બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / આ દેશમાં કોન્ડોમ વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, પકડાયાં તો સજા, બીજા ઠેકાણે થોડો-ઘણો ચાલે, ચોંકાવનારી જાણકારી

સર્વે / આ દેશમાં કોન્ડોમ વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ, પકડાયાં તો સજા, બીજા ઠેકાણે થોડો-ઘણો ચાલે, ચોંકાવનારી જાણકારી

Last Updated: 06:13 PM, 16 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના એક દેશમાં તો કોન્ડોમ પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને બીજા કેટલાક દેશોમાં થોડો ઘણો પ્રતિબંધ છે.

સેફ સેક્સ અને વણજોઈતી પ્રેગનન્સીથી બચવા માટેનું અસરકારક અને હાથવગું સાધન કોન્ડોમ છે પરંતુ જાણીને નવાઈ લાગશે કે ઘણા દેશોએ કોન્ડોમ પર પૂરો અથવા થોડો ઘણો પ્રતિબંધ મૂકેલો છે જે દેશોએ કોન્ડોમ પર પ્રતિબંધ મૂક્યો છે તેમનો હેતુ જેટલા થાય તેટલા બાળકો પેદા કરવાનો છે.

કયા દેશમાં કોન્ડોમ પર પૂર્ણ પ્રતિબંધ

અફઘાનિસ્તાન એક એવો દેશ છે જેણે કોન્ડોમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકેલો છે એટલે અહીં કોઈ કોન્ડોમ વાપરતું પકડાય તો સજા પણ થઈ શકે છે. કોન્ડોમ પ્રતિબંધનો અર્થ થાય તેટલા બાળકો પેદા કરવાનો છે.

નાઈજેરિયા અને ઉત્તર કોરિયામાં આંશિક પ્રતિબંધ

તો બીજી તરફ નાઈજેરિયા અને ઉત્તર કોરિયામાં કોન્ડોમ પર આંશિક પ્રતિબંધ છે.

આ બે દેશોમાં કોન્ડોમ માન્ય પરંતુ પ્રોત્સાહન નહીં

ઈન્ડોનેશિયા અને ફિલીપાઈન્સમાં કોન્ડોમ માન્ય છે પરંતુ તેને પ્રોત્સાહન આપવામાં નથી આવતું.

યુરોપિયન દેશોમાં કોન્ડોમ-ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ ઘટ્યો

WHO દ્વારા વિશ્વમાં વિવિધ પ્રકારના સર્વે કરવામાં આવે છે. જેમાં કેટલાક સર્વે ચોંકાવનારા હોય છે. ત્યારે હાલમાં કોન્ડોમને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યુરોપિયન દેશોમાં કિશોરોમાં કોન્ડોમ અને ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ ઘટી રહ્યો છે જે ચિંતાનો વિષય છે. રિપોર્ટ અનુસાર લગભગ એક તૃતીયાંશ છોકરા-છોકરીઓએ કબૂલ્યું હતું કે છેલ્લી વખત તેમણે સેક્સ કર્યું હતું ત્યારે તેમણે ન તો કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો કે ન તો ખાલી ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કર્યો હતો. 2018થી આ ટ્રેન્ડમાં કોઈ ફેરફાર થયો નથી. જેના કારણે અસુરક્ષિત સેક્સને કારણે જાતીય રોગોનું જોખમ, વસ્તીમાં વધારો અને એઇડ્સનું જોખમ વધ્યું છે. WHOએ યુરોપ અને મધ્ય એશિયાના 42 દેશોમાં એક સર્વે કર્યો હતો. સર્વેમાં આ દેશોના 15 વર્ષની વયના 242000 કિશોરોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોમાં જાણવા મળ્યું કે છેલ્લી વખત સેક્સ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરનારા છોકરાઓની સંખ્યા 2014માં 70 ટકાથી ઘટીને 2022માં 61 ટકા થઈ ગઈ છે. જ્યારે જે છોકરીઓએ કહ્યું હતું કે તેઓએ છેલ્લી વખત સેક્સ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કર્યો હતો અને સેક્સ પછી ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કર્યો હતો, તે 63 ટકાથી ઘટીને 57 ટકા થઈ ગઈ છે. લગભગ એક તૃતીયાંશ કિશોરો સેક્સ કરતી વખતે કોન્ડોમનો ઉપયોગ કરતા નથી.

વધુ વાંચો : VIDEO : ભાઈ-ભાભી મનાવી રહ્યાં હતા સુહાગરાત... લાઈવ જોવા કમરામાં છુપાયો દિયર, દુલ્હનની નજર પડી તો....

સેક્સ એજ્યુકેશનના અભાવે સમસ્યા વધી

સર્વે અનુસાર, 2014 અને 2022 વચ્ચે ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ પણ પ્રમાણમાં સ્થિર રહ્યો હતો. 15 વર્ષની વયના 26 ટકા કિશોરોએ છેલ્લી વખત સેક્સ કર્યા પછી આ ગોળીઓનો ઉપયોગ કર્યો હતો. નીચલા વર્ગના પરિવારોના 33 ટકા કિશોરોએ કોન્ડોમ અથવા ગોળીઓનો ઉપયોગ કર્યો ન હતો, જ્યારે આ આંકડો ઉચ્ચ વર્ગના પરિવારોના કિશોરોમાં 25 ટકા હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના યુરોપ ડાયરેક્ટર કહે છે કે યુરોપના ઘણા દેશોમાં હજુ પણ સેક્સ એજ્યુકેશન આપવામાં આવી રહ્યું નથી. જો યુવાનોને યોગ્ય સમયે અસુરક્ષિત સેક્સથી થતા નુકસાન વિશે માહિતગાર ન કરવામાં આવે તો જાતીય રોગો અને વસ્તી વધવાનો ભય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

condom news condom ban Condom Use Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ