બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / which gemstone ring should be worn in which finger know the important

Astro Tips / ટેન્શનનો પાર નહીં રહે.! તમે ખોટી આંગળીમાં રત્ન પહેરી લીધો નથી ને, નુકસાનથી બચવા જાણીલો સાચો નિયમ

Manisha Jogi

Last Updated: 06:20 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રત્ન ધારણ કરવાથી ગ્રહોનું સંતુલન જળવાઈ રહે છે. જ્યોતિષની સલાહ વગર રત્ન પહેરવાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે.

  • કઈ આંગળીમાં કયો રત્ન ધારણ કરવો
  • જ્યોતિષની સલાહ વગર રત્ન ના પહેરવો
  • જાણો રત્ન સંબંધિત મહત્ત્વપૂર્ણ નિયમો

મનુષ્ય સુખમયી જીવન જીવવા માટે ખૂબ જ મહેનત કરે છે. ઘણી મહેનત કરવા છતાં મનપસંદ પરિણામ ના મળતા જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવે છે. જેના સમાધાન માટે જ્યોતિષમાં રત્ન પહેરવાની સલાહ આપવામાં આવી છે. કહેવામાં આવે છે. રત્ન ધારણ કરવાથી ગ્રહોનું સંતુલન જળવાઈ રહે છે. જ્યોતિષની સલાહ વગર રત્ન પહેરવાથી અશુભ પરિણામ પ્રાપ્ત થાય છે. કઈ આંગળીમાં કયો રત્ન ધારણ કરવો જોઈએ, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મોતી
જ્યોતિષમાં ચંદ્રદેવને રત્ન માનવામાં આવે છે. મોતી હંમેશા ચાંદીની વીંટીમાં અને નાની આંગળીમાં પહેરવો જોઈએ. જેથી જીવનમાં શાંતિ રહે છે. આ વીંટી ધારણ કરવા માટે સાંજના સમયને શુભ માનવામાં આવે છે.  

માણિક
રત્ન શાસ્ત્રમાં માણિકને સૂર્યનો રત્ન માનવામાં આવે છે. આ રત્ન અનામિકા આંગળી (રિંગ ફિંગર) માં પહેરવો જોઈએ, જેથી શુભ પરિણામ પ્રાપ્ત થાય છે. રવિવારે સૂર્યોદય સમયે આ વીંટી ધારણ કરવી જોઈએ.  

મૂંગા
મૂંગા રત્ન રિંગ ફિંગર (અનામિકા આંગળી)માં પહેરવો જોઈએ. આ રત્ન ચાંદી અથવા તાંબાની વીંટીમાં હોવો જોઈએ અને સાંજના સમયે ધારણ કરવો જોઈએ. મૂંગા રત્નને મંગળનો રત્ન કહેવામાં આવે છે. 

પન્ના
આ રત્ન ઘણા લોકોને ફળી જાય તો જીવન સુધરી જાય છે. બુધનો આ રત્ન હાથની સૌથી નાની આંગળીમાં ધારણ કરવો જોઈએ. આ રત્ન બુધવારે બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં પહેરી લેવો જોઈએ. 

પુખરાજ
પુખરાજ રત્ન તર્જની આંગળીમાં ધારણ કરવાથી શુભ ફળ પ્રદાન કરે છે, જેને બ્રહસ્પતિનો રત્ન કહેવામાં આવે છે. આ કારણોસર રત્ન સોનાની વીંટીમાં ધારણ કરીને ગુરુવારે પહેરવો જોઈએ. 

નીલમ
નીલમ રત્ન તમામ લોકોને ફળી શકતો નથી. આ રત્ન ઘણા લોકોને ફળી જાય તો જીવન સુધરી જાય છે અને સકારાત્મક પરિણામ પ્રાપ્ત થાય છે. શનિનો આ રત્ન મધ્યમા આંગળીમાં પહેરવો જોઈએ. 

હીરા
હીરા હંમેશા શુક્રની શુભતા પ્રદાન કરે છે. શુક્રના આ રત્નને સોનામાં ધારણ કરીને અલગ અલગ આંગળીમાં પહેરી શકાય છે. જે માટે જ્યોતિષની સલાહ જરૂરથી લેવી. આ રત્ન તર્જની આંગળીમાં ધારણ કરવામાં આવે તો લાઈફમાં ગ્લેમર અને કરિઅરમાં સફળતા પ્રદાન કરે છે. અનામિકા આંગળીમાં પહેરવામાં આવે તો સંબંધો સુધરી જાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ