એમ ન થયું તો આવી પરીસ્થિતિમાં બેંક પોતે જ લોન સામે ગીરવે મુકેલ મિલકતની હરાજી કરે છે.

 

આ બધા સિવાય ઘણી બેંકો નવા ઓપ્શનનો પણ ઉપયોગ કરે છે. આ ઓપ્શન અંતર્ગત બેંક જ્યારે પણ કોઈ વ્યક્તિને લોન આપે શે ત્યારે એ સાથે તેને વીમો પણ આપે છે અને એવામાં જો એ વ્યક્તિ કમનસીબે મૃત્યુ પામે છે તો આવી પરીસ્થિતિમાં બેંક આ પૈસા વીમાકંપની દ્વારા વસૂલ કરે છે. 

પર્સનલ લોન રિકવરી અંગેના નિયમો
આ તો હોમ લોનની વાત થઈ પણ જો આપણે પર્સનલ લોન વિશે વાત કરીએ તો પર્સનલ લોન સિક્યોરડ લોન નથી હોતી. આવી સ્થિતિમાં જો પર્સનલ લોન લેનાર વ્યક્તિક મનસીબે મૃત્યુ પામે છે તો બેંક અન્ય કોઈ વ્યક્તિ અથવા તેના ઉત્તરાધિકારી પાસેથી પૈસા વસૂલ કરી શકતી નથી. પર્સનલ લોનમાં જે વ્યક્તિએ લોન લીધી છે તેના મૃત્યુ પછી થી તેની લોન પણ સમાપ્ત થઈ જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Home Loan Personal Loan પર્સનલ લોન લોન હોમ લોન Loan Rules
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ