બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / when president murmu missed the most important phone call of his life

એ દિવસ.. / ..જ્યારે રાષ્ટ્રપતિ મુર્મૂએ 'મિસ' કરી દીધો તેમની જિંદગીનો સૌથી અગત્યનો ફોન કોલ, ખબર સાંભળીને પણ ભરોસો ન થયો હતો

Bijal Vyas

Last Updated: 11:35 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવાની આદત નથી અને તેથી જ તેઓ કદાચ તેમના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ કૉલ મિસ કરી દીધો.

  • આ ફોન તેમને વડાપ્રધાન કાર્યાલય તરફથી આવ્યો હતો
  • આ પુસ્તકમાં ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનવા સુધીની સફરની રૂપરેખા આપી
  • ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમને મુર્મુને દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવાની આદત નથી અને તેથી જ તેઓ કદાચ તેમના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ કૉલ મિસ કરી દીધો. આ ફોન તેમને વડાપ્રધાન કાર્યાલય તરફથી આવ્યો હતો, તે જણાવવા માટે કે તેમને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) વતી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવી રહ્યા છે. એક નવા પુસ્તકમાં આ દાવો કરવામાં આવ્યો છે.

થોડી જ વારમાં વિકાસ ચંદ્ર મોહંતો હાથમાં ફોન લઈને મુર્મુના ઘરે દોડી આવ્યા અને કહ્યું કે તેમને વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી ફોન આવ્યો છે અને તમારો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. મોહંતો ઝારખંડમાં તેમના ઓએસડી (સ્પેશિયલ સર્વિસ ઓફિસર) રહી ચૂક્યા છે.

ભ્રષ્ટાચારના આરોપી સિસોદીયા-જૈનનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું, જાણો  કોણ બન્યું દિલ્હીના 2 નવા મંત્રીઓ I President Draupadi murmu approves the  ...

રાષ્ટ્રપતિ મુર્મૂની યાત્રા પરનો અહેવાલ 
તાજેતરમાં એક પ્રકાશન દ્વારા પ્રકાશિત પત્રકારના પુસ્તક 'દ્રૌપદી મુર્મુઃ ફ્રોમ ટ્રાઇબલ હિન્ટરલેન્ડ ટુ રાયસિના હિલ'માં  21 જૂન 2022ની આ ઘટનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પુસ્તક દ્વારા, રેએ મુર્મુની શિક્ષકથી સામાજિક કાર્યકર, કાઉન્સિલરથી મંત્રી અને ઝારખંડના ગવર્નર બનવાથી લઈને ભારતના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનવા સુધીની સફરની રૂપરેખા આપી છે.

ગયા વર્ષે જૂનમાં તે દિવસે, મુર્મુ ઓડિશાના રાયરંગપુરમાં હતી, જે તેના મૂળ ગામ ઉપરબેડા ગામથી 14 કિલોમીટર અને રાજધાની ભુવનેશ્વરથી લગભગ 275 કિલોમીટર દૂર હતી. ભારતીય જનતા પાર્ટી (BJP) NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની જાહેરાત કરવાની હતી. તમામ લોકો સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા.

ઘરે ભેગા થયેલા લોકો પાસેથી કારણ પૂછ્યું
પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, 'દુર્ભાગ્યે વીજળી ન હોવાને કારણે મુર્મુ અને તેનો પરિવાર સમાચાર જોઈ શક્યા ના હતા. હજુ પણ સંકેતો સ્પષ્ટ હતા.’ થોડા સમય પછી ટીવી ચેનલો પર સમાચાર પ્રસારિત થવા લાગ્યા.

15 ઓગસ્ટે આપણે અંગ્રેજ શાસનની બેડીઓ તોડી નાખી, આઝાદી દિવસની પૂર્વ સંધ્યાએ  રાષ્ટ્રપતિનું સંબોધન | indian president Draupadi Murmu Live on evening  befor independence day

પુસ્તક અનુસાર, 'મુર્મુની જગ્યા પર લોકો એકઠા થવા લાગ્યા. મુર્મુજીએ તેમને અંદર બોલાવ્યા અને તેની સાથે વાત કરી. તે મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરતી ન હતી, તેથી તેનો ફોન દૂર રાખવામાં આવ્યો હતો. આ કારણોસર, તે કદાચ તેના જીવનના સૌથી મહત્વપૂર્ણ કૉલ હતો તેને જ મિસ કરી દીધો હતો.

આવી સ્થિતિમાં, દરેક સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યા હતા. પુસ્તકમાં કહેવામાં આવ્યુ છે કે, "કશમકશની સ્થિતિનો અંત ત્યારે થયો જ્યારે ઝારખંડમાં થોડો સમય તેમના સ્પેશિયલ સર્વિસ ઓફિસર હતા અને પછી રાયરંગપુરમાં મેડિકલ સ્ટોર ચલાવતા વિકાસ ચંદ્ર મોહંતો હાથમાં ફોન લઈને મુર્મુના ઘરે દોડ્યા."

પુસ્તક અનુસાર, 'મોહંતોને વડાપ્રધાન કાર્યાલયમાંથી ફોન આવ્યો અને તેમને મુર્મુજી સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું. ફોન કોલથી ચોંકી ઉઠેલા મોહંતો ઉતાવળે પોતાની દુકાન બંધ કરીને પીએમઓ સાથે વાત કરવા મુર્મુજીના ઘરે પહોંચ્યા.

રાષ્ટપતિ મુર્મૂને વિશ્વાસ જ ના થયો 
પુસ્તકમાં લખ્યું છે કે, 'ત્યાં સુધી મુર્મુજીને આ વાતનો  વિશ્વાસ ન હતો કે તેણે તેના ફોન પર તેના જીવનનો સૌથી મહત્વપૂર્ણ કોલ મિસ કર્યો હતો. મોહંતોએ પોતાનો ફોન મુર્મુજીને આપ્યો અને બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાત કરી રહ્યા હતા.

VIDEO : દિલ્હી પહોંચ્યાં NDA રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રોપદી મુર્મૂ, પીએમ  મોદી-અમિત શાહે કર્યું સ્વાગત, આવતીકાલે નોમિનેશન I President election: Droupadi  Murmu arrives ...

આગળ લખ્યું, 'તે જાણતી હતી કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે તે NDAની પસંદગી છે. મુર્મુજી પાસે શબ્દ ન હતાઅને તેણે મોદીને પૂછ્યું કે, શું તે અપેક્ષા મુજબ જવાબદારી નિભાવી શકશે, મોદીએ તેને ખાતરી આપી કે તે કરી શકશે.

થોડા સમય પછી રાંચીમાં ધારાસભ્યો અને સાંસદોની બેઠક દરમિયાન મુર્મુજીએ કહ્યું કે 'વડા પ્રધાને મને કહ્યું કે તમે ઝારખંડના રાજ્યપાલ હતા ત્યારે તમે જે રીતે રાજ્યને સંભાળ્યું, મને ખાતરી છે કે તમે આ જવાબદારી પણ ખૂબ જ સારી કાર્યક્ષમતા નિભાવી શકશો.'

મુર્મુજી 20 જૂને તેના 63માં જન્મદિવસે રાયરંગપુરમાં હતા. તે 22 જૂનની સવારે નોમિનેશનની ઔપચારિકતા પૂરી કરવા માટે દિલ્હી જવા રવાના થઈ હતા. 25 જુલાઈ 2022 ના રોજ, ભારતના તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમને મુર્મુને દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ