ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / When will Std. 1 to 5 classes start in Gujarat? Find out the answer given by Education Minister Jitu Waghani
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત સરકારે રાજ્યની પ્રાથમિક શાળાઓના ધોરણ 1 થી 5ના વર્ગો શાળામાં શરુ કરવા માટે સંકેત આપ્યો છે.રાજ્યમાં નવી સરકાર રચાયા બાદ શાળા શિક્ષણ માટે પણ અપેક્ષાઓ વધી ગઈ છે ત્યારે, રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપતા કહ્યું છેકે, આગામી સમયમાં ધોરણ 1 થી 5 ના ઓફ લાઈન વર્ગો શરુ કરવા વિચારણા છે. પરંતુ આ પહેલા સરકારના તમામ વિભાગો સાથે પરામર્શ કરીને પછી જ નિર્ણય લેવાશે
રૂપાણી સરકારે ચોક્કસ માર્ગ દર્શિકા આપી હતી
ADVERTISEMENT
રાજ્યમાં રૂપાણી સરકારે ,તબક્કાવાર શિક્ષણ વિભાગો શરુ કરવા નિર્ણય કર્યા હતા. ધોરણ 9 થી 12નાં વર્ગો બાદ કોલેજ અને ત્યાર બાદ ધોરણ 6 થી 8 ના વર્ગો માટે ચોક્કસ ગાઈડ લાઈન અંતર્ગત શાળાઓ શરુ કરાવી હતી. બાળકોને શાળાઓમાં વાલીઓના સહમતી પત્રક ઉપરાંત માસ્ક,સોશિયલ ડીસ્ટન્સ, શાળાઓમાં રીસેસ નહિ જેવા ધારા ધોરણો સાથે શાળા શરુ કરાઈ અને ઓન લાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. હવે જ્યારે ધોરણ 1 થી 5 ના વર્ગોનું ઓન લાઈન શિક્ષણ ચાલુ છે તેને બંધ કરી,શાળાઓમાં વર્ગો શરુ કરવા સરકાર વિચારણા કરી રહી છે.
પરંતુ શિક્ષણ મંત્રીએ કહ્યું તેમ, સરકારના તમામ વિભાગો વચ્ચે સંકલિત વાતચિત બાદ જ નિર્ણય લેવાશે.
વાલીઓમાં મોટી મૂંઝવણ
ADVERTISEMENT
રાજ્યમાં નાણા બાળકો માટે વેક્સીન ઓક્ટોબર માસમાં ઉપલબ્ધ થઇ શકે તેમ હોવાના સમાચાર વચ્ચે વાલીઓની મૂંઝવણ એ છે કે,નાના બાળકોને શાળાએ કઈ રીતે મોકલવા. હાલ રાજ્યમાં ડેન્ગુ,મેલેરિયા,ચીકનગુનીયા જેવા મચ્છર-પાણીજન્ય રોગ પણ વકર્યા છે.ત્યારે,શાળામાં સાફ-સફાઈ,પીવાનું પાણી,મચ્છર અંગે પણ ચિંતા છે. આવામ ધોરણ 1 થી 5 નાં વિધાર્થીઓ માટે લેવા-મૂકવા આવતા વાહનો માં કઈ રીતે સોશિયલ ડીસ્ટન્સ જળવાય ? તે પણ એક પ્રશ્ન છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT