બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / who is virat kohli replacement for india vs england test series ind vs eng

સ્પોર્ટ્સ / IND vs ENG Series: ટીમ ઇન્ડિયામાંથી વિરાટ કોહલી આઉટ, તો હવે કોણ ધમાલ મચાવશે? આ 5 સ્ટાર ખેલાડીઓ છે દાવેદાર

Manisha Jogi

Last Updated: 01:04 PM, 23 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ઘરેલુ ટેસ્ટ સીરિઝ રમશે. મેચ પહેલા ભારતીય ટીમને ઝટકો પડ્યો છે. વિરાટ કોહલી આ સીરિઝની પહેલી બે મેચમાંથી બહાર થઈ ગયા છે.

  • ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝ રમશે
  • મેચ પહેલા ભારતીય ટીમને ઝટકો
  • કોહલી સીરિઝની પહેલી બે મેચમાંથી બહાર

ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામે 5 મેચની ઘરેલુ ટેસ્ટ સીરિઝ રમશે. હૈદરાબાદના ઉપ્પલમાં રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં 25 જાન્યુઆરીના રોજ પહેલી ટેસ્ટ મેચ રમવામાં આવશે. મેચ પહેલા ભારતીય ટીમને ઝટકો પડ્યો છે. વિરાટ કોહલી આ સીરિઝની પહેલી બે મેચમાંથી બહાર થઈ ગયા છે. 

BCCIએ જણાવ્યું કે, વિરાટ કોહલીએ અંગત કારણોસર બ્રેક લીધી છે. ભારતીય બોર્ડે કોહલીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી નથી. આ 5 સ્ટાર ખેલાડી કોહલીની જગ્યા લેવા માટે દાવેદાર માનવામાં આવી રહ્યા છે. 

રજત પાટીદાર
રજત પાટીદાર મધ્યપ્રદેશ માટે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીએ અત્યાર સુધીમાં 55 ફર્સ્ટ ક્લાસ મેચમાં 45.97ની સરેરાશથી 4 હજાર રન કર્યા છે. જેમાં 12 સદી અને 22 અડધી સદી શામેલ છે. રજત પાટીદાર ભારતની ટીમનો હિસ્સો છે, તેમણે ઈંગ્લેન્ડ લાયન્સ સામે 151 રનની શાનદાર ઈનિંગ રમી હતી, આ મેચમાં ભારતીય ટીમે 50 રન પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. 

સરફરાઝ ખાન
26 વર્ષીય સ્ટાર પ્લેયર સરફરાઝ ખાન વર્ષ 2020થી ઘરેલુ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ખેલાડીએ મુંબઈ માટે 44 મેચમાં 68.20ની સરેરાશથી 3,751 રન કર્યા છે. જેમાં 13 સદી અને 11 અડધી સદી શામેલ છે. સરફરાઝ ખાનભારતની ટીમનો હિસ્સો છે, તેમણે ઈંગ્લેન્ડ લાયન્સ સામેની મેચમાં 55 અને 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી.

ચેતેશ્વર પૂજારા
સીનિયર બેટ્સમેન ચેતેશ્વર પૂજારા ભારતીય ટીમમાં વાપસી કરવાનું વિચારી રહ્યા છે. ચેતેશ્વર પૂજારાએ જૂન 2023માં WTC ફાઈનલ મેચ રમી હતી. રણજી ટ્રોફીમાં શાનદાર ઈનિંગ રમી હતી. ચેતેશ્વર પૂજારાએ સૌરાષ્ટ્ર માટે 43, 66, 49, 43 અને અણનમ 243 રનની ઈનિંગ રમી. 

અભિમન્યુ
અભિમન્યુ બંગાળની ટીમ માટે રન મશીન માનવામાં આવે છે. અભિમન્યુએ 144 મેચમાં 6,314 રન કર્યા છે, જેમાં 21 સદી અને 26 અડધી સદી શામેલ છે. આ ખેલાડીની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સીરિઝ માટે પસંદગ કરવામાં આવી હતી. 

વધુ વાંચો: BCCI Awards: કોહલી-રોહિતને પાછળ છોડી આ દિગ્ગજ ખેલાડી બન્યો ક્રિકેટર ઑફ ધ યર, આજે સન્માન

રિંકૂ સિંહ
ભારતીય ટીમમાં રિંકૂ સિંહે ફિનિશરે તરીકે જગ્યા ફાઈનલ કરી લીધી છે. આ ખેલાડીએ લિમિટેડ ઓવર્સની સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ કમાલ કર્યો છે. આ ખેલાડીએ અત્યાર સુધી 43 મેચ રમી છે અને 58.47ની સરેરાશથી 3,099 રન કર્યા છે. જેમાં 7 સદી અને 20 અડધી સદી શામેલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ