બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / When will canal corruption stop? Why can't there be gaps, whose fault is it?

મહામંથન / કેનાલનો ભ્રષ્ટાચાર ક્યારે અટકશે? ગાબડાં પડી જ ન શકે તેવી કેમ ન બની શકે, કોનો છે દોષ?

Vishal Khamar

Last Updated: 08:47 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોને ખેતરમાં સિંચાઈ માટે કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. પરંતું છેલ્લા ઘણા સમયથી કેનાલમાં ગાબડા પડવાનાં બનાવો વધી રહ્યા છે. ત્યારે કેનાલમાં ગાબડા પડતા પાણી ખેતરમાં ઉભા પાક પર ફરી વળે છે. કેનાલમાં ભ્રષ્ટાચારથી થતી સમસ્યાનું સમાધાન શું?

જગતના તાત એવા ખેડૂતોની પરેશાની ઓછી થવાનું નામ નથી લઈ રહ્યું.. ચોમાસામાં થયેલા પાછોતરા વરસાદથી ઉભા પાકને નુકસાન પહોંચ્યું.. તો હવે શિયાળુ પાકના પિયત માટે ફાંફા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળોએ તો ખેડૂતોએ પાણીનું વહેણ ન અટકે તેના માટે કેનાલની જાતે જ સફાઈ કરી..પણ બનાસકાંઠા,મહેસાણા,પાટણ સહિતના જિલ્લામાં વારંવાર કેનાલમાં ગાબડા પડી રહ્યા છે.. સિંચાઈ માટે પાણી આવે એ પહેલા અનેક સ્થળોએ ગાબડાં અને રિપેરિંગ કાર્ય પણ હાથ ધરાયું જોકે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો.
તાજેતરમાં જ રિપેર કરાયેલી કેનાલમાં ગાબડાં પડ્યા છે. મહામહેનતે કરેલી ખેતી પાક પાછળની દિવસ-રાતની મહેનત પર કેનાલને કારણે પાણી ફરી વળતા લાખો રૂપિયાનું નુકસાન થાય છે.  અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે વારંવાર ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે. ત્યારે ખેડૂતોનો સવાલ છે કે કેનાલોમાં વહેતા ભ્રષ્ટાચારથી થતી સમસ્યાનું સમાધાન શું? કેનાલો વારંવાર જર્જરિત કેમ થાય છે? કાગળ પર નક્કી થતાં માપદંડો જમીન પર દેખાતા કેમ નથી?કેનાલના કામોમાં થતી ગેરરીતિ અટકે કઇ રીતે?

રાજ્યમાં કેનાલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ છે.  ઉત્તર ગુજરાતમાં માઈનોર કેનાલમાં અનેક સ્થળે ગાબડાં પડ્યા છે.  રિપેરિંગ કરવામાં આવેલી કેનાલોમાં પણ પડી તિરાડો પડી છે. બેચરાજીના સુરજમાં માઈનોર કેનાલમાં પોપડા પોપડા ઉખડ્યા છે.  ડીસાના વિઠોદર પાસે કેનાલમાં ગાબડું પડ્યું હતું. કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. 

કયા સ્થળોએ કેનાલની સમસ્યા?
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેનાલ જર્જરિત છે.  પાટણ,બનાસકાંઠા,મહેસાણા જિલ્લામાં વારંવાર ગાબડા પડે છે.  કેનાલમાં ખેડૂતોએ જાતે સાફ સફાઈ કરવી પડે છે. રિપેરીંગ કામનાં લાખો રૂપિયાના ખર્ચે કોન્ટ્રાક્ટરને અપાય છે. કોન્ટ્રાક્ટર સિમેન્ટનું સામાન્ય લેયર ચઢાવીને ભ્રષ્ટાચાર કરે છે. કોન્ટ્રાક્ટરની ખિસ્સા ભરવાની વૃત્તિના કારણે ખેડૂતો પરેશાન છે. 

કેનાલ અંગે ખેડૂતોની શું છે ફરિયાદો?
કેનાલમાં ભ્રષ્ટાચાર થવાથી ગાબડા પડે છે. ગાબડાં પડતાં ખેતરમાં પાણી ફરી વળતા પાકનું ધોવાણ થાય છે. કેનાલના કામમાં વપરાતા મટિરીયલની ગુણવત્તા હલકી હોવાની ફરિયાદ કરી હોવા છતાં કોઈ નીવેડો આવતો નથી.  અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ભ્રષ્ટાચાર થાય છે.  યોગ્ય સમયે સફાઈ ન થતાં ગાબડા પણ પડે છે.

ખેડૂતોની શું છે માગ? 
સરકાર, તંત્ર કે જવાબદાર અધિકારી કાર્ય પર નજર રાખે છે.  કેનાલની કામગીરીમાં ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવે છે.  કોન્ટ્રાક્ટર અને જવાબદારો વિરુદ્ધ પગલા લેવામાં આવે છે. સિંચાઈ માટે પાણી છોડતા પહેલા કેનાલની સફાઈ થાય છે.  કેનાલનું નિરીક્ષણ કરીને યોગ્ય સમયે સમારકામ કરવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ