બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Who is the Ahmedabadi Architect of Ram Temple?

અયોધ્યા મંદિર / જાણો કોણ છે રામ મંદિરનાં અમદાવાદી આર્કિટેક્ટ, કેમ તેમને મંદિરની જવાબદારી સોંપાઈ

Dharmishtha

Last Updated: 08:14 PM, 9 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ચંદ્રકાન્ત સોમપુરા અયોધ્યા મંદિરની ડિઝાઈન તૈયાર કરી છે. તેઓ દ્વારા 3 વર્ષમાં રામ મંદિર તૈયાર કરી દેવામાં આવશે. કોણ છે ચંદ્રકાન્ત સોમપુરા અને કેમ તેમને જ રામ મંદિરના નિર્માણની જવાબદારી સૌંપવામાં આવી છે...

  • 7 પેઢીથી આ પરિવાર દેશ-વિદેશમાં મંદિરો બનાવે છે
  • ચંદ્રકાન્ત સોમપુરા ગાંધીનગર અક્ષરધામ, પાલનપુર અંબા માતા મંદિરનું નિર્માણ કરી ચુક્યાં છે
  • સોમપુરા પરિવાર નાગર શૈલીના મંદિરો બનાવવામાં એક્સપર્ટ છે.

મૂળ પાલનપુરનાં છે ચંદ્રકાન્ત સોમપુરા

76 વર્ષનાં ચંદ્રકાંત સોમપુરા મુળ ગુજરાતનાં પાલીતાણાનાં છે. તેઓ અત્યાર સુધી હિંદુ, જૈન તથા સ્વામી નારાયણ સંપ્રદાયનાં 100થી વધારે મંદિર બનાવી ચુક્યાં છે. જેમાં ગાંધીનગરનું અક્ષરધામ મંદિર, પાલનપુરનાં અંબા માતાનાં મંદિર તથા બિડલા મંદિર જેવા કેટલાક મંદિરોનો સમાવેશ થાય છે.  તેઓ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં મંદિરો બનાવ્યાં છે. 

મંદિરનાં આ બેઝિક નિયમો છે

મંદિર બનાવવાનાં બે બેઝિક નિયમો છે. એક ભુગોળ અને બીજુ સંસ્કૃતિ. આ બન્નેનાં સમન્વયથી મંદિરનું નિર્માણ સુંદર રીતે કરી શકાય છે. ભારતમાં બે શૈલીનાં મંદિરો તૈયાર કરવામાં આવે છે. ઉત્તરમાં નાગર શૈલી અને દક્ષિણમાં દ્રવિડ્યન શૈલી. સોમપુરા પરિવાર નાગર શૈલીનાં મંદિરો અને કોમ્યુનિટી હોલ તથા બિલ્ડિંગ બનાવવામાં નિપુર્ણ છે.

7 પેઢીથી આ પરિવાર દેશ-વિદેશમાં મંદિરો બનાવે છે

સોમપુરા પરિવાર 7 પેઢીથી મંદિરોની ડિઝાઈન બનાવી રહ્યાં છે. પદ્મશ્રી પ્રભાશંકર ઓધાભાઈ સોમપુરાનો આ પરિવાર ગુજરાતનાં જાણીતા 12 અને દેશમાં 100થી વધું મંદિર બનાવી ચુક્યાં છે.  આ ઉપરાંત તેઓ સિંગાપુર, યુએસએ જેવા અનેક દેશોમાં પણ મંદિરોનું નિર્માણ કરી ચુક્યાં છે. દિલ્હી, મુંબઈનાં રામ મંદિર, મથુરાનું કૃષ્ણ જન્મસ્થાન, ગોરખપુરનાં રાધાકૃષ્ણ સાધના કેન્દ્ર, નાગદા મધ્ય પ્રદેશનું વિષ્ણુ મંદિર સોમપુરા પરિવારે બનાવ્યું છે.

આ કારણે ચંદ્રકાન્ત સોમપુરાને રામ મંદિરની જવાબદારી સોંપાઈ

સોમપુરા પરિવાર મંદિરો બનાવવામાં મહારથ હાસલ કરી હોવાથી વીએચપી દ્વારા 30 વર્ષ પહેલાં ચંદ્રકાંત સોમપુરાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ આ મંદિર ભારતનાં ઉત્તરનાં રાજ્યનું છે. ભારતનાં ઉત્તરમાં નાગરશૈલીનાં મંદિરો પ્રચલિત છે. ત્યારે નાગર શૈલીમાં સ્પેશિયાલીટી ધરાવતાં સોમપુરા પરિવારને કોઈ કેવી રીતે ભુલી શકે. એ જ કારણથી ચંદ્રકાન્ત સોમપુરાને અયોધ્યા મંદિર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

નાગર શૈલીનાં મંદિરોનો શ્રેય સોમપુરા પરિવારને 

સોમપુર પરિવારનાં મોભી તથા ચંદ્રકાંત સોમપુરાનાં પિતા પદ્મશ્રી પ્રભાશંકર ઓધાભાઈએ સોમનાથ મંદિરની ડિઝાઈન તૈયાર કરી હતી. તેમણે આ મંદિરનું નિર્માણ દોઢ કરોડમાં કર્યું હતું.  હેરિટેજ નાગર શૈલી પ્રભાશંકરની સુંદર ભેટ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya Temple Gujarati News ahmedabad chandrakant sompura અમદાવાદ ગુજરાતી ન્યૂઝ ચંદ્રકાન્ત સોમપુરા સોમપુરા Ayodhya temple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ