બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ક્યારે રજૂ કરાશે દેશનું પૂર્ણ બજેટ? આ વખતે કઇ-કઇ બાબતો હશે ખાસ, જાણો અપડેટ

બજેટ 2024 / ક્યારે રજૂ કરાશે દેશનું પૂર્ણ બજેટ? આ વખતે કઇ-કઇ બાબતો હશે ખાસ, જાણો અપડેટ

Priyakant

Last Updated: 08:34 AM, 20 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Budget 2024 Latest News : સંસદીય બાબતોના મંત્રાલયે જાહેરાત કરી છે કે, 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે, આ બજેટમાં શું ખાસ હોઈ શકે ?

Budget 2024 : બજેટ 2024ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર આવતા મહિને નાણાકીય વર્ષ 2024-25 માટે સંપૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહી છે. આ તરફ હવે બજેટ 2024ને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જોકે બજેટ રજૂ કરવાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નાણામંત્રી 18 જુલાઈએ બજેટ રજૂ કરી શકે છે. પહેલેથી જ અપેક્ષા હતી કે, મોદી 3.0નું સંપૂર્ણ બજેટ જુલાઈના મધ્યમાં આવી શકે છે.

આ તારીખે રજૂ થઈ શકે છે સંપૂર્ણ બજેટ

સરકારી સૂત્રોને ટાંકીને એક ખાનગી મીડિયાએ અહેવાલ આપ્યો છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમણ 18 જુલાઈના રોજ બજેટ 2024 રજૂ કરશે. સંસદીય બાબતોના મંત્રાલયે જાહેરાત કરી છે કે, 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે અને 3 જુલાઈ સુધી ચાલશે. સંસદનું ચોમાસુ સત્ર જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થવા જઈ રહ્યું છે અને તે 9 ઓગસ્ટ સુધી ચાલવાની શક્યતા છે.

આજે પ્રી-બજેટ મીટિંગ

નિર્મલા સીતારમણે 12 જૂને તાજેતરમાં સ્થાપિત NDA સરકારના નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. હવે તેમણે સંપૂર્ણ બજેટ રજૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અગાઉ મહેસૂલ સચિવ સાથે સત્તાવાર બેઠક કર્યા પછી નાણા પ્રધાન આજે ઉદ્યોગના હિતધારકો સાથે પ્રી-બજેટ બેઠક યોજવા જઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2025 માટે વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું.

આવો જાણીએ આ બજેટમાં શું ખાસ હોઈ શકે?

આ વખતે લોકસભાની ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી ન હતી અને NDA ગઠબંધનની સરકાર બની હતી. આવી સ્થિતિમાં સરકાર સામાન્ય જનતા, કરદાતાઓ અને નોકરીયાત લોકો માટે સંપૂર્ણ બજેટમાં મોટી જાહેરાત કરે તેવી અપેક્ષા છે. આ વખતે સરકારનું ખાસ ધ્યાન મધ્યમ વર્ગ પર હોઈ શકે છે. આ માટે આવકવેરામાં રાહતની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈમાં આવનારા બજેટમાં ટેક્સ નિયમોમાં ફેરફાર કરી શકે છે. અત્યાર સુધી 3 લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી અને આ મુક્તિ મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે.

વધુ વાંચો: દક્ષિણ ગુજરાત સહિત દેશના આ રાજ્યોમાં 2 જ કલાકમાં વરસાદ ત્રાટકશે, IMDએ આપ્યું એલર્ટ

બજેટ રજૂ કરીને નિર્મલા સીતારમણ ઈતિહાસ રચશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ મોદી 3.0નું પહેલું સંપૂર્ણ બજેટ રજૂ કરીને ઈતિહાસ રચવા તૈયાર છે. વાસ્તવમાં નાણામંત્રી તરીકે સીતારમણનું આ સતત સાતમું બજેટ હશે અને તેમાં છ પૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ સામેલ છે. તે મુજબ તે નાણામંત્રી મોરારજી દેસાઈના રેકોર્ડને પાછળ છોડી દેશે. તેમણે 1959-1964 વચ્ચે 5 વાર્ષિક બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું.

સંકળાયેલા મુદ્દાઓ

budget 2024 india Budget 2024 Budget 2024 news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ