બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ભારત / Politics / Who is ex-IAS OP Chowdhury, whom BJP can make the Chief Minister of this state

છત્તીસગઢ / કોણ છે પૂર્વ IAS ઓપી ચૌધરી, જેમને ભાજપ બનાવી શકે છે આ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી શાહના ગણાય છે એકદમ ખાસ

Priyakant

Last Updated: 03:30 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 Latest News : પૂર્વ IAS ઓપી ચૌધરી અમિત શાહની ખૂબ નજીક છે અને તેના કારણે તેમને રાજકારણમાં લાવવામાં આવ્યા,  રાયગઢમાં પ્રચાર કરવા આવેલા અમિત શાહે કહ્યું હતું કે, તમે ચૌધરીને ચૂંટણી જીતાડો. હું તેમને મોટો માણસ બનાવીશ

  • છત્તીસગઢ ચૂંટણીમાં એક પૂર્વ IAS અધિકારીના નામ પર ચર્ચા
  • પૂર્વ IAS ઓપી ચૌધરી બની શકે છત્તીસગઢના મુખ્યમંત્રી  
  • અમિત શાહના નજીકનાં માણસ ગણાય છે પૂર્વ IAS ઓપી ચૌધરી

Assembly Elections 2023 : દેશના ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 3 ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ચૂંટણીમાં ઘણા એવા ઉમેદવારો છે જે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ દરમિયાન જો છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો એક પૂર્વ IAS અધિકારીનું નામ પણ ચર્ચાનું કારણ બન્યું છે. આ IAS અધિકારી અમિત શાહની ખૂબ નજીક છે અને તેના કારણે પૂર્વ IASને રાજકારણમાં લાવવામાં આવ્યા છે. વાત છે 22 વર્ષની ઉંમરમાં IAS બનેલા ઓપી ચૌધરીની. છત્તીસગઢમાં પૂર્વ IAS અધિકારીના નામને લઈને ચર્ચા ચાલી રહી છે કે તેમને છત્તીસગઢના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે. 

ઓ.પી.ચૌધરીનું શિક્ષણ
ઓપી ચૌધરીના પિતા દીનાનાથ ચૌધરી શિક્ષક હતા. જ્યારે ઓપી બીજા વર્ગમાં હતા ત્યારે તેના પિતાનું અવસાન થયું. તેમણે પ્રારંભિક શાળાનો અભ્યાસ તેમના વતન ગામમાંથી પૂર્ણ કર્યો. આ પછી તેમણે ભિલાઈમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પછી સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી. ઓપી ચૌધરીએ પ્રથમ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી હતી. તમને જણાવી દઈએ કે, ઓપી રાયપુરના કલેક્ટર રહી ચૂક્યા છે. વર્ષ 2018માં તેઓ ખરસિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઓ.પી.ચૌધરીના નામે ઘણી સિદ્ધિઓ
ઓપી ચૌધરી રાયગઢ જિલ્લાના બાયંગ ગામના રહેવાસી છે. આ જિલ્લામાંથી પ્રથમ વખત કોઈ વ્યક્તિ આઈએએસ બન્યો અને તે છે ઓપી ચૌધરી. તેમની 13 વર્ષની સેવામાં તેમણે છત્તીસગઢમાં ઘણી યોજનાઓ પર કામ કર્યું, જેની રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા કરવામાં આવી હતી અને તેના માટે તેમને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. રાજધાની રાયપુરમાં આવેલી પ્રયાસ સ્કૂલને ઓપી ચૌધરીની ભેટ માનવામાં આવે છે. આ વિસ્તાર નક્સલ પ્રભાવિત છે. તેમ છતાં અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અભ્યાસની સાથે બાળકોને આ વિસ્તારમાં રહેવાની સુવિધા પણ આપવામાં આવે છે. દંતેવાડામાં કલેક્ટર તરીકે નિયુક્ત થયા પછી તેમણે નક્સલ પ્રભાવિત વિસ્તારને એજ્યુકેશન હબમાં પરિવર્તિત કર્યો. આ માટે તેમને વર્ષ 2011-12માં વડાપ્રધાનના શ્રેષ્ઠતા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

રાજકારણમાં જોડાયા
IAS ઓફિસર ઓપી ચૌધરીના જણાવ્યા અનુસાર તેઓ હંમેશા જમીન સાથે જોડાયેલા રહ્યા અને સમાજના વિકાસ માટે પ્રયાસ કરતા રહ્યા. 2005 બેચના IAS અધિકારીએ 13 વર્ષ સુધી સેવા આપ્યા બાદ કલેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું હતું. કહેવાય છે કે અમિત શાહ સાથે તેમના ગાઢ સંબંધ છે. 

આ તરફ ભાજપે આ ઓપી ચૌધરીને રાયગઢથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ વખતે ભાજપે ઓપી ચૌધરીની સીટ બદલી છે. જો ઓપી ચૌધરી ચૂંટણી જીતશે તો ભાજપમાં તેમનું કદ ચોક્કસ વધી જશે. કારણ કે રાયગઢમાં પ્રચાર કરવા આવેલા અમિત શાહે કહ્યું હતું કે, તમે ચૌધરીને ચૂંટણી જીતાડો. હું તેમને મોટો માણસ બનાવીશ. મોટો માણસ બનાવવો એ મારું કામ છે. તમને જણાવી દઈએ કે ઓપી ચૌધરીને લઈને એવી પણ ચર્ચા છે કે તેમને છત્તીસગઢના મુખ્યમંત્રી બનાવવામાં આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ